________________
શ્રી જૈન શાસન (અઠવાડીક) ૦ વર્ષ:૧૪ ૭ અંક: ૩૮ તા.૨૫-૬-૨૦૦૨ આવતું.
મારી દૃષ્ટિએ.... મારા મહારાજજી
થયેલા ભવ્યાતિભવ્ય સ્મૃતિમંદિરનો અંજન- પ્રતિષ્ઠા મહોત્સવ વિ.સં ૨૦૫૮માં ઉપસ્થિત થતાં તન્નિમિતક ૨૭ દિવસના ઐતિહાસિક મહોત્સવમાં ઉપસ્થિત રહેવા તેઓશ્રીએ નાજુક તબિયત વચ્ચે ય વિહાર કર્યો હતો. ાપી, તેઓશ્રીની કર્મભૂમિ હતી. વાપીગામની ધરા સાથે એવો કોઇ ઋણાનુબંધ બંધાયો હશે કે વાપી તેમજ પરગણાના ગામોમાં તેમનામાટે અપૂર્વ ચાહના હતી. ઘણીય શિષ્યાઓ પણ આજ પ્રદેશમાંથી પ્રાપ્ત થઇ હતી.
આમ છતાં ભવિતવ્યતાનું નિર્માણ કઇક જુદુંજ હશે, જે તેઓશ્રી છેલ્લે વાપી છોડીને અમદવાદ પધાર્યા. વિહાપણ એકંદરે સુખરૂપ થયો. પણ અમદાવ દ પહોંચ્યા પછી માંડલીમાં માદગીનો વાયરો ફૂંકાયો.એક પછી એક સાધ્વીજી ભગવંત શીં -કફના જવરમાં ખેંચાવા માંડ્યા.
મારા આ ગુરુદેવ પણ ફૂલ ના તાવમાં પટકાયાં. શરૂઆતમાં તો માન્યું હતું કે વિહારના પરિશ્રમને કારણે તાવ આવ્યો હશે. આથી તાવને અમે ગંભીરતાથી નિહબ્યોજનહતો. પણ ત્યાં જ એકાએક એમના સ્વાસ્થ્ય કરવટ બદલી. અમને ડાયાબીટ શનો જૂનો રોગ હતો. હાયડાયાબીટીશે પોતાનું વિકરાળ જડબું. ખોલ્યું. ડોક્ટરો ચેતી ઉઠ્યાં. અને સમાચાર મળતાં અમારા મનમાંય ભયની લહેર ફૂકાં ગઇ. હાય ડાયબિટીશની સારવાર માટે મારા ગુરુમહારાજને અમદાવાદના પાલડી - ચંદનબાળા એપાર્ટમેન્ટથી પો.વ ૪ના દિવસે સાબરમતી ખાતેની પુખરાજ રાયચંદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં. ત્યાંના તબીબોએ સઘન ચિકિત્સા આપીને પહેલે દિવસે સાંજે જ એમને ‘ આઉટ ઓફ ડેજર' જાહેર કર્યાં. અમારો શ્વાસ પણ એ સાંભળને શાંત થયો.
અફસોસ: પણ પછીના દિવસોમાં ડાયાબિટીશની વધઘટ ચાલુજ રહી. સુગરનો પારો ભયમુકત રાપાટીઓળંગીને ગમેત્યારે આગળ વધી જતો. ત્યારે બધાંય ચિતાંમા મુકાઇ જતાં. પાછી સઘન સારવાર થતી અને ડાયાબિટીશ અંકુશતળે
૬૩૫
આમ, પોવ. ૪,૫, અને ૬, આ ત્રણ દિવસો સુધી ડાયાબિટીશ ના રોગો જીવન -મરણ એમને ઝોલે ચઢાવ્યાં. પણ એમની સમતા અદભુત હતી. એમનું ધ્યાન સારવાર તરફ નહોતું. એમનું ધ્યાન શુભસમાધિ તરફ હતું. ૨૫૪ જેટલા સાધ્વ જી ભગવંતોનો પરિવાર પ્રાય: ઉપસ્થિત હોવા છતાં, તેમાં જરાય ધ્યાન આપ્યા વિના તેઓશ્રી અરહિંત પરમાત્માની છબિમાં મરસ્તી અનુભવતાં હતાં. એમની આંખો આવી અંતિમપળોમાંય પરિવાર ભાગી ન હતી, આશ્રિતો ભાગી ન હતી કે ચિકિત્સકો ભણી નહતી. પણ કેવળ અરિહંતદેવની છબિપર સ્થિર ઇ
હતી.
પૂ. આ. ભ.વિ. હેમભૂષણ સૂ.મ., પૂ. આ.ભ.વિ. શ્રેયાંસપ્રભ સૂ.મ.,પૂ. ગણિવર્ય શ્રી નયવર્ધન વિ.મ, અને પૂ. ગણિવર્યશ્રી જયદર્શન વિ.મ.આદિ પૂજ્યો આ ત્રણ દિવસોમાં વારંવાર આવીને એમને જાગૃત રાખતા હતાં. સમાધિનો સંદેશો આપી પ્રબોધતા હતાં.
તો સાબરમતીમાંજ બિરાજમાન ગચ્છાધિપતિ પૂ.આ.ભ.વિ. મહોદય સૂ. મહારાજા પણ પોતાની નાજુક તબિયત વચ્ચેય મારા ગુરુ મહરાજ ર સમાધિના સદેશા પાઠવતા હતાં.
આ દરમ્યાન હાય-ડાયાબિટીશની સઘન ચિકિત્સા ચાલુ હતી. એની આડપેદાશ તરીકે શ્વાસના રોગે પહેલીવાર માથું ઉંચક્યું. મારા ગુરુમહારાજને આમતો શ્વાસનું દર્દ હતું નહિ, પણ છેલ્લે છેલ્લે ત્રાટકેલા આ શ્વાસના રોગે જ એમના પ્રાણ લીધા
હતાં.
છેલ્લે,છેલ્લે, શ્વાસની ધમણ સખ્ત અને અનિયમિત ચાલુ થઇ જતાં ડોક્ટર ટેન્શનમાં મુકાઇ ગયાં. પણ ત્યારેય બધાય પચ્ચકખાણો કરી ઇ તેમણે ‘અરિહંત’ શબ્દની ધૂન જગાવી હતી. કેવળ અરિહંત શબ્દની ધૂન એમના કર્ણપટલ પાસે ચતુવિધ સંઘરેલાવતો હતો. પોતે પણ અરહિંત શબ્દનું સૂક્ષ્મ રટણ કરીને સંઘને પ્રતિસાદ આપી રહ્યાં હતાં.