________________
મહાસતી – ર્ લસા
શ્રી જૈન શાસન (અઠવાડિક)
મહાસતી
લેખાંક - 5 ઠો
પ્રિયે !
સંબંાની બંધનસ્પતાને હું કયાં નથી જાણતો ? છતાં મારૂં • ન પુત્રની પ્રાપ્તિ માટે તરફડી રહ્યું છે. પુત્રપ્રાપ્તિના ઉઞાયોને જ હું દિન - રાત – વિચાર્યા કરૂં છું.
મ· ભોજન નિઃસ્વાદ લાગે છે.
- જી મન શૂન્ય મનસ્ક લાગે છે.
- સંર્ા૨ નિરસ લાગે છે.
- ઘર સ્મશાન જેવું ભાસે છે.
દેવી ! ચંદ્રમા વિના રાત ન શોભે અને પરમપ્રકાશી સૂર્ય વિના દિવસ ન શોભે, તેમ સન્નતિ વિનાનો સંાર પણ શોભાસ્પદ નથી બનતો. શું તું એ નથી જાણતા . ? કે એકાદા પણ વિચક્ષણ, દક્ષ, વિનયી અને હોનહ ૨ પુત્ર દ્વારા વ્યકિતની ૭૨ - ૭૨ પેઢીઓ નામાંકિત બની જાય છે ! વંશાવલી ઉજ્જવળ બની જાય છે ! કીર્તિ વિસ્તાર પામે છે !
ગગ ને જેમ સૂર્ય અને ચંદ્ર પ્રકાશિત કરે, તેમ જીવનને પુ· પ્રકાશિત કરે. આટલું બોલતાં બોલતાં નાગસારથિા કપાળે પરસેવાના ઝાકળબિન્દુઓ બાઝી જાય છે. સુ૨ના સ્વચ્છ વસ્ત્ર દ્વારા કપાળ, ગાલ અને કંઠને લૂછી નાંખી નાગસારથિ પુનઃ સ્વસ્થ બન્યાં. તેમણે પોતાનો વા ની પ્રવાહ આગળ ધપાવ્યો.
ભાગ્યશાલિનિ ! ચંદનકાષ્ઠને સ્પર્શીને આવેલો વાયુ જેમ પૂરા ઉદ્યાનમાં માધુરીની અને સુરભિની ચાદ૨ બિછાવતો જાય, તેમ એકાદપણ ગુણવાન, કુશળ તથા ભાગ્યશાળી પુત્ર દ્વારા મનુષ્યનો વંશ સમુદ્ર પર્યન્તની ભૂમિ પર પ્ર તેષ્ઠાને પામે છે.
રાગ ચક્રવર્તી, બીજા ચક્રવર્તી થયા. Rs-ખંડ ભારતભૂમિ ! અખંડ ભોક્તા સગરચક્રીની કીર્તિ પણ તેના ૬૦,૦૦ પુત્રોના કારણે યાવન્દ્વન્દ્ર दिवाकरौ
-
૧૫૯
વર્ષ ૧૪ ૪ અંક ૧૩-૧૪ – તા. ૨૭-૧૧-૨૦૦૧
સુલસા
– પૂ. મુનિશ્રી હિતવર્ધન વિજયજી ૨.
બની ગઈ. અષ્ટાપદજીની સુરક્ષા માટે અગ્નિસ્નાન કરનારા તે પુત્રોએજ સગરચક્રીનું નામાંકન ઈતિહાસના પટ પર વજ્રની શાહીથી કરી દીધું. શું નથી જાણતી એ ?
- હાથી જેમ મદજલથી શોભે.
– સરોવર જેમ મઘમઘતા કમળોથી શોભે.
- સરિતા જેમ રાજહંસના યુગલથી શોભે.
- સમાજ જેમ પીઢ અને પિરપક્વ પંપિંડતોથી શોભે. પૂર્ણિમા જેમ પૂર્ણ ચન્દ્રથી શોભે.
- સન્નારી જેમ વિશુદ્ધ શીયળથી શોભે. અશ્વ જેમ ઝડપી ચાલથી શોભે.
હાથ જેમ દાનની પ્રક્રિયાથી શોભે.
- કવિતા જેમ અલંકારો અને ઉપમાઓથી શોભે. - મનુષ્ય જન્મ જેમ ધર્મના આરાધનથી શોભે. – ઉદ્યાનો જેમ વસંતઋતુમાં શોભે.
પ્રિયે ! સંસાર તેમ સન્તાનની પ્રાપ્તિથી શોભે. પુત્ર વિનાનો સંસાર શૂન્ય છે.
સારથિએ આટલું ઉચ્ચારીને ક્ષણ – બેક્ષનો વિરામ લીધો. પોતાના વામ હસ્ત દ્વારા કેશ કલાપને ીક કર્યો. જમણા હાથ દ્વારા પોતાની મૂછના વાળને રીક કર્યા. એક ખોંખારો ખાઈને સ્વરપેટી પર ધસી આવેલાં કફના પટલને દૂર કર્યો. ફરીથી સંલાપની શરૂઆત કરી.
કાંતા ! તને ખબર છે ને ? કે અપુત્રીયાની સંપત્તિ રાજા હડપ કરી લે છે. યાવજીવ સુધી પરસેવો અને જે ગૃહલક્ષ્મીને સજાવી હોય, વેપાર લક્ષ્મીને વિસ્તારી હોય, તે કાચી પળમાં ઝુંટવાઈ જાય છે. જો પુત્ર ન હોય તો. સંપત્તિનું, કીર્તિનું, વંશનું અને નામનું અણ ક૨ના૨ો પણ પુત્ર જ નથી શું ?
દેવી ! જે ઘરે બાળકો નથી હોતા, તે ધરે સ્વજનોનું આવાગમન પણ ઘટી જાય છે. મહેમાનો પણ