________________
પ્રવચન - પચ્ચા !મું
પ્રવચન
પચ્ચાસમું
} કીર્ણક ધર્મોપદેશ
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૪ ૭ અંક ૫-૬૭ તા. ૨૫-૯-૨૦૦૧
સં. ૨૦૪૩, ભાદરવા વિદ -૨, બુધવાર, તા. ૧૧-૯-૧૯૮૭ શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ - ૪૦૦ ૦૦; |
પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
(શ્રી નાજ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિદ્ધ ઈપણ લખાયું હોય તો ત્રિવિધે ક્ષમાપના. -અ.વ.)
माया पिया लुप्प, नो सुलहा सुगइ वि पिच्चओ । एमाई भया पेहिया, आरंभा विवमिज्ज सुव्वए ||
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુ નસુંદરસૂરીશ્વરજી મહારાજા આ ‘પ્રકીર્ણક ધર્મોપદેશ' ન મના ગ્રન્થમાં અત્યાર સુધી એ વાત સમજાવી આર્બી કે- જીવને જે સુખ જોઈએ છે તે સુખ મોક્ષમાં જ છે. પણ સંસા૨માં નથી. માટે જ શ્રી અરિહંત પરમાત્માઓએ પ્રરૂપેલો ધર્મમોક્ષને માટે જ કરવાનો છે પણ સંસારને મ ટે કરવાનો જ નથી. કેમ કે, શ્રી અરિહંત પરમાત્માઓએ પણ ધર્મ મોક્ષની સાધના માટે જ કરવાનો કહો છે.
શ્રી અ·િ હંત પરમાત્મા કોણ થાય ? સર્વજીવોને મોક્ષે પહોંચાડવ ની ભાવના થાય તે. શ્રી તીર્થંકરનામકર્મ કોણ નિકાચે ? શ્રી વીશ સ્થાનકની અથવા એમાંના કોઈ એકપદની આ ધના કરે તે શ્રી તીર્થંકર નામકર્મ બાંધે ખરા પણ તે શ્ર તીર્થંકર નામકર્મની નિકાચના માટે કયો ભાવ જોઈએ મારામાં જો સામર્થ્ય આવે તો બધા જીવોના હૈયામાં સંસારનો - વિષયકષાયનો જે રસ ઠાંસી ઠાંસીને ભર્યો તે નીચોવી નાંખીને મોક્ષમાર્ગ રૂપ શ્રી જિન શાસનનો રસ ભરી દઉં. જેના પ્રતાપે સૌ શાસનની આરાધના કરી. વહેલામાં વહેલા મોક્ષે પહોંચી જાય.' મોક્ષમાં ગયા ધના જીવને સાચું અને વાસ્તવિક સુખ મળવાનું નથી અને સંસારના સુખમાં મોજમઝાદિ મઝેથી કરે તેને દુર્ગતિ વેના બીજાં મળવાનું નથી. મોક્ષનું સુખ પણ કોને મળે ? ભગવાનના ધર્મને મોક્ષને માટે જ આરાધે તેને. મા સંસારનુ સુખ કેવું છે ? દુઃખરૂપ, દુ:ખફલક અને દુઃખાનુબંધી. તેના જ જે રસિયા બને તે કયાં જાય ? દુર્ગતિમાં, આ પાયાની વાત ન બેસે ત્યાં
સુધી આગળની વાત અસર ન કરે.
મહાપુણ્યોદયે ભગવાનનું શાસન મળ્યું છે. ભગવાનનું શાસન સમજી શકાય અને પામી શકાય તથા બધી સામગ્રી પામ્યા છો. તો આ શાસન સમજ્યા વિન જશો તો સંસાર બહુ લાંબો છે. ફરી આવી સામગ્રી કયારે મળે તે કહેવાય નહિ. આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ મોક્ષમાં ગયા, તેઓની પાછળ તેઓની પરમતારક આજ્ઞાની આરાધના કરીને બીજા પણ અનંતા આત્માઓ મોક્ષે ગયા. છતાં પણ આપણો નંબર ન લાગ્યો. કારણ ? શું શ્રી અરિહંત પરમાત્મા નહિ મળ્યો હોય ? શ્રી અરિહંત પરમાત્મા ય મળ્યા હશે, તેમને સાંભળ્યા પણ હશે. પરંતુ તે પરમતારકની વાત હૈયામાં નહિ બેઠી હોય. નહિ ગમી હોય.
ધર્મ શા માટે કરવાનો છે ? મોક્ષે જવા માટે. મોક્ષ ન થાય ત્યાં સુધી મોક્ષની સાધના ચાલુ રહે તેવી સતિમાં જવા માટે. દુર્ગતિમાં એટલા માટે નથી જવું કે– મોક્ષસાધક ધર્મ સામગ્રી મલે નહિ તેથી ધર્મની સાધના કરી શકાય નહિ એટલે સંસારમાં રખડી જવાય. આ ભાવના પેદા થઈ છે ? આ રીતનું જ જીવન જીવો છો ? દુર્ગતિમાં ન જવું હોય અને સદ્ગતિમાં જવું હોય તો કેવું જીવન જીવવું પડે ? જે રીતે જીવો છો તે રીતે મરીને સદ્ગતિમાં જ જવાના છો તેવો વિશ્વાસ છે ખરો ? આવો વિશ્વાસ હોય તેને મરણનો ભય ન હોય.
આપણને મરણનો ભય છે ? મરણ આજે આવે તો આજે તૈયાર છો ? મરવામાં શું નુકશાન છે ? જન્મેલાએ મર્યા વિના ચાલે ? જન્મેલાને અવશ્યમેવ મ૨વાનું છે તો મરણનો ભય કરવાનું શું કામ છે ? મરણથી બચવા ગમે ત્યાં જશો તો પણ બચી જશો ? મરણનો ભય શાથી છે ? અહીંથી મરીને કયાં જઈશું તે ખબર નથી માટે ! મર્યા પછી મારી સારી ગતિ જ થવાની છે આવી જેને ખાત્રી હોય તેને મરણનો ભય હોઈ શકે ખરો ? જેને મરણનો ભય હોય તે ધર્મ નથી પામ્યો એમ કહેવાય. મરણનો ભયં હોય તો હજી આપણે પણ ધર્મ સમજ્યા નથી તેમ
૫૧