SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્વીજીશ્રીજિનરત્નાશ્રીજીમહારાજ... શ્રીજૈન શાસન (અઠવાડીક) ૭ વર્ષ:૧૪ ૭ અંકઃ ૩૬ તા. ૧૨-૬-૨૦ યોટીલા સૌ.) પાસે ગંભીર અકસ્માતના કારણે પૂજ્ય સાધ્વીજીશ્રી જિનરત્નાશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યા સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના સમુદાયના અને પર્યાય સ્થવિરા પૂજ્ય સાધ્વીજીશ્રી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યરત્ના પૂજ્ય સા. શ્રી કૈવલ્યરત્નાશ્રીજી મહારાજન સુવિનીત સંયમી શિષ્યા પૂજ્ય સા. શ્રી જિનરત્નાશ્રીજી મહારાજ ચોટીલા (સૌ.) થી ૬ કિ. મી. પહેલાં માર્ગમાં અજાણ્યા વાહનની અડફેટે ચડી જતાં તત્કાળ કાળધર્મ પામ્યા છે. વિ. ૨, ૨૦૫૮ ના ફાગણ સુદ ૧૩ + ૧૪ની સવારે શાપર ગામથી વિહાર કરી પૂ. સા. શ્રી કૈવલ્યરત્નાશ્રીજી મ. આદિ ઠાણા ૬ ચોટીલા મુકામે જઇ રહ્યા હતા. બે - બે સાધ્વીજી ભગવંતોના ગ્રુપમાં વિહાર કરતાં આગળ વધી રહ્યા હતા. પરોઢિયે સાત વાગ્યાની આસપાસ ચોટીલા લગભગ છએક કિ. મી. દૂર હતું ત્યા બે સા. ભગવંતો આગળ હતા, સદ્ગત પૂ. સા. શ્રી જિનરત્નાશ્રીજી તથા પૂ. સા. શ્રી ધૈર્યરત્નાશ્રીજી મ. વચ્ચે હતા અને પૂ. સા. શ્રી જૈવલ્ય૨નાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી અપૂર્વરત્નાશ્રીજી મ. પાછળ હતા. તેમાં કોઇ અજાણ્યા વાહને પાછળથી આવીને સા. શ્રી જિનરત્નાશ્રીજી મ. ને અડફેટે લીધા, તેઓ તત્કાળ રોડ ઉપર ફેંકાઇ ગયા હશે અને તેમની ઝાપટ કદાચ પૂ. સા. શ્રી ધૈર્યત્નાશ્રીજીને વાગવાથી તેઓ રસ્તા વચ્ચે ફેંકાઇ ગયા હશે. સા. શ્રી જિનરત્નાશ્રીજી મ. રોડ ઉપર પડી જવાથી તેમના નાભિપ્રદેશ ઉપર ટાયર ફરી જવાી અને માથામાં ખૂબ જ ઘા વાગવાથી લોહી લુહાણ હાલતમાં પડ્યા હશે. આ ઘટના ઘડીના પલકારામાં એ રીતે ઘડાઇ હશે કે પૂ. સા. શ્રી જિનરત્નાશ્રીજી મ. મુખમાંથી ચીસ પણ પાડ્યા વિના તત્કાળ કા ધર્મ પામ્યા હશે. માર્ગ ખૂબ પહોળા હતા, બે વાહનો ઓવરટેક કરવા જાય તો પણ ત્રીજું એક વાહન સમાઇ જાય તેટલી જગ્યા હોવા છતાં અને મહત્ત્વની વાત તો એ હતી કે પૂ. સા. શ્રી જિનરત્નાશ્રીજી મ. કયારેય રોડ ઉપર ચાલતા નહોતા. ગમે તેવો ખરાબ માર્ગ હોય તો પણ સહન કરી લેતા હતા. તેથી આ ઘટના કેવી રીતે ઘડાઇ હશે તે જ્ઞાની ભગવંતો જાણી શકે. | પૂ. સા. શ્રીકૈવલ્યરત્નાશ્રીજી મ. આદિ ઘટના સ્થળની નજીક આવતાં દૂરથી માર્ગમાં સફેદ પથરા પડયા જેવો ભાસ થયો. થોડા નજીક આવતાં સા. શ્રી જિનરત્નાશ્રીજી મ. રસ્તા ઉપર પડેલા જણાયા. તુરંત પૂ. સા. શ્રી અપૂર્વરત્નાશ્રીજી મ. દોડયા અને જોયું તો તેમનો દેહ લોહીના ખાબોચિયા વચ્ચે પડ્યો હતો. આ અકલ્પ્ય દૃશ્ય જ્યારે પૂ. સા. શ્રી અપૂર્વરત્નાશ્રીજી મ. એ જોયું કે તરત તેમણે ચીસ પાડી. તુરંત હિંમત એકઠી કરી તેમનામાં જીવ છે કે નહીં તેની તપાસ કરી જેથી અંતિમ આરાધના કરાવી શકાય. પરંતુ અફસોસ ! તેમનો આત્મા પરલોકની યાત્રાએ પહોંચી ગયો હતો. હવે ત્યાંથી તુરંત ઉભા થઇઆગળ ૧૦-૧૨ ડગલાના અંતરે બરાબર રોડની વચ્ચે સા. શ્રી ધૈર્યરત્નાશ્રીજી મ. નું શરીર પડયું હતું. ત્યાં જઇ તપાસ કરી તો તેઓ પણ ગંભીર રીતે ઘવાયા હતા. માથામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. અને બેભાન દશામાં પડ્યા હતા. તેમના ચૈતન્યની તપાસ કરી તુરંત ભાનમાં લાવવા માટે તેમના મુખ ઉપર પાણી છાંટયું સહેજ કળ વળતાં આંખો ખોલી અને મિચ્છા મિ દુક્કડં આપો... હું જાઉં છું... ઇત્યાદિ શબ્દો તેમના મુખમાંથી નીકળ્યા. અત્યારે જરાય વિલંબ કરવો પાલવે તેમ ન હોવાથી પૂ. સા. શ્રી અપૂર્વરત્નાશ્રીજી મ. અત્યંત આઘાત પામ્યા હોવ છતાં હિંમત એકઠી કરી કોઇ વાહન મળી જાય તો તેના ડ્રાઇવર સાથે આગળ ગયેલ પૂ. સા. શ્ર કારુણ્યરત્નાશ્રીજી મ. તથા પૂ. સા. શ્ર E03
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy