________________
ગચ્છાધિપતિશ્રીએ જગવ્યું; વૈચારિક આંદોલન
પ્રશ્ન; પ્રભુવર્ધમાનની ૨૬મી જન્મશતાબ્દીના રાષ્ટ્રસ્તરીય મહોત્સવનો. પડકાર; જિનશાસનના સાર્વભૌમત્વનીરક્ષાનો......
ગાધિપતિનીને જગવ્યું. વૈચારિક Íોલ
—પૂ. મુનિરાજ શ્રી હિતવર્ધન વિજયજી મ.
જૈન શાસન (અઠવાડિક) * વર્ષ૧૩ * અંક ૨૬/૨૭ * તા. ૨૭-૨૨૦૦૧
૫ કાર; ૨૬૦૦ ની ઉજવણીનો નથી.
પકાર; આવી પડ્યો છે, જિનશાસનના સાર્વભૌમત્વની રક્ષાનો.
જિનશાસનની જયવત્તતાનો નિનાદ પણ એ રીતે ન પ્રસરાવા ; જેમાં જૈનશાસનનું સાર્વભૌમત્વ હણાઇ જતું હોય. - શાસનની પ્રભાવના અવશ્ય થવી જોઇએ.
'
અહિંસાનો જયનાદ અચૂક સર્વત્ર જગવવો જ જોઇએ. જૈનશાસનનો વ્યાપ પણ ચોમેર વિસ્તારવો જ જોઇએ. - લબત્ત, આ બધી પ્રવૃત્તિઓ એ રીતે તો નજ આચરી શકાય, જેમાં જિનશાસનની મૌલિકતા જ મરી પરવારે.
જૈનશાસનનું સાર્વભૌમત્વ એટલે તેની વિશ્વવન્દનીય લોકોત્તર।.
દિ લોક ગુરુ શ્રી વર્ધમાન પ્રભુએ આજથી ૨૫૫૮ વર્ષો પૂર્વે જે ર્મને ભારત વર્ષની ધરા પર પ્રતિષ્ઠિત કર્યો, તે ધર્મ સહસ્રાબ્દ ઓની યાત્રા પછી પણ આજે બધાય ધર્મોમાં શિરમોર તરીકે સ્થાતો રહ્યો છે.
તેનું મૂઠ્ઠી ઉચેરૂ વ્યક્તિત્વ અદ્યાવધિ અકબંધ રહ્યું છે. કારણ ?
કાણ છે; તેની લોકોત્તરતા.
વિશ્વમાં કયાંય ઉપલબ્ધ ન બને; એવી સિદ્ધાન્તોની મોઘેરી મૂડી દ્વારા જૈનશાસન લોકોત્તર બન્યું છે. * તેની સૂક્ષ્માતિ સૂક્ષ્મ અહિંસા..
* તેનું રાર્વત્રિક સ્વરૂપનું સત્ય.. તેનું અનન્ય કક્ષાનું અસ્તેય.
* તેનું ફાટ-ફાટ થતું બ્રહ્મચર્ય.. અને
મેં તેનો અતિશય ગંભીર અપરિગ્રહનો સિદ્ધાન્ત.
આ બધાયના ભીંતરી બળ દ્વારા જ તે અનન્ય, અદ્ભુત, અજર અને અમર બન્યું છે.
તેતો મૂળભૂત મર્મજ ધૂન્ધાય જાય અને તેની આધારશિલા જેવી માન્યતાઓ જ ઢંકાયેલી રહે; એ રીતે કદીયે જૈનશાસનનો વ્યાપ વિસ્તારવાની કોશિસ ન કરાય.
→
૪૪૭
સબૂર ! ૨૬૦૦ ની ઉજવણીના ફિરસ્તાઓએ આજ સિદ્ધાંત સમજવો પડશે.
નિર્વાણ કલ્યાણકની ૨૫૦૦ મી વરસી જવી જાણનારા કેટલાંક અજ્ઞાન જૈનો સેંકડો ગીતાર્થમુનિઓની ગર્જના સાંભળ્યાં પછીય પોતાનો દોષ સુધારવા તૈયાર નથી.
અધિકૃત જૈનચાર્યો તેમની લગામ તાણે છે, તોય વક્રશિક્ષિત અશ્વની જેમ વધુને વધુ ભૂરાટા બની જવું તેઓ ઉન્માર્ગની ઉંડી ખીણ તરફ દોડે જ જાય છે.
નથી અફસોસ, તેઓ ઉન્માર્ગની ગર્તામાં ઝંપાપત કરે તેનો. અફસોસ છે, જયવંતા જિનશાસનને પણ તેઓ અન્ધકારની ખાઇ તરફ ઢસડી જાય છે; તેનો.
બસ ! આવા પડકારના સમયે જાગૃત થવું પડશે, પ્રત્યેક જૈને
જૈનશાસનની દાઝ જો કઇંક અંશે પણ ઠંડી પડી ગઇ હોય, તો તેને પુન:રુદ્રદીપ્ત કરવી પડશે.
જૈનાચાર્યો અને મૂલ્યનિષ્ઠ જૈન શ્રમણોની પણ એ ફરજ થઇ પડે છે; કે તેઓ શાસનની દાઝને ઘેરઘેરમાં જવી દે. શાસનની લોકોત્તરતાના રક્ષણ માટે ઠેર ઠેર આહ્વાન આપે.
૧૦૦૦ થી પણ વધુ શ્રમણો અને શ્રમણ ઓનું સુકાનીપદ અદા કરનારા, સર્વાધિક સંખ્યક શ્રમણ-શ્રમણી ગણ નેતા, ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ. ભ. વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજે એક પરિપત્રના પ્રકાશન દ્વારા પોતાની સાધુસંસ્થાને અને પોતાના વિરાટ્ અનુયાયી વર્ગને જૈનશાસનની લોકોત્તરતાના રક્ષણ માટે મચી પડવાનું આહ્વાન આપ્યું છે.
તેઓશ્રીની સ્પષ્ટ ફરમાયશ છે કે, શાસનની સેવા પણ ધર્મગુરુ નિરપેક્ષપણે તો નજ કરાય.
તાજેતરમાં જ પ્રકાશન પામેલા એક પરિપત્રમાં તેઓશ્રીએ શ્રમણ ભગવાન્ મહાવીર દેવના જન્મકલ્યાકણની ૨૬ મી જન્મ શતાબ્દી પ્રસંગે આકાર લઇ રહેલા કથિત રાષ્ટ્રસ્તરીય મહોત્સવનું વિસ્તૃત મૂલ્યાંકન કર્યું છે.