________________
૨૬૦૦ નં રાષ્ટ્રીય ઉજવણી એટલે જૈન સિદ્ધાંત ઉપર વજ્રપાત જ ! આહ ? કરૂણતા ?
૨. આજના તુચ્છ મનુષ્યોની શી વિષાત્ ? કે તેઓ ભગવાન મહાવીર અને આર્યા ચન્દનાનું પાત્ર ભજવી શકે ? એ પવિત્રપુરૂષોના પડછાયામાં ઉભા રહેવાની ય તેની હેસિયત નથી. યાદ રહે ? સૂર્ય અને ચંદ્રનું કોઇ પ્રતિબિંબ નથી બાવી શકાતું. મહાપુરુષોના જીવનનું કોઇ નાટક નથી ભવી શકાતું ?
૩. પરમાત્માના જીવન પરના સૂચિત નાટકોમાં તીર્થંકરનો અમિનય કરનારી વ્યક્તિ ત્યાર પછી અનાચાર નહિ જ આદરે એની કોઇ બાંહેધરી ખરી ? અનાચાર કરનાર જ મોટે ભાગે પાત્રો બને છે.
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ * અંક ૩૪/૩૫ * તા. ૧૯-૪-૨૦૦૧
એ શું ઘોર અન્યાય અને દારૂણ અજ્ઞાનની ચેષ્ટા નથી ? ૪. આજ સુધીમાં રામનવમીઓ ઘણીય વીતી ગઇ. ગણેશ ચતુર્થીઓ અને જન્માષ્ટમીઓ ઘણી ય પસાર થઇ ગઇ. શું જૈનેતરોને તેમના ભગવાનની છબિ ચલણી સિક્કામાં મૂકાવવાનું મન થયું ? ના. શું આપણે તેમના જેટલી પણ પરિપકવતા ન કેળવી શકીએ ?
૪. મૂઢ મનુષ્યો, તીર્થંકરનો અભિનય કરનારા પાત્રો જ્યારે અનુચિત પ્રવૃત્તિ કરશે, ત્યારે પરમાત્માના નામોલ્લેખ સાથે તેની નિંદા કરશે. શું આ દ્વારા તેઓ કર્મો નહિ બાંધે ? અને એમના સંભવિત કર્મબંધમાં જૈનોની પણ ભાગીદારી નહિ રહે ? મૂઢ મનુષ્યો તો તેમાં કર્મ બાંધે પણ તેમને આમાં જો નારા અમૂઢ માણસો મહામૂઢ બની જશે.
૫. મહાપુરુષોના જીવન પર નાટકો યોજવાની પ્રવૃત્તિ ૨૫૨૭ વર્ષની અવિચ્છિન્નપણે થતા એવી વાત જૈનશાસનના ઇ િહાસમાં ક્યાંય દૃષ્ટિગોચર નથી બનતી.
ઇ િહાસ તેનું સમર્થન નહિ કરે.
આ પ્રવૃત્તિ જૈનશાસ્ત્રોની પરીક્ષામાં ક્યારે ય પાસ નહિ થાય. ક્યારેય માન્ય નહિ બને.
- શું ચલણી સિક્કામાં પરમાત્માની પ્રતિકૃતિ
દાખલ કરાવાય?
૫—
૧. જે પરમાત્માએ સુવર્ણના કરોડો સિક્કાઓને ધૂળની જેમ ફગ વી દઇ પરિગ્રહને સંકલેશનું મૂળ કહ્યો. પરિગ્રહના પ્રતીક જેવા તે સિક્કાઓમાં પૂર્ણનિષ્પરિગ્રહી એવા પરમાત્માને બિરાજમાન કરવા એટલે અમૃતથી ભરેલા કળાને ગટરમાં સ્થાપિત કરવો.
૨. ભ્રષ્ટાચારની ગંગોત્રી જેવા આજના અર્થકારણમાં સંપૂર્ણ પ શુદ્ધ અને નિર્લેપ રહેનારા પરમાત્માને ઢસડી જવાય ખર ? નહિ જ.
૩. શું રમાત્મા દેશનેતા છે ? ગાંધીજી છે ? વિનોબાજી છે ‘ પંડિત નહેરૂ છે ? દેશના અર્થકારણ સાથે જે પરમાત્માને કશું જ સંબંધ નથી, તે પરમાત્માને અર્થકારણથી ખરડવા,
|
૫. જે ચલણી સિક્કાઓ દ્વારા દારુ પીવાય છે, સિગરેટ અને બીડી ફૂંકાય છે, સાતે ય વ્યસનોના સેવન થાય છે. અઢારે ય પ્રકારના પાપો થાય છે, તે ચલણી સિક્કાઓમાં પૂર નિષ્પાપ એવા પરમાત્માને પધરાવી દેવા એ તેમની ઘોર આશાતના નથી ? આવું અજુગતું કાર્ય કરવાનું મન યોગ્ય આત્માને થાય જ નહિ.
૫૩૫
-5
૪.
શું જૈનોના ચારેય ફિરકાઓનો શં મુમેળો રચી શકાય ?
૧. નહિ જ નહિ. આ પ્રવૃત્તિ તસુમાત્ર યોગ્ય નથી. જે દિગંબરો આપણા તરણ તારણહાર તીર્થંકરોને નગ્ન સ્વરૂપે બિભત્સ અને જુગુપ્સનીય હાલતમાં ચીતરતા હોય, તેમના સંગાથ શ્વેતામ્બરોને ઘણો મોઘો પડશે.
૨. અનાદિકાળથી શ્વેતાંબર જૈનોના હાથમાં સુરક્તિ રહેલા તીર્થો પર અતિક્રમણ કરનારા, એ માટે ૧૫૦-૧૫૦ વર્ષોથી વારંવાર ધોબી પછડાટ ખાવા છતાં કોર્ટના રામાંગણમાં ઝઝૂમતા રહેનારા અને સરકારને લાખ્ખો રૂપીયાની લાંચ “આપીને પવિત્ર જૈન તીર્થોમાં તેમનો અનધિકૃત પ્રવેશ કરાવનારા દિગંબરો સાથેનું હસ્તધૂનન શ્વેતાંબરો માટે સરભર કરી ન શકાય એટલું નુકસાન નહિ લઇ આવે ? ૩. ચારેય ફિરકાઓના શંભુમેળા ભેગા કરાવીને ગંબરો, તીર્થભૂમિઓની માલિકીનો ૫૦ ટકા હિસ્સો દિગંબરોને આપી દેવા શ્વેતાંબરો પર રાજકીય દબાણ નહિ આણે ? જેવું અમેરિકાએ અટલજી પર કાશ્મીર મુદે આપ્યું છે એવું ? હા, આ માટેની જ આ ભેદી રમત છે.
જે જૈન સમુદાય મૂર્તિને જ નથી માનતા, તેમની સાથેનો સંવાદ પણ વ્યર્થ નહિ બની રહે ?
૫.
જે જૈન સંપ્રદાયના સાધુઓ માઇક - સંડાસ -બાથરૂમ બધુ જ વાપરે છે. નવકારના નવ પદમાં પણ પુરા નથી માનતા, પાંચ જ પદ માને છે, આગમોના અનુવાદ કરાવે છે. તેમની સાથે બેસીને શી ફળશ્રુતિ હાંસલ કરીશું?