________________
ના, પુણ્ય પરવાર્યું નથી
શ્રીજૈન શાસન (અઠવાડીક) ૭ વર્ષ:૧૪
ના, પુણ્ય પરવાર્યું નથી
• એનીમા નથી
દુનિયામાંથી માનવતા સાવ જ મરી પરવારી . તેવું નથી. માની અનુપસ્થિતિમાં જ્યારે પણ બાળકની લાચારી કે મજબૂરી જોઉં છું ત્યારે મને પાંચેક વર્ષ પહેલાં જોયેલું એક દ્રશ્ય યાદઆવે છે.
વરસાદના દિવસો હતા. હું બસમાં બહારગામ જોઇ રહી હતી. બસ હોટલ પર ચા- પાણી કરવા માટે ઊભી રહી.વરસાદની ઝરમર હજુ હમણાં જ અટકી હતી. મેં બારી ખોલી. સામે જ એક તંબૂ નીચે તરબૂચનો વેપાર કરી રહેલ એક શ્રમજીવી કુટુંબ ભાગ્યતૂટ્યા ખાટલા પર બેઠું હતું.
સવારનો ચા- પાણી - નાસ્તાનો સમય હતો. "જીવી પરિવારમાં પાંચ સભ્યો હતા. પતિ,પત્ની અને ત્રણ બાળકો,પતિ- પત્નીએ દ તણ કરી સાર્વજનિક નળથી પાણી પીધું. બે નાનાં બળકોને રાતનો વાસી
રોટલો બે ભાગ કરીને આપ્યો. સાથે તરબૂચના ટુકડા કાપીને આપ્યા. સૌથી નાનું બાળક જે હમણાં જ ચલતા શીખ્યું છે અને લગભગ બારેક મહિનાનું છે તેને માટે હોટલમાંથી દૂધની થેલી લાવી તેમાં નાનકડું છિદ્ર કરી બાળકને પીવા માટે આપ્યું. તેમની પાસે દૂધ કાઢવા માટે કોઇ પાત્ર નહોતું. તંબુ, ખાટલો અને જીર્ણશીર્ણ કાપડનું પોલું એ જ તેમનો અસબાબ હતો.
>>>>>b}}
ના, પુણ્ય પરવાર્યું નથી જેનેધમ,કરમઅનેતત્વની ચર્ચમાં ઞનથી, પણબને એટલુંસન્માર્ગે ચાલવાની ખેવના છે, એવા સામાન્ય માણસોના ખમીર અને ખુમારીની, નેક,ટેક અને દિલાવરીની સત્ય ઘટનાઓ અત્રે રજૂકરી છે. વાચકો પણઆવી સત્ય ઘ∞ાઓમોકલી શકેછે.
રોટલો ખાઇ રહેલા બંને બાળકો નાના બાળક પાસેથી દૂધ લેવાની કોશિષ કરવા લાગ્યા. તેમને આમ કરતા જોઇને માતાએ ગુસ્સો કરીને તેમ ન કરવા જણાવ્યું.બંને બાળકો રોટલો બતાવી માતાને કહેવા
૬૮
અંક: ૩૮
તા.૨૫-૬-૨૦૦૨
મંગેશહ.વૈદ્ય
લાગ્યા, ‘રોટલા સાથે દૂધ જોઇએ , ' પરંતુ માતાએ તેમને હેતથી સમજાવ્યા. બંને બાળાકો માની ગયા, શાંતિથી રોટલો અને તરબૂચ ખાવ લાગ્યા.
નાનું બાળક થેલીમાંનું દૂધ પીતું પીણુંખાટલાને પકડીને ઉભું થયું ત્યાં એક ગલૂડિયું આવ્યું અને દૂધ પી બાળક સામે જોઇ રહ્યું.બાળકો સાથે બેઠેલ માતાએ આ દ્રશ્ય જોયું એક - બે મિનિટ. .
અને આ શું ! માતાએ અચાનક બાળકના હાથમાંથી દૂધની થેલી લઇ લીધી અને બાળકને ખોળામાં બેસાડી સ્તનપાન કરાવવા લ ગી. સાથે સાથે ગલુડિયાને પણ ઉચકીને ખાટલામ બેસાડ્યું. પોતાના હાથે ગલુડિયાનું મોં પહોળું કરી બીજા હાથે દૂધની થેલીમાંથી ગલુડિયાના મોમાં દૂધની ધાર કરી અને બધું જ તેને પિવડાવી દીધું. રોટલો ખાઇ રહેલા બાળકો પણ ખુશ થઇ ગલુડિયાને હા. ફેરવવા
લાગ્યા.
બારીમાંથી એ અદ્ભૂત દ્રશ્ય જોઇને મનું એક ન સમજાય તેવો રોમાંચ થયો. બસમાંથી આ અદ્ ભૂત દ્રશ્ય જોઇને મને એક ન સમજાય તેવો રોમાંચ થયો. બસમાંથી નીચે ઊતરી તે માને પૂછયું
કે તમારાં બાળકોએ દૂધ માંગ્યું તો તમે બાળકોને સમજાવી દીધાં અને દૂધ માત્ર નાના બ ળકને જ આપ્યું અને પછી આ ગલુડિયાને..
માએ હસીને જવાબ આપ્યો, ‘ ગલૂડિયાની માનથી. ’ ખરેખર એક શ્રમજીવી - ઘરબાર વગરની સ્ત્રી, પણ કેવો મમતાનો મહાસાગર ક્યાંક ત માનવતા - મમતારૂપી દરિયો જરૂર લહેરાય છે. એ દિવ્ય દર્શનને હું મનોમન વંદીરહી.
ડૉ. જયોતિ યાજ્ઞિક