________________
આત્મસંવેદન
茶茶茶茶
જૈન શાસન (અઠવાડિક) * વર્ષ૧૩ * અંક૨૮ ૨૯ * તા. ૬-૩-૨૦૧
寮 寮療療
આત્મસંવેદન
7 શરીરના ઘા તો રૂઝાઇ જશે પણ મનના ધાને રૂઝાવવા પ્રભુ સાથે પ્રીત નાંધવી પડશે. પણ આજે આ સ્વાર્થમય દુનિયામાં પ્રભુ સાથે પ્રીત બાંધવી અઘરી છે. ભગવાને તો સંસાર સ્વરૂપ દર્શન બતાવ્યું છે. પણ કો’ક કવિએ સાચું કહ્યું છે
નદી પાસે માગી હતી નિર્મલતા મળી. ફુલ પાસે માગી હતી કોમલતા મળી, માવ પાસે માગી હતી, માત્ર દિલની હમ દર્દી કહેવાની જરૂરત નથી કે, નિષ્ફલતા મળી.’’ માટે માનવ ! પ્રભુ સાથે પ્રીત જોડ પછી જો તારો બેડો પાર.
7 ભક્તિ રે હૈયાને ભીંજવે, ભગવાનને નથી ભીંજવવાના પણ રીઝવવાના છે. રીઝવવા એટલે ભક્તિમાં ખુદ ભીંજાઇ જવું. તે જ ભક્તિ મુક્તિની દૂતી બને.
7 બીજાન દોષો જોવાથી આપણું જીવન બગડે છે. આપણા દોષો જોવા ઘી આપણું જીવન સુંદર બને છે. માટે હે આત્મન્ !તું બીજીના દં ષો જોવા આંધળો બનો અને પોતાના જ દોષો જોવા દેખ । બનો.
[] જેઓ ખાશાને પોતાની દાસી બનાવે તેઓ જગતને જીતી શકે છે. જેઓ આશાના દાસ બને છે તે જગતના ગુલામ બને છે. હે આ મન્ ! ઇચ્છાને દબાવતો નહિ પણ જ્ઞાનથી ઇચ્છાને દાસ બના જે. જે જ્ઞાનથી ઇન્દ્રિયો આત્માને મોક્ષમાં લઇ જાય ત્રુ છે, તે જ ઇન્દ્રિયો વિષયોની આશાના દાસ-ગુલામ બનાવી નરકાદિમાં લઇ જાય છે. માટે આશાનો દાસ ન બનતા, આશાને દાસી બન વજે.
J પૈસાને ગરીબી કરતાં મનની ગરીબી ખરાબ છે. પૈસાની ગરીબીમાં સાચી સમજણ હોય તો જીવન સુંદર બને છે. પણ આજે સ જણની કિંમત નથી, ધનની છે. દુ:ખમાં ધન નહિ પણ જ્ઞાન જ કામ લાગવાનું છે. ધનનો ગરીબ પણ જ્ઞાનનો અમીર જ સાચો શ્રીમંત છે. માટે હે આત્મન્ ! સભ્યજ્ઞાન મેળવી જગતની કુરાઇને પામનારો બન.
J દુ:ખમય સંસારમાં ખેદ-ઉદ્વેગ કે શોક ન કરતાં સમતા ભાવે મજેથી જીવવાનું છે. દુ:ખમાંથી સુખ શોધવાનું છે. વિપત્તિના સમયે વલ ના મારવાના કે હારી જવાનું નથી. પણ દુ:ખનું સહર્ષ Please! -33£3
સૌ. નિતા આર. પટણી - માલેગાંવ
સ્વાગત કરવાનું છે. દુ:ખમાં જ તારી સાચી કસોટી થાય છે. માટે હે જીવડાં ! તું દુ:ખને સમતાથી સહી લે તો તારું જીવન સુવર્ણમય બનશે. સુખ રૂપી સુવર્ણમૃગ પાછળ ભટકીશ તો રાન રાન ભટકવું પડશે.
7 આપણે બધો બોજ તનને આપીએ પણ મનને નહિ કે જ આપણી મહામૂર્ખતા છે. અનંત જ્ઞાનીઓ મનને તપાસવામાં સાચા ડોકટર છે, જ્યારે ડીગ્રીધારી ડોકટરો તનને તપાસવામાં હોશિયારી માને છે. શરીરનો નિર્બળ પણ મનનો સબળ-મજબૂત મોક્ષને પામે છે. શરીરે સાજો પણ મનનો માંદો સંસારમાં ટકે છે. માટે મારા માનીગરા મનજી ! મારા આત્માને વશ થાઓ ! માટે જ કહ્યું કે - મન સાધ્યું તેને સઘળું સાધ્યું. J જળથી શરીરને સાફ કરીએ તેમ જિનવાણી શ્રવણથી આત્માના અજ્ઞાનાદિ કચરાને સાફ કરવાનો છે. બગીચામાંથી તાજી હવા અને સુવાસ મેળવાય છે તેમ સદ્ગુરુની વાણીથી સદ્વિચાર-વર્તનની સુવાસ મળે છે, આત્મા પ્રસન્નતાની તક ગી અનુભવે છે. ગાય ખાધા પછી વાગોળે છે તો સારું પાચન થાય છે. તેમ જિનવાણી શ્રવણને વારંવાર વિચારવાથી નવો પ્રજ્ઞાનો પ્રકાશ મળે. મેદી ઘુંટવાથી વધુ રંગ મળે, પીંપરને પુર આવાથી શક્તિ વધે તેમ વાણીના વિચારથી આત્મ શક્તિ ખીલે. 7 આજે શરીરના આરોગ્યની સ્વાસ્થયની ચિંતા વધવાથી ખાન-પાન આદિમાં વિવેક ભૂલાયો, ભોગોનો અતિરેક કવાથી સ્વાસ્થ્ય કયાંથી મળે ? આપણે ગણિતનો સરવાળો ખોટ કર્યો. તેથી સ્વાસ્થ્યના પ્રયત્ન છતાં રોગી જ રહ્યા. આપણે ચિરોગી થવું છે તો ક્ષાનિઓ કહે છે કે, ડોકટરોનો પડછાયો ના લઇશ પણ તું જ દર્દી અને તું જ ડોકટર બની જા. તારા આ માનો સાચો ડોકટર બની જા. પછી જો જાદુ. ઇન્દ્રિયોનો સંયમ કેળવ તેથી તને તન અને મનની સ્વસ્થતા પ્રાપ્ત થશે. તે માટે અંતરને નિર્મલ કર. ‘‘જેનું અંતર નિર્મલ તેનું જીવન સ્વર્ગ, જેનું અંતર મિલન તેનું જીવન નરક.’’ અંતર નિર્મલ બનાવવા જીવનમાં મૈત્રી, પ્રમોદ, કરૂણા, માધ્યસ્થ ભાવોની જરૂર છે. તેથી તને જીવનમાં સુખ-શાંતિનો અનુભવ થશે. જીવ ક્ષણિક આવેશ આવેગવાળા વિષય-કષાયની વિષ વેલડીમાં સુખ નહિ માનતા દુ:ખ જ માનશે. અંતર સાફ તો જીવન સ્વસ્થ. જીવન વેડેફી