________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યમી કહેતા હતા કે–
પરિમલ
·
·
·
·
-
■
·
·
·
-
"
મંગળવાર તા. ૬-૧૧-૨૦૦૧
હેડ
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા
મન - વચન - કાયાને ઉપયોગ વિના પ્રવર્તાવવા તે અસંયમ !
આજના નિયમધારી માટે ભાગે અવિરતિના ગાઢ પ્રેમી, તેમના નિયમ પણ કંથા જેવા.
વિષય-કષાયથી જીવ બંધાય છે. વિષય-કષાયે આખા જગતને જીતી લીધું છે. જે જીવ વિષય-કષાયને જીતે તે જ ‘જીવ સંયમ' પામે, જગતના કોઈ પદાર્થ પર મમતા નહિ તેનું નામ નિઃસંગતા.
દુનિયાના કોઈ કામમાં કામ ન આવે તેનું નામ ભગવાનનો સાધુ !
જગત કરતાં ભગવાનનો સંઘ જુદો. જગત માત્ર હોય તો હજી દ્રવ્યદયાનો સ્વામી પણ ભગવાનનો સંઘ તો ભાવ દયાનો જ સ્વામી તે પણ દ્રવ્યપૂર્વકની. જ્ઞાન જ એનું નામ જે મોહને રાંકડો કરી દે.
છતી શકિતએ ચરણથી દૂર રહેનારો જ્ઞાની જ્ઞાનનો જ બોજો ઉપાડનાર છે. સદ્ગતિ તેના કપાળમાં છે જ નહિ, ભણીને તે દુર્ગતિમાં જ જવાનો છે.
અધર્મ કરવો નહિ. ધર્મ ચૂકવો નહિ' તેનું નામ મરવાની તૈયારીવાળું જીવન.
દુ:ખમાં રૂવે સુખમાં હસે તેનો મોક્ષ લાંબો થાય !
નવકાર ગણનારને દુઃખ ન આવે તેમ નહિ પણ તે :ખી ન હોય.
મનુષ્યદેહ વિના મોક્ષ નહિ. અને તે દેહનું મમત્ત્વ હોય ત્યાં સુધી પણ મોક્ષ નહિ.
-
-
-
રજી. ૪. GJ ૪૧૫
સઘળાં ય પાપની જડ સુખ ! સઘળાં ય દુ:ખનું મૂળ પાપ ! પાપનું મૂળ સુખ ! તે સુખ જ્યાં ર્,ધી ભૂંડું ન લાગે ત્યાં સુધી મોક્ષની ઈચ્છા ન થાય.
આજે મોટોભાગ ધર્મની ‘ભિખારી' છે. સંસારની વસાવવા ‘શ્રીમંત’ છે.
શ્રી ગુણદર્શી
જેણે મોહને માર્યો અને આખા જ તને મોહ મારવાની કળા શીખવવાનો માર્ગ સ્થાપ્યું તેનું નામ શ્રી અરિહંત પરમાત્મા !
-
સામગ્રી
વસાવવા
પાપન સામગ્રી
॥ સંસારમાં જ મજા આવે અને મોક્ષનો જેને ખપ નહિ તે બધા પાપી.
આજનું બજાર એટલે પાપ કરવાનું ખુલ્લુ મેદાન. બજારમાં પાપ કરવા જ જાય. ધંધો પા। તો ઠીક પણ ધંધામાં ય પાપ કરે. વધારે પૈસાવ ળા વધારે પાપ કરે.
સુખ જેને ખરાબ લાગે તે ડાહ્યો ગણાય સુખ જેને સારા લાગે તેવો આદમી ગમે તેટલું ભણે - ગણે તો
ય પાગલ ગણાય.
સાધુપણું મૂળમાં સારું છે ગૃહસ્થપ, મૂળમાં ખરાબ છે.
તમે કર્મના મિત્ર છો, ધર્મના શત્રુ છો.
ધનવાનો જ્યારે ભિખારી જેવા પાકે ત્યારે ભિખારી પણ ચોર જેવા પાકે.
જીવને ખરાબ કરનાર પ્રમાદ છે.
જૈન શાસન અઠવાડિક | માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી
પી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું..