________________
પ્રવચન – એકાવનમું
માટે કષ્ટ પડે તો ધર્મ કરો ખરા ?
શ્રી ભૃગુપુરોહિતના બે ય પુત્રો જાગી ઊઠયા અને પિતાને કષ્ટ છે કે– ‘‘આ મનુષ્યપણું શાશ્વત નથી, આ શરીર રોગાથી ભરેલું છે, ઘણા અંતરાયોવાળું આ જીવન છે, કયારે ચાલ્યું જાય તે ખબર નથી માટે આ ઘ૨વાસમાં ફાવતું ની. તેથી મુનિપણાને સ્વીકારવાને ઈચ્છીએ છીએ. તે માટે આપની અનુમતિ લેવાને આવ્યા છીએ.'' આ સાંભળતાં જ મા-બાપને ફાળ પડી કે પુત્રોને સાધુનો યોગ થયો લાગે છે. તેથી પુત્રો મુનિપણાના ભાવને પામ્યા છે. માટે તે બેને સમજાવવા માટે કહે હું કે- ‘‘હે પુત્રો વેદના જાણકારો એવી વાણી વદે છે કે- પુત્ર વિનાના આત્માઓનો પરલોક થઈ શકતો નથી. કારણ કે- પિંડદાન આદિ કરનાર કોઈ ન હોય તો સારી ગતિ આદિનો અભાવ માનવામાં આવ્યો છે. માટે તમે વેદોને જાણીને, બ્રાહ્મણોને જમાડીને, ઘરમાં પુત્રોને સ્થાપન કીને અને સ્ત્રીઓની સાથે ભોગો ભોગવીને અરણ્યમાં વાસને કરનારા તાપસોના વ્રતને ધારણ કરનારા પ્રાસ્ત મુનિવરો થજો.’’
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪ – અંક ૧૩-૧૪ – તા.૨૭-૧૧-૦૦૧ છે. વળી જો પુત્રંથી જ સ્વર્ગ માનવામાં આવે તો ભૂંડ, ગોધા અને તામ્રચુડાદિ બહુ પુત્રવાળા હોય છે, માટે તેઓને પ્રથમ સ્વર્ગ મળશે અને લોક તેઓની પછી સ્વર્ગે જશે.’’
આ રીતે પુરોહિતે પુત્રોને ચલિત કરવાનો પ્રયત્ન કર્યો. પણ તે બન્ને ય પુત્રો પૂર્વભવમાં સુંદર સાધુપણું આરાધીને આવ્યા હતા અને જાતિસ્મરણ જ્ઞાનવાળા હતા. તેથી કહે છે કે- હે પિતાજી ! ભણેલા વેદો પણ શરણરૂપ ધતા નથી કારણ કે- વેદોને ભણવા અને જીવનને સારું બનાવવું નહિ અને સદ્ગતિની ઈચ્છા રાખવી તે ફોગટ છે. વળી હિંસાદિ કુમાર્ગની પ્રરૂપણા કરનારા અને પશુવધ આદિમાં પ્રવૃત્તિ કરનારા બ્રાહ્મણોને પાત્રબુદ્ધિથી ભોજન કરાવવું એ તરવાનું સાધન નર્થ પણ નરકનું કારણ છે. એ હેતુથી જમાડેલા એવા બ્રાહ્મણો ગાઢ અંધકારથી ભરેલા અતિ રૌદ્ર રૌરવાદિ નરકાવાસમાં લઈ જાય છે. તથા ઉત્પન્ન થયેલા પુત્ર નરકાદિમાં પડતાં પિતાદિને શરણરૂપ થઈ શકતા નથી. આથી તો વેદના અનુયાયિઓએ પણ કહ્યું છે કે- ‘‘જો પુત્રથી જ સ્વર્ગ થાય તો દાનધર્મની જરૂર જ ન રહે. અ। જો એમ થાય તો દાનધર્મમાં લોકને ઠગ્યો કહેવાય કે કે, પછી તો દાન ધર્મ નિરર્થક બની જાય
વળી કામભોગો ક્ષણમાત્ર સુખને આપનાર છે અને બહુ કાળ સુધી અતિશય દુઃખને આપનારા છે તે કામભોગો સંસારથી મુકત થઈ મોક્ષે જવામાં અંતરાયભૂત મહાશત્રુઓ છે, અને સઘળા ય અનર્થીની ખાણ સમાન છે. કારણ કે વિષય સુખની પ્રાપ્તિને માટે આમ તેમ ભ્રમણ કરતો આત્મા, પોતાના અભિલાષની તૃપ્તિ નહિ થવાને કારણે, તેની તૃપ્તિ માટે રાત્રિ - દિવસ સર્વ પ્રકારની ચિત્તારૂપ અગ્નિથી સળગતો અને સ્વજનોના કાર્યમાં આસકત બનેલો, ત્રિવિધ પ્રકારના ઉપાયો દ્વારા ધનની શોધમાં ફરતો ફરતો વૃદ્ધાવસ્થાને તથા મૃત્યને પામે છે અને દુર્ગતિમાં ભટકે છે. તે માટે ધર્મકાર્યમાં પ્રમાદ કરવો, એ કેમ જ યોગ્ય ગણાય ?
આ રીતિએ પુત્રો દ્વારા નિાર થયેલા પિતા, તે બેને લલચાવવા – લોભાવવા માટે કહ્યું કે- ‘‘હે પુત્રો ! સ્ત્રીઓની સાથે તમારા માટે ઘણું ધન વિદ્યમાન છે, અને સ્વજનો પણ તમારા ઘણા છે. શબ્દ આદિ કામના ગણો એ પણ તમારે માટે અતિશયવાળા છે. તેમજ જે ધન સામગ્રી માટે લોક તપ તપે છે તે સઘળું ય તમારે માટે આ ઘરમાં સ્વાધીન જ છે. અર્થ અને કામનો ઈચ્છા મુજબ ઉપભોગ કરો અને મોજમઝાદિને કરો.’’
જે જીવો ખરેખર ધર્મ પામ્યા હોય તે આવી વાતોથી લોભાય ખરા ? ત્યારે પુત્રોએ કહ્યું કે- સાત્મિક અને ધુરંધર ગણાતા પુષો દ્વારા વહન કરાતી ધર્મધુસને વહન કરવાના અધિકારમાં, હે પિતાજી ! આપ ધન, સ્વજન અને કામગુણોની વાત કરો છો એ અસ્થાને છે. કારણ કે – ધર્મની આગળ એની કશી કિંમત નથી. એ જ કારણે ઘણું ધન, અનેક સ્વજનો અને અતિશયવાળા કામગુણો હોવા છતાં પણ ક્ષમા આદિ ગુણોના સમૂહને ધરનારા અને અપ્રતિબદ્ધપણે વિહરનારા શ્રમણો થઈશું.'' ક્રમશઃ
૧૫૧