________________
પ્રર્વચન – સુડતાલીશમું
પ્રવચન – સુડતાલીશમ
પ્રકીર્ણક ધર્મોપદેશ
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૩૨ ૩૩ ૦ તા. ૧-૪-૨૦૦૧
- પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, ભાદરવા સુદિ-૧૫, સોમવાર, તા. ૭-૯-૧૯૮૭ ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૬.
ગતાંકર્થ ચાલુ
/
તે
|
|
ઃખાવો સુંદર મનુષ્યભવ મળ્યો છે તે પણ જૈન કુળાદિમાં. શ્રી જિનેશ્વરદેવ જેવા દેવ મળ્યા છે, ત્યાગી અને ગ્રિંથ ગુરૂ મળ્યા છે, ત્યાગમય ધર્મ મળ્યો છે. પણ જે બરાબર કરે તે જીવ અહીં પણ મઝામાં હોય. તેને મરવાનું ભય હોય નિહ. તે તો સારી રીતે મરવા માટે તૈયાર હોય. તે તો કહે કે- મને જીવવાનો લોભ નથી અને મ વાનો ભય નથી કેમ કે, મેં કોઈનું ભૂંડુ કર્યું નથી, શકિત ટલું ભલું કર્યું છે.' સમજા જીવને મરવાનો ભય હોય ખરો ? મરવાથી બહુ ગભરાય તે મરણથી બચી જાય ખરો ? તો પછી મરવાનો ભય શા માટે છે ?
રભા : આ બધું છોડીને જવું પડે માટે.
. - તમારા પૂર્વજો આ બધું છોડીને ગયા છે તે ખબર છે ને ? તો તે બધું મેળવ્યું ત્યારે ખબર ન હતી કે આ બધું ચાલ્યુ જશે કાં મારે તે બધું મૂકીને જવું પડશે ?
:. - આ વિચાર જ આવતો નથી.
૧૬. - આ વિચાર ન આવે તે બેવકૂફ કહેવાય કે ડાહ્યો કહેવાય ? જે અવશ્ય બનવાનું છે તેનો વિચાર ન આવે તે કેવા કહેવાય ?
જવાનું છે’ તે ખબર છે ? આજે તમે જે રીતે જીવો છો તે દુર્ગતિમાં જવાનો જ રસ્તો છે તેમ લાગે છે ? જે રીતે તમે જીવો છો તે મોટે ભાગે પાપ કરીને જીવો છો. પાપ ઝેથી કરીને જીવે તે નરક કે તિર્યંચ નામની દુર્ગતિમાં જ જાય. આજે જનાવરો કપાય છે તમે તેને બચાવી શકો છો પરા ? તેના પાપ તે ભોગવે તેમ કહીને છૂટી જાવ છો ને ? ખાવા જીવમાં દયા ધર્મ પણ આવ્યો કહેવાય ?
આજે તો એવો ખરાબ કાળ છે કે માણસોને જીવવું મુશ્કેલ છે. ઘણા રીબાઈ રીબાઈને મરવાની આશાએ જીવે છે, દુ:ખી થઈ થઈને જીવે છે. તમારી પાડોશમાં દુ:ખી કેટલા હશે ? માત્ર તમારે જ સુખ જોઈએ કે બીજ ઓને પણ સુખ જોઈએ ? તમને બીજાના સુખનો વિચાર આવે ખરો ? જે કાળમાં લખપતિ અને કોટિપતિ ચોર હોય તે કાળમાં નોકરો ચોર હોય તેમાં નવાઈ છે ! આજે કો ઈપણ શ્રીમંત ચોર નથી તેમ કહી શકો છો ?
સભા :– ખીસ્સા નથી કાપતા !
ઉં.- ખીસ્સા કોને કાપવા પડે ? આ બધા તો મોટો ભંડાર જ કાપે છે.
આજે મોટામાં મોટી ચોરી કરે તે મોટામાં મોટો શાહુકાર કહેવાય ! તેવા લોકો લાખોની ચોરી કરે. તમારી પાસે કેટલા પૈસા છે તે કહી શકો તેમ છો ? આગળ કરોડપતિ પોતાના ઘર ઉપર પોતાની પાસે જેટલ ક્રોડ હોય તેટલી ધજા ચઢાવતો હતો. આજે તો વેપારી માતો હોય તો ય ખોટ બતાવે. રાજ્યની ટેક્ષની ચોરી કોણ નહિ કરતો હોય ! રાજા ખરાબ માટે તમારે પણ ખરાલ થવું એવું કોણે કહ્યું ? તમે ખરાબ થશો તો તેનું ફળ કોણ ભોગવશે ? તમે કે બીજા ? માટે હજી તમે સમજો તો સુધરવાનો ઉપાય છે. બાકી નહિ સમજો તો કોઈ ઉપાય નથી. અમે પણ જો આ ન સમજીએ તો અમારી પણ હાલત તમારા કરતાં વધારે ખરાબ છે. જેણે ન સમજવું હોય તેને ખુદ ભગવાન પણ ન સમજાવી શકે. અમે પણ માન પાનાદિના ભિખારી થઈએ અને તમને રાજી કરવા, ભગવાને ન કહ્યું હોય તેવું પણ બોલીએ તો અમે પણ ભગવાનના ચોર છીએ. જેને સમજવું હશે તે જ સમજશે.
|
ખાવું જે પૂછે છે તે ય ખોટું બોલે છે કે સાચું બોલે છે ? આવાને સાચા માનીએ તો જૂઠા કોને કહીએ ? તમને બધી ખબર છે કે- મારે મરવાનું છે. મારા બાપ-દાદા ય ગયા, પૂર્વજો પણ ગયા. ‘મારે મરીને કયાં જવું છે’ તે નક્કી ન કરે તો તેના જેવો બેવકૂફ બીજો કોઈ નથી ! આજે તો જેમ મોટો સુખી તેમ મોટો મુરખ ! આજના સુખી ધારે પાપ કરે છે કે દુઃખી ? ભણેલા વધારે પાપ કરે છે કે અભણ ? તમને ભણાવવા તે પણ પાપ છે ! ભણેલા જ વધારે ખોટાં કામ કરે છે તે પણ ગોઠવી
ગોઠવીન મઝેથી. તમે તમારાં સંતાનોને શા માટે ભણાવો છો ? શું શું ભણાવો છો ? ભણાવવા ખાતર કેટલા પૈસા ખરચો છો ? જે ભણતરમાં આત્મા – પુણ્ય – પાપની વાત ન આપે તે ભણતર ભણતર કહેવાય ખરું ? ‘મારે મરી જવાનું છે, મેં મેળવેલું બધું અહીં મૂકીને જવાનું છે, કોઈ મારી સાથે આવવાનું નથી, મારે એક્લાએ જ અહીંથી
૫૦૦