________________
(પાના નંબર ૬૦ થી ચાલુ)
વીરેશકુમારે પોતાના સંકલ્પની અભિવ્યક્તિ કરતાં જ સભામાં નિ:સબ્ધ શાન્તિ છવાઇ ગઇ.
પ્રાય: તમામ શ્રોતાઓ વીરેશની વૃત્તિ-પ્રવૃત્તિથી પરિચિત હતા તેથી જ તેમને વીરેશની આ વાત પાણીની દીવાલ જેટલું જ નકકર જણાઇ.
સૌની મીટ પ્રવચનકર્તા પૂજ્ય શ્રી તરફ મંડાઇ. દીર્ધદ્રષ્ટા સૂરિદેવે યાચક ની આંખોમાં જ તેની પાત્રતા-પરિપકવતાનું વાંચન કરી લઇ ગંભીર સાદે તે પ્રતિજ્ઞાનું પ્રદાન કર્યું. વીરેશ ઝૂમી ઉઠ્યો. નાચી ઉઠ્યો.
અહા અભિગ્રહ ! અહો અભિગ્રહ ! ના નાદો પણ ત્યારે સભામાંથી પ્રગટ્યાં, તો કેટલાકના મનમાં કુશંકા - કુસંશયનો વાળ પણ ડમરીએ ચઢયો.
આગલી રાતની અધરાત સુધી જેનુ મોં સીગારેટ ના ધૂમાડા કે તુ તુ, તમાકુની બદબૂ ઓકી રહ્યું તુ; એના જીવનમાં આટલુ મોટુ પરિવર્તન સાચ્ચે જ અસંભવિત જણાય. હા ! પણ તે સત્ય બની બેઠું.
વ્યસનથી વૈરાગ્ય ભણી.. દૂષણોથી ભૂષણ ભણી તે વીરેશે ફાળ ભરી. ગુરુદેવ સમેત કેટલાંય શુભેચ્છકોએ શાબાશ.. ! શાબાશ.. ! ની આશીવૃષ્ટિ વરસાવી તે વીરેશને ભારે ઉત્સાહિત બનાવી દીધો.
ચોવિહાર-તિવિહાર પણ કેમ થાય? તેની પૂરી ગતાગમ નહિ ધરાવનારા નરેશની પાંચ વર્ષ પર્યન્તની ઠામ ચોવિહાર એકાસણા-1 પ્રતિજ્ઞાને કેટલાંક ઘરડઘેલા પુરાણા ધર્માત્માઓન હસી પણ જરુર હશે.
તેમાની જ કોક બની બેઠેલા ભવિષ્યવેત્તાએ એવી પણ આગાહી કરી નાખી: આ તો ક્ષણિક ઉભરો છે. ચૂલો બન્ય પડતાં જ પાણી ટાઢાબોર થઇ જવાના.
ચાને ઉભરો મીનીટ - બે મીનીટ પણ નથી જીવી શકતો, વીરેનના વૈરાગનો ઉભરો બે-ચાર એકાસણાએ જ ભૂ-શરણ બન્યો સમજો'... જેવુ અનુમાન બાંધનારાઓના અનુમાન ત ન પાયા વિહોણા પૂરવાર થયા.
વીરડો તો નિયમ સ્વીકારીને ઘરે પહોચ્યા પછી તરત જ બીડી-સીગારેટ -ગુટખાના પેકેટો દફનાવી દીધા. વ્યસનોની રાફસૂફી કરી નાંખી.
એક સણાનો દુષ્કરતપે તેજ દિવસથી પ્રારંભી દીધો. ઠામ ચોવિહારનો કોઇ અભ્યાસ ન હોવા છતાં ઠામ ચોવિહારને બેડી પણ વ્હોરી લીધી.
એ વ્યસનભર્યું જીવન તપોમય બની ગયુ. પૂરી પાંચ વર્ષો સુધી તો એણે અખંડ પણે એકાદાય અપવાદના અવકાશ
વિના ઠામ ચોવિહાર એકાસણા કર્યા જ. અલબત્ત નિયમકાળની સમાપ્તિ પછી પણ તેતપોમય જીવન વીરશન છોડી શક્યો એકાસણાના તપને તેણે પોતાની રોજનીશી બનાવી દીધી
આ સ્વપ્નને સત્ય બતાવતી હકીકત જ્યારે લોકો પાર પહોંચી, ત્યારે લોક જીભેથી સાચે જ શબ્દો સરી પડ્યા
ચન્દ્રને ગ્રસી જાય તેને કહેવાય રાહ. જ્યારે વ્યસનીનેય ગ્રહી જાય તેને કહેવાય રામ''.
તે તીર્થભૂમિના સંઘનો એવો શિરસ્તો હતો, કે વર્ધમાન તપ આયંબિલ શાળામાં રોજ ખાતુ તો ખૂલતું જ રહેવું જોઇએ સંધમાં એક આયંબિલ અવશ્ય થવું જોઇએ. આ હેતુની સિદ્ધિ માટે સંઘમાં આયંબિલના વારા બાંધતુ શ્રી-ફળ પાનું ફેરવવામાં આવતું.
બેશક ! યુગો પુરાણી આપણી વકતા ત્યાંય બે-ડો ઘાટ સરજતી રહી. જવાબદારીના અવસરે જ કેટલાક કાય બની જતા. જવાબદારીનું સ્વાગત કરવાના સ્થાને પલાય) બની જનારા તેઓ જરીકેય 'હિચકિચાટ નહતા; અનુભવતા આથી જ ઘણીવાર આયંબિલ વ્યવસ્થાની શ્રેણિ મરણ શખ પર પોઢી જતી.
અલબત્ત ! ત્યારેય સંકટ સમયનું સમાધાન બને રહેતા : વીરેશભાઈ. - ભોજન માટે ભાણુ માંડીને બેસી ગયા પછી એકાસણાની થાળી પીરસાઇ ગયા પછી પણ જો સમાચ સાંપડે કે આયંબિલ શાળા તમને સંભારી રહી છે, તરત ને ઉભા થઇ જઇ તેઓ આયંબિલનું પચ્ચકખાણ લઇ લેતી. હોંશ પૂર્વક આયંબિલ કરી લેતા.
વીરેશભાઇના જીવનમાં સાધર્મિક સત્કારનો ગુણ પણ એવો જ પાંગરી ઉઠ્યો તો. ઉપાશ્રયમાં જો સાધુ ભગવન્ત સ્થિરતા હોય, તો ગાડી આવવાના સમય પૂર્વે જ તેની ઉપાશ્રયમાં પહોંચી જતા. વિના સૂચને જ તે વીરેશભાઇ આગન્તુક સાધર્મિકને સન્માન પૂર્વક તેડી જતા. પ્રેમ સાથે સાધર્મિક ભકિત કરીને પછી પોતાના એકાસણા પાટલો માંડતા.
સૂરિરામચન્દ્રજીના પાવન આંગળી ચીંધણ ની અધ્યાત્મની વાટે વિહરણ માંડનારા વીરેશભાઇએ જીવનભર ધર્મનો યજ્ઞ જલાવ્યો. એક દિવસ આયુષ્યનો દોર તૂટતા તેનો દિવંગત બન્યા. અલબત્ત ! પરલોક સીધાવતા પૂર્વે તેમણે પોતાના ખજાનામાં પુન્યનો પ્રાસાદ ખીચોખીચ ભરી દીધો.
તેમનું તો અવસાન થયું. પણ તેમના આચારો ચિરંજીવી બની ગયા. જીવનની વિષમતાઓ અને દ્રાવકતાઓનું તેઓ જીવા ઉદાહરણ બની રહેશે; ઇતિહાસના આલેખમાં.