________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૨૬ ૨૭ તા. ૨૭-૧-૨૦૦૧
મહાસત પ્રભંજના
*** * મહાસતી પ્રભંજના
2
હામૂલો આ માનવભવ ધર્મની સાધના માટે છે. જે પુછ્યુ ત્યા આ વાત સમજી જાય છે તેના જીવનમાં કયારે કે મો ટર્નીંગ પોઈન્ટ આવી જાય તે કહેવાય નહિ. સ્વયંવર પણ શિવવધૂના સંગમનો સ્વયંવર બની જાય છે. અ પરમતારક જૈન શાસન તો આદર્શભૂત
આત્માઓની અનોખી અનેરી કથાઓનો અણમોલ ખજાનો છે. સમુદ્રમાં ડૂબકી મારનારા મરજીવાઓ જેમ કાંઈને કંઈ રત્નો મેળવે છે તેમ આવા કથાસાગરમાં ડૂબકી મારનારા પણ કાંઈ પરમાર્થને પામે તો બેડો પાર થઈ જાય. જેને પોતાના આત્મ તત્ત્વની સાચી ઓળખાણ થઈ જાય તેને તો લાગે કે હું પુદ્ગલસંગી કે પુદ્ગલરંગી નથી પણ હું તો છું સદાનંદી, નિજાનંદી, જ્ઞાનાનંદી, સહજાનંદી એવો આત્મા. વાતમાં મોણ નાખ્યા વિના મૂળ વાત પર આવું આજે મારે તમને મહાસતી પ્રભંજના દેવીની વાત કરવી છે.
વૈતાઢય પર્વત ઉપર ચક્રકા નગરી છે અને ચક્રાયુધ રાજા ૨ જ્ય કરે છે. ગુણ અને શીલથી શોભતી એવી મદનલા મહારાણી છે. અને વૈયિક સુખોના ભોગવટા રૂપે પ્રાપ્ત થયેલી મહાસતી પ્રભંજના રાજકુમારી છે. રાજકુમારી રૂપ - રંગે દેવાંગનાને પણ ઝાંખી પાડે તેવી છે. યૌવનવય પામવા છતાં યૌવનની અકડાઈથી પર છે. સ્ત્રીની ચોસઠે કલાથી યુકત છે તો સઘળી ય કલાઓની મહારાણી ધર્મકલા તેના જીવનમાં મૂર્તિમંત દેહને ધારણ કરનારી દીપી રહી છે. તેથી જ માતા - પિતાએ પોતાની આ લાડ ધીને માટે સ્વયંવર યોજયો છે.
સંસારી જીવો લગ્નને લહાવો માને અને ધર્માત્મા તેને કર્મનું મોટામાં મોટું બંધન માને. કદાચ કર્મ સંયોગે અવિરતિ ડાકણના પનારે પડવાથી લગ્નના બંધનમાં બંધાવું કે તો પણ વિરતિ દેવીના આદર્શને કયારે પણ ભૂલે નહ અને વિરતિ દેવીની પ્રાપ્તિની ઝંખનામાં
પોતાના જીવનને વ્રત - નિયમથી અલંકૃત કરવાનું ચૂકે.
પણ નહિ. તેથી જ ધર્માત્મા લગ્નના બંધનમાં બંધાઈને પણ કર્મ 1 કાપે. માટે જ પૂ. શ્રી રૂપવિજય મહારાજાએ પણ પર`તારક શ્રી તીર્થંકર પરમાત્માની ગુણ સ્તવનામાં કહ્યું કે
૪૫૩
- અ. સૌ. અનિતા આર. પટણી - માલેગાંવ ‘‘ભોગ કરમ ફલ રોગ તણી પરે ચિંતવે રાગ નિવારી; પરવાલા પરે બાહ્ય રંગ ધરે પણ અંતર અવિકારી.''
આપણી ચરિત્ર નાયિકા માટે સ્વયંવર મંડપ રચાયો છે અને મહાસતી પ્રભંજનાકુમારી પોતાની સખીઓ સાથે શ્રી જિનમંદિરમાં દર્શાનાદિ માટે ગયા અને ત્યાંથી જાણવા મળ્યું કે નગરના ઉદ્યાનમાં પૂ. સા. શ્રી સુવ્રતાશ્રીજી મ. પધાર્યા છે તો તેમને વંદનારે ગયા છે. સંસારના રસિયા જીવોને આ વાત નહિ સમજાય તે તો આવી પ્રવૃત્તિ કરનારને ‘ધર્મ ઘેલી’ ‘ધર્મની ઢીંગલી’ માને. પણ સાચા ધર્માત્માને તેવી કોઈ અસર ન હોય, રાજકુમારીને હજી વૈરાગ્યનો તેવો કોઈ જ ભાવ નથી. પણ જૈનકુલના સુસંસ્કારથી સિંચિત હોવાથી ત્યાગ અને વૈરાગ્ય તરફ હૈયાની અભિરૂચિ જરૂર છે. જે વાત આજે જૈનકુલોમાં જોવા મલતી નથી. જૈનકુલોમાં પણ ત્ય અને વિરાગની વાતોના બદલે રાગનું અને વિકાર વિલાસનું વાતાવરણ જોવા મળે છે, જે દુઃખદ છે.
સાધુપણાના સ્વાદને અનુભવનારા આત્મ ઓના હૈયામાં જીવો પ્રત્યે સાચો કરૂણા - વાત્સલ્યભાવ હોય છે. તેથી રાજકુમારીના મોઢા પરના આનંદને નિહાળી, પૂ. શ્રી સુવ્રતાસાધ્વીજીએ સહજ પૂછ્યું કે- “વત્સ ! આજે આનંદનો આટલો ઉદધિ શાનો છે ? તેની રાખીએ કહ્યું કે- આજે અમારી આ પ્રાણપ્રિય હૃદયદુલારી સખીનો સ્વયંવર છે. ત્યારે જાણે ભાવિના અગમ્ય ભેદને જાણતા ન હોય તેમ વાત્સલ્યથી તેમના મુખમાંથી શબ્દો સરી પડયા કે ‘‘પ્રભંજના ! આ સંસારના સુખો તલવારની ધાર પર લાગેલા મધ જેવા છે. ચાટવાથી મીઠા તો લાગે પણ જીભને કાપી નાખે, દુઃખી દુઃખી કરી નાખે સંસારના વિષય-કષાય જન્ય સુખો ક્ષણિક છે. માટે જ શ્રી તીર્થંકર પરમાત્માઓએ કરૂણાભાવે વિષયોને વિષ કરતાં પણ બદતર ખરાબ કહ્યા છે. વિષ તો ખાધ પછી મારે અને તે પણ માત્ર એક ભવને જ્યારે વિષયોનું સ્મરણ પણ જીવને અનંતીવાર ભવભ્રમણને કરાવે છે. ત્યારે રાજકુમારી કહે કે- ‘‘આપની વાત સાચી છે ખરેખર જે ક્ષણિક સુખોને છોડી આત્મસુખમાં લીન બને