SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ SEE EEEEEEEEE માનવતાનો શણગાર : સત્યવચન FEE THE EL EL EL EL શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક * વર્ષ ૧૪ : અંક ૧૫/૧૬/૧૭/૧૮ * તા. ૧૮-૧૨-૨૦૦૧ “કેટલાં છે* સાંભળ્યું. ગળ્યું પણ ખરું જીવનમાં ઉતારવાની વાત આવી એટલે એણે પેટછૂટી વાત કરી. “બાપ, બીજું કંઈ પણ કર્યો, હું સ્વીકારી લઇશ. ચોરી મારાથી નિહ છૂટે '' “ભલાદયી, હું તને ચોરી છોડવાનું ક્યાં કહું છું. હ તને બીજી પ્રતિજ્ઞા આપવા માંગું છું.” “બોલો, બાપજી ! હું તૈયાર છું.' “જે એક કામ કર. ચોરીની કુટેવ નારાથી છૂટે તેમ નથી પણ "કોઇ પૂછે તેનો સાચો જવાબ આપવો' એટલું તો થશે ને ?’’ “ઓહો એમાં શું મોટી વાત છે. આપી દો. પ્રતિજ્ઞા ન કોઇ પૂછે તેનો સાચો જ જવાબ આપવો. જૂઠું બોલવું નહિ.' મહાત્માએ પ્રતિજ્ઞા આપી. પેલાએ લીધી. બન્ને છૂટા સાદ પડ્યા. થોડા દિવસ થયા એટલે આ ભાઇને હાથમાં ચળ ઉપડી. કે ક્યાંક હાથ મારવાનું મન થયું. તેણે વિચાર્યું ચાલ, આજે તો યુઝ રાળના રાજભંડારમાંથી કંઇક ઉઠાવું, મધરાતે તે નીકળ્યો. નસીબ પાધરાં ન હતાં એટલે સામે એક બીજો માણસ રસ્તામાં ભટક્યો. તેણે આને ઉભો રાખ્યો. પૂછ્યું શો 'કોણ છે ?' ભારે થઇ. હવે આને શું જવાબ આપવો ? ખોટું બોલાય નહિ. સાચો જવાબ આપે તો મુશ્કેલીમાં મૂકાય. એણે હિંમતથી કષ્ટ કહી દીધું. ''ચોર'', 当 પેલો માણસ ચમક્યો. છતાં બીજો સવાલ કર્યાં ‘‘ક્યાં જાય છે?’’ ‘‘ચોરી કરવા.’’ તરત જવાબ મળ્યો. *કમાં ગોરી કરીશ ક ''રાજમહેલમાં''. “શેની ગોરી કરીશ ?'' “રત્નોની " ચોર હોય તે આવી ગોખવટ કરે નહિ. પેલા માણસને માગ્યું કોઈ પાગલ લાગે છે, એણે એને જવા દીધો. આપણાભાઇ પહોંચ્ય રાજમહેલ, ચૌર્યકળાનો ઉપયોગ રીને રાજભંડાર સુધી પહોંચ્યા. ત્રણ રત્નો ઉઠાવીને હેમખેમ સંસદ માર્ગ ઉપર આવી ગયા. રસ્તામાં પેલો માણસ જ પાછો ળ્યો. પૂછી નાંખ્યું: ‘ચોરી કરી આવ્યો ?'' ‘‘હા.’' “રાજમહેલમાં ચોરી કરી ?'' ‘“હા.'' ‘‘રત્નો ચોર્યાં ?’’ ‘‘હા.’’ ધારા ક KEE EEEE DEE આ પાગલના જવાબથી ખુશ થઇ હસતા - હસતા પેલો માણસ આગળ વધી ગયો. આપણા ભાઇ ઘરે પહોંચી ગયા. પેલા માણસે એનું ઘર ોઇ લીધું. આ મા ગસ બીજો કોઇ ન હતો. નગરના રાજા હતા. પ્રજાના સુખ દુઃખ જોવા માટે રાતે વેશપલટો કરીને નીકળ્યા હતા. સવારે રાષ્ટભંડારીએ આવીને રાઝને ફરિયાદ કરી “રાજભંડારમાંથી પાંચ રત્નો ચોરાયા છે.’’ 332 રાજા ચમક્યા : ત્રણના પાંચ રત્નો ચોરાયા ? તેમના ચહેરા ઉપર સ્મિત ફરી વળ્યું. સૈનિકને નિશાની આપીને કહ્યું કે “માં ઘરે જા. અને હે કે રાજા રત્નો લઇને બોલાવે છે."" આપણા સત્યવાદી સમજી ગયા કે તે મળ્યા હતા તે બીજા કોઇ નહિ, રાજા ખુદ હતા. ત્રણ રત્નો ાઈને રાજસભામાં પહોંચી ગયા. રાળએ કહ્યું 'ત્રણ ૪ રત્નો ? રત્નો તો પાંચ ચોરાયા છે.'' ''લીધા એટલાં રત્નો વાળો છું” રુત્વવાદીએ કહ્યું. ‘ભંડારી, બાકી ખૂટતાં બે રત્નો લઈ આવો.'' રાજાની કડી નજર અને રાત્તાવાદી અવાજથી રાજભંડારી પથરી ગયો. તેણે ગુપચુપ બે રત્નો લાવીને રજૂ કરી દીધા. રાજા બોલ્યા: ‘“તમને રાજભંડારની સુરક્ષા વિશ્વાસથી સૌપી હતી, ભંડારીજી ! તમે વિશ્વાસઘાત કર્યું છે. તમે ધાર્યું હતું કે રત્નો ચોરાયા છે તેમાં બે વધારે કહી દઈશ તો કોઇને ક્યાં ખબર પડવાની હતી ? પણ તમારા સદ્બાર્ગે કે દુર્ભાગ્યે ચોર સત્યવાદી હતો તેથી તમારી ચોરી પકડાઈ ગઈ. રામામંડારી તરીકે ઇમાનદાર માણસ ચાલે. અપ્રામાણિક માણસ ન ચાલે. માટે હવેથી આ ચોર રાજભંડારીની ફરજ બતવશે.’' રાજાએ સત્યવાદી ચૉરને રાજભંડારી બનાવ્યો. એની ચોરીની કુટેવ એની મેં શે ચાલી ગઈ. એક ખોટું કામ કરનારો માણસ પણ નાથે એક નાનો પણ સારો નિયમ ધરાવતો હોય તો ક્યારેક આ નિયમ જ એને ખોટા કામથી બચાવી લે છે. ઈમાનદાર ગોર ચા છે પણ બેઇમાન અધિકારી ન ચાલે. આ વાત દુકાને બેસતા હેલા યાદ કરી લેવામાં આવે તો ધંધામાં બેઇમાની કરવાની લાલચથી બચી જવાય. ચોર તો ચોર છે જ પણ દુકાનદાર જો ચોર બને તો બાકી શું રહે ? સત્યની જરૂર કેટલી છે તે આના ઉપરથી બરાબર સમજાશે. E EE EEEEEEEE E સો સો ગોદ્ L h
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy