________________
પ્રવચન - પચ્ચાસમું
પ્રવચન
-
*
પચ્ચાસમું
પ્રકીર્ણક ધર્મોપદેશ
ગત કથી ચાલુ...
સકિત એવી અનુપમ ચીજ છે કે તે આત્મામાં પ્રગટ થઈ ગયા પછી તો જીવ એકદમ જાગૃત થઈ જાય છે. તે જીવ એવો સાવધ હોય છે કે- જેનું વર્ણન ન થાય. જરાક ગા લ રહ્યા તો સમકિત ગયું સમજો ! જે માણસને ખબર હું કે અહીં પાણીમાં ઊતર્યા વિના આગળ જવાનો રસ્તો નથી તો તે કેવી રીતે પાણીમાં ઊતરે ! જે સારામાં ૨ારો તરવૈયો હો તે પણ કેટલો સાવધ હોય ! દરિયામાં હેવું અને મગર મચ્છથી ડરવું તે ચાલે ?
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૪ ૦ અંક ૭-૮ ૦ તા. ૯-૧૦ ૨૦૦૧
સં. ૨૦૪૩, ભાદરવા વિદ -૨, બુધવાર, તા. ૧૧-૯૧૯૮૭ શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ - ૪ ૦૦૬ .
પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
આ સંસાર તો ભયંકર દરિયા જેવો છે. તેમાં વિષયો રૂી મોટા મોટા મગર મચ્છો ચારે બાજુ ભમ્યા કરે છે, તે કરડી ન જાય તેની સાવચેતી કેટલી રાખવી પડે ! તો। વિષયો ભોગવવા પડે તો કેવી રીતે ભોગવાય ? સ્ત્રી, પુ ષને કેવો માને ? અને પુષ, સ્ત્રીને કેવી માને ? ન સાચવીએ અને સંભાળીએ તો પ્રાણ લે તેવી ! સારા
માણસને કુભાર્યા મલી હોય તો તે ધર કેવી રીતે ચલાવે ? તેના ધરમ ફજેતી કેમ દેખાતી નથી ? તે બધું જ સહન કરે છે, કે કે, તેને પોતાની આબરૂની ચિંતા છે તે કેમ જીવતો હશે ? આબરૂવાળા વેપારીઓ પણ કેવી રીતે જીવે છે ? જેને આબરૂની દરકાર નથી તેવા નફફટો પણ હોય છે ને ? જે પોતાની આબરૂનો ખ્યાલ હોય તે જ આ વાત સમજી આ બરૂદાર જીવો જેમ તલવારની ધાર ઉપર જીવે છે તેમ સકિતી જીવો પણ તલવારની ધાર ઉપર જીવે છે.
વિર ગ એટલે શું ? દુનિયાની સુખ સામગ્રી ઉપર ભારોભાર દ્વેષ થાય તો વિરાગ આવે. તમારા કોઈ દ્વેષીને મળવું પડે તો મળો પણ કેવી રીતે મળો ? પ્રેમથી ? જેનું મોં ય જોવા લાયક ન હોય તેને ઘેર જવું પડે તો કેવી રીતે જાવ ? રાજી થઈને ? તેને પ્રેમથી સલામ ભરો ? ખરાબ શબ્દો બોલે તે પણ સાંભળી લો ને ? મોં હસતું રાખો તો પણ તમાર હૈયામાં શું હોય ? મારું ચાલે તો આનું નામ પણ ન દઉં પણ શું કરૂં પરાધીન છું ! તેવી રીતે સમકિતી જીવ ભોગ કર્મને કરીને નિર્જરા સાધે છે.
સભ્ય : તે ભોગ કરતો નથી પણ કર્મ બળાત્કારે તેની પાસે ભોગ કરાવે છે તેમ જ થયું ને ?
-
૭૫
હવે સમજ્યા !
માંદો પડેલો જીવ માંદગી કેવી રીતે ભોગવે ? માંદગીમાં તેની બધી સગવડ બરાબર સચવાય છતાં પણ તે માંદગીને માને કેવી ? તેવી રીતે સમકિતી જીવોગને રોગ તરીકે ચિંતવે. બહારથી રગ દેખાડે પણ અંતરમાં વિરાગ જીવતો હોય. સમ્યક્ત્વ એવી ચીજ છે કે એકવાર પ્રગટ થયા પછી સંસારમાં જીવને ચેનથી જીવવા દે નહિ. સમકિત જીવતું – જાગતું હોય તે જીવ ખરાબગતિમાં જાય નહિ. કેટલો સાવચેત હશે તે ! ભાદરવાની અમાસની રાત્રિમાં ઘોર અંધારામાં, વિજળીના ઝબકારામાં સોમ જેને પરોવવી હોય તે જીવ કેટલી સાવચેતીથી કેવી રીતે બેસે ? તેવી રીતે સમકિતી જીવે ? આ દુનિયાના સુખમાં જરાક મઝા આવી ગઈ તો મર્યો સમજો તેમ તે માને ધર્મ કરનારા પણ દુર્ગતિમાં ગયાના દાખલા આવે છે તે તેમના પરિણામ બદલાઈ ગયા માટે બાકી જેઓ ધર્મની સારી આરાધના કરીને, આવ્યા હોય તેઓને તે ધમ યાદ આવ્યા વિના રહે નહિ.
ધર્મ નહિ પામેલા ને સમજેલા, ધર્મ પામી પણ મોહમાં પડીને ધર્મ ભૂલી ગયેલા માતા - પિતાદિ સંબંધી સંસારમાં ભટકાવનાર છે. તે અંગે આપણે ગઈકાલથી ભૃગુ પુરોહિતની વાત જોઈ રહ્યા છીએ. તમને મારાં સંતાનો ઉપર કેટલો પ્રેમ છે? કામ કરનારા છોકરા ઉપર ઘણો પ્રેમ હોય તો તે મરીને કયાં જશે તેવી ચિંતા થાય છે ? તમારો છોકરો પાપ કરે, અનીતિ કરીને પૈસા કમાઈને લાવે તો તે તમને ગમે ને ? ઘરનો આગેવાન પણ મરતા સુધી ધંધો કરે. કુટુંબમાં કોઈ તેને કહેનારા મળે કે- ‘કયાં સુધી આ પાપ ચાલુ રાખવું છે ? હવે તો ધર્મ કરો.'
જે જીવ પરલોકને ભૂલી જાય તો તેને આસ્તિક પણ ન કહેવાય તો સમકિતી તો કયાંથી કહેવાય ? આસ્તિક પણ પરલોકને ભૂલતો નથી. પરલોક બગ તેવી વાત આવે તો ના પાડે છે. ઘણા આસ્તિકો પણ અહીં સારામાં સારું જીવન જીવે છે. પાપ કરવું તેમને ભારે પડે