________________
શ્રી મહાવીર પરમાત્માનું ચ્યવન કલ્યાણક
મારો અભિપ્રાય આ છે એવું કહેવાનો અધિકાર મને ય નથી. તીર્થંકર પરમાત્મા ખુદ કહે છે કે, અનંતા શ્રી તીર્થંકર પરમાત્મા કહી ગયા તે હું કહું છું. અને હું જે કહું છું તે જ અનંતા શ્રી તીર્થંકર પરમાત્માઓ કહેવાના છે. શાસ્ત્રમાં જે વાત ન મળે તે શિષ્ટપુરૂષ કહે તે મુજબ કરે. શિષ્ટ કોને કહેવાય ? ભગવાનનો હોય તે જ પોતાનો, ભગવાનનો ન હોય તે પોતાનો નહિ આવું માને તે શિષ્ટ. પોતાનો ખરાબ હોય તો ય સારો કહે અને પારકાનો સારો હોય તો ય ખરાબ કહે તે શિષ્ટ નહિ. શિષ્ટને સારાં ખોટાંપણામાં પોતા-પારકાપણું નહિ જોવાનું પણ સારું – ખોટું જોવાનું. તે બધા મધ્યસ્થ કહેવાય.
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૪૪-૪૫ ૦ તા. ૩-૭ ૨૦૦૧ છે. માટે જ કહ્યું છે કે– ‘‘ભગવાનની આજ્ઞાનું બારાધન તે જ મોક્ષમાર્ગ છે. આજ્ઞાની વિરાધના તે જ સંસારનો માર્ગ છે.’’ મોક્ષનો અર્થી બનેલ જીવ જ્યારે જ્યારે ધર્મ કરે ત્યારે મોક્ષ સિવાય બીજી ઈચ્છા ન હોય તે નિષ્કામ ભકિત કહેવાય. તે અન્ય દર્શનમાં હોય તો ય ભગવાનના શાસનનો જ છે.
-
ભગવાનનું નીચ ગોત્ર બાકી હતું, ૮૨ દિવસ સુધી નીચ ગોત્રનો ભોગવટો કરવાનો હતો માટે ત્યાં સુધી ઈન્દ્રને પણ તે વાતનો ખ્યાલ ન આવ્યો. કર્મ એવા ભયંકર છે જે ખુદ ભગવાનના આત્માને પણ છોડતાં નથી. જેવાં કર્મ બાંધ્યા હોય તેના ફળ ભોગવવા જ પડે. કેટલા કર્મ એવાં હોય છે જે દુ:ખ ભોગવે તો જ જાય, કેટલાં કર્મ સુખ ભોગવે તો જ જાય અને કેટલાંક કર્મ પાપ કરાવીને જ જાય. આજે તમને આવાં જ કર્મ છે. તમારા કર્મ તમને પાપ કરાવે તેવા છે. તમને આટલું મળવા છતાં મોટેભાગે દુર્ગતિમાં જવાનું છે. આ સમજો, આંચકો લાગી જાય તો સદ્ગતિ તમારી થાય. વિનય અને બહુમાન બોલવાથી ન આવે. તેને માટે તો હૈયું ધડવું પડે. જૈન શાસન હૃદયને સારું બનાવવાનું ઉત્તમમાં ઉત્તમ કોટિનું કારખાનું છે. પાપી પણ સારાં હૈયાંવાળો બને તો તરી જાય. જેનું હૈયું સારું હોય તેને ખોટાં કામ કરવાં પડે તો ય તે ભગવાનના શાસનનો જ છે. જેનું હૈયું ભૂંડું તે તો ભગવાનના શાસનની બહાર છે. નિષ્કામ અને નિઃસ્વાર્થપણે ધર્મ ક૨ના૨, ૫૨ દર્શનમાં હોય તો તે ય ભગવાનનો ભગત છે. જ્યારે સંસાર માટે ભગવાનનો ધર્મ કરનાર ભગવાનનો ભગત નથી. ભગવાનને મૂકી, દેવ પાસે ભીખ માંગવા જનાર ભગવાનનો ભગત નથી.
આપણે ભગવાનનું ચ્યવન કલ્યાણક ઉજવીએ અને દેવ - ગુરૂ - ધર્મને આધીન ન થઈએ તો શું ભલું થાય ? પ્રમાદાદિથી દોષ થઈ જાય તો શું કામ ગુર્વાદિને ન જણાઈ દઈએ ? જ્ઞાનીઓ કહે છે કે, જાણે – અજાણે જીવો ભગવાનની આજ્ઞા વિરાધે છે માટે સંસારમાં ભટકે
શ્રી તીર્થંકર પરમાત્માનો આત્મા દેવલોકમાંથી ચ્યવીને કે નરકમાંથી ઉત્ત્તન પામીને માંતાન ગર્ભમાં આવે તેને ચ્યવન કલ્યાણક કહેવાય છે. આ રણું પણ આવું થાય તો સારું જ છે. કદાચ તીર્થંકર ન વાય તો પણ આપણે મોક્ષે તો જવું જ છે, જન્મ ઘટડવાં છે. ભગવાનના ભગતને ભગવાન થવાનું મન ન થાય ? કદાચ ભગવાન ન થાય તો મોક્ષે જવાનું મન .. થાય ? ભગવાનનું આ છેલ્લું ચ્યવન છે હવે પછી તેમને ચ્યવવાનું નથી આવું માને તેને જ કલ્યાણક ઉજવવાનો અધિકાર છે. ગમે તે માણસ ભગવાનને ગમે તે રીતે ઓળખાવે તે ભગવાનનો તો નથી પણ જૈન પર નથી. ભગવાન શ્રી મહાવીર પરમાત્માને ગમે તેમ ોળખાવે તે સાંભળીને ખુશ થાય તે બેવનો આગેવાન છે. આજે કોઈપણ માણસ જેવો ન હોય તેવો આરો - કરે તો તેને સારું માને ?
આપણે ભગવાનના ભગત છીએ, ભગવાનને બરાબર ઓળખ્યા છે તેવો દાવો હોય તો મગવાન માતાની કુક્ષિમાં ત્રણ જ્ઞાનથી સહિત આવે છે. મગવાન ગર્ભમાં ય વિરાગી છે, જ્યાંથી આવ્યા તે દેવલોકમાંય વિરાગી હતા, જન્મ્યા પછી ય વિરાગી જ રહેાના છે. માત્ર કર્મ ખપાવવા સંસારમાં રહેવું પડે તો જ રહેશે. સમય આવે ત્યારે વાર્ષિક દાન દઈ દીક્ષા ાશે અને કેવળજ્ઞાન પામી, જગતના જીવોના કલ્ય ણ માટે મોક્ષમાર્ગ સ્થાપીને મોક્ષે જશે. આવું તમે મ નતા હો અને ભગવાનની આજ્ઞા મુજબ જ ધર્મ કરવાનું મન હોય, મન - વચન અને કાયા પણ ભગવાનને જ સમર્પિત કરવાનું મન હોય અને આ રીતે ભગવાનની આજ્ઞાની આરાધના કરી ઝટ મોક્ષે જ જવાનું મન હોય તો તમે આ ચ્યવન કલ્યાણક ઉજવ્યું તે સાચું ઉજવ્યું કહેવાય. તો મારી ભલામણ છે કે તમે વાત સ જી સાચે ભાવે ભગવાનની આરાધના કરી, ચ્યવન ક યાણકની ઉજવણીને સાર્થક કરી વહેલામાં વહેલા પરમપ ને પામો તે જ શુભાભિલાષા.
Fe