SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ mementortenwester શ્રી જૈન શાસન (અઠવાડિક) – વર્ષ ૧૪ – અંક ૧૩-૧૪ ૪ તા. ૨૭- ૧૧-૨૦૦૧ પરાવર્તના સ્વાધ્યાય એ ભણેલાઓ પૃચ્છાથી નિઃશંક બને અને પરાવર્તનથી સ્થિરપાઠી બ. આજે આપણે ત્યાં દશ વૈકાલિક, આચારાંગ આદિ ૪ આગમ વિ. ના પાઠી મળવા દુર્લભ થઈ ગયા. પ્રથમ અભ્યાસ થતો નથી અને થાય તો વકતા વિ. ની પ્રવૃત્તિમાં ઊંડા ઉતરતા પરાવર્તનાથીને સ્થિરપાઠી થવું જોઈએ થવાતું નથી. સજ્ઝાય સમો તવો નસ્થિ વાંચનામાં બેસવાની ટેવ પડવાથી કોઈ ગ્રંથ તૈયાર ન થાય. કોઈ તત્ત્વ બેસે નહિ અને સ્થિર પણ ન થાય. કેમ કે જે વાંચના લીધી તે અંગે વિચારવા, ધારણા કરવા, વિનિ ચય કરવાને સમય જ નથી રહેતો. વહેવારમાં બીજી ચોપડીવાળો છઠ્ઠી ચોપડીના વર્ગમાં બેસે તો શું કરે ? ૭ માં ધોરણવાળો કોલેજના વર્ગમા બેસે તો શું સમજે ? તેમ ભૂમિકા વિના ગમે તે વાંચનામાં બેસે તો તે ઊંડાણ ન પામી શકે. સમય પસાર થાય અને રસ ન પડે તો વાતો કરે, જ્યાં ત્યાં નજર ફેરવો, છેવટે ઊંઘે કે ઝોકા ખાય. શિબીરો દ્વારા યોજના થાય છે તેમાં કોઈ અધ્યાનનું નિશ્ચિત હોતું નથી ૪-૫ કલાક વ્યાખ્યાન - વાંચના ચાલે તેમાં રસ પડે તે સાંભળે બાકી સમય પસાર કરે. અને તેમાં પણ સગવડતા માટેનું લક્ષ સ્થિર જાય તે ફોગઢ ફેરો થાય. વાંચના દાતાને વાંચનાની તૈયાર વિ. માં એકાગ્ર રહેવું પડે પણ ભણનારને તો સમય પસાર કરવાનો છે. કોઈ તત્ત્વ જ્ઞાનનો વિષય હોય તો પણ સૂત્ર, કુલક પ્રકરણ વિના તે સ્થિરતા થઈ શકે નહિ. તત્કાલ પુરતો રહે પણ પછી વિસ્તૃત થઈ જાય. વાંચનામાં સૂત્ર પ્રકરણ આદિ ભણ્યા હોય તો પૃચ્છતા - પૃચ્છા કરે. આજની પૃચ્છા એટલે ગમે ત્યાંથી બુદ્ધિની ગોઠવીને પ્રશ્ન કરવા, અગર તો વાંચના દાતાની પણ પરીક્ષા કરવા પ્રશ્ન કરવા, સ્કૂલ વિ. માં જે પાઠ ચાલતો હોય તેની જ ચર્ચા થાય બીજી ન થાય, ત્યારે અહિ વાંચના નિષ્ણાંત થયેલા ગમે તે પ્રશ્નો લાવીને વાંચનાનો રંગ તોડી નાખે અને બધા કંટાળી જાય તો પણ પોતાનો કકો - તંત છોડે નહિ. કદાચ વાંચના દાતાને મુંઝવી દે તેમ પણ બને. આમ થવાનું કારણે ભણવું નથી તત્ત્વ નિપુણ થવું નથી. જો થવું હોય તો ત્યાં જવાબ મળે તેથી સંતોષ માને અને વધુ માટે વધુ અભાસીનો સંપર્ક સાધે. વિતંડાવાદ જેવા પ્રશ્નોમાં વળી અનુભવ અભ્યાસના અભાવે ગમે તે જવાબો આપે છે તો નવી વિવાદની પરંપરા ચાલે માટે વાંચના - અધ્યયન વિ. ના પૃચ્છ સ્વાધ્યાય થઈ શકે નહિ. ન શાસ્ત્ર અભ્યાસ માટે પ્રાકૃત સંસ્કૃત વિ પંચાંગ વ્યાકરણ તથા ન્યાય વિ. ભણે તો તે તે વેષયમાં સમજણ આવી જાય અને નિક્ષેપાઓની વાત નાગમમાં ઠેર ઠેર આવે તે ઉપરથી ચાલી જાય. પરાવર્તના વિના અનુપ્રેજ્ઞા કોની કરે જેણે જે ગામ જોયું નથી તે ગામનું શું વર્ણન કરે શું ચિંતવન કરે ? શું સાર મેળવે ? તે રીતે વાંચના પૃચ્છના ૧રાર્વતના વિનાની અનુપ્રેજ્ઞા વિકથા બની જાય. અનર્થ હ બની જાય સાદી ભાષામાં કહીએ તો ગપ્પા બની જાય તેમાં ગંભીરતા ન હોય, તેમાં તત્ત્વ બુભુક્ષા ન હોત, પછી મશ્કરી, હસાહસ જેવું થઈ જાય. અનુપ્રેક્ષા એ ભાવ સ્વાધ્યાય છે અનુપ્રેક્ષા એ. સમકિતીનું છે, અનુપ્રેક્ષા ઉપયોગ વિના થતી નથી અનુપ્રેક્ષા એ અપ્રમાદ અને તત્ત્વજ્ઞાનની ઉજાગ દશા છે અનુપ્રેશા સાચી છે. ૧૪૬ રત્નાકરના રત્નોમાં ગુંથાય તેમ તે તત્ત્વન રત્નોમાં લીન થઈ જાય. તેને માનપાન, વિષય, કષાય ની ખબર પણ ન પડે. સાક્ષાત્ વીતરાગની મૂર્તિ, મહાત્મા ની મૂર્તિ, અધ્યાત્મની મૂર્તિ બની જાય. અને અનુપેક્ષા વિના દંભી, માયાવી અને ભ્રમની મૂર્તિ બની જાય. અનુપેક્ષા કરવાને ધર્મકથા એટલે ખીર, દુધપાક, બાસુંદી અને અમૃત ભોજન જેવી બની જાય. ૨૫ આત્મા ધર્મકથાની પાત્રોના પ્રાણમય બની જાય અને જે કથા તેના જીવન સાથે જડબેસલાક થઈ જાય આર્વ ધર્મકથા કરનાર તો શીઘ્ર શિવગતિનો ભોકતા બને. ધર્મકથા દ્વારા સભાને મનોરંજન આપે. હસાવે, રોવડાવે તો તે કથા પોતાને સ્પર્શ થાય તો પોતે જ
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy