SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ નાનાપાત્ર બન બારાધના cur fo - જ્ઞાનગુણગંગા હવે અસત્ કલ્પનાથી કોઈ એક દેવ અનવસ્થિત પ્યાલાને ડાબા હાથમાં ઉપાડીને બીજા હાથે તેમાંનો એક કણ જંબૂરૂપમાં, બીજો લવણ સમુદ્રમાં, ત્રીજો ઘાતકીખંડમ. ચોથો કાલોદધિ સમુદ્રમાં નાખે, આ રીતે નાંખતા નાંખતા જે દ્વીપ કે સમુદ્રમાં તે પ્યાલો ખાલી થાય એ દ્વીપ કે રામુદ્ર જેવડો ફ૨ીને પ્યાલો કલ્પો – બનાવો જેની ઊંડાઈ અને ઊંચાઈ તો પૂર્વે કહી છે. એ પ્યાલામાં પૂર્વની જેમ ફરીથી સરસવ ભરવા અને ફરીથી એમાંનો એક એક દાણો આગાનાં દ્વીપ સમુદ્રોમાં નાખવો. આમ કરતાં બીજી વખત પણ ત્યારે એ અનવસ્થિત પ્યાલો ખાલી થાય ત્યારે બીજા ‘શલ કા’ નામના પ્યાલામાં સરસવનો એક દાણો સાક્ષી તરીકે નાખવો. આ રીતે એ ‘અનવસ્થિત' પ્યાલો વારંવાર ભડાતાં અને ખાલી થતાં, ‘શલાકા' પ્યાલો પણ સાક્ષીરૂપ કો વડે શિખા સહિત ભરવો. ત્યારે ત્યાં તે દ્વીપ કે સમુદ્ર જેવડો અને સરસવ ભરેલો ‘અનવસ્થિત' પ્યાલો સ્થાપવો. ત્યાર પછી ‘શલાકા' પ્યાલાને ઉપાડીને એના કણોને ‘અવસ્થિત' પ્યાલાના છેલ્લા કણવાળા દ્વીપ કે સમુદ્રની ગળ - આગળ નાંખવા. એમ કરતાં એ ‘શલાકા' પાલો પણ ખાલી થાય ત્યારે સાક્ષી માટે સરસવનો મેક કણ દાણો ત્રીજા ‘પ્રતિશલાકા’ પ્યાલામાં ન ખવો. પછી એ પૂર્ણ ભરેલા ‘અનવસ્થિત’ પ્યાલાને ઉપાડીને ‘શલાકા'ના છેલ્લા કણવાળા દ્વીપ સમુદ્રથી ગળનાં દ્વીપ સમુદ્રોમાં પૂર્વની રીતિએ સરસવના કણ ફેંકવા. એવી રીતે વારંવાર ‘અનવસ્થિત’ પ્યાલા ભરાતા અને ખાલી થતાં પૂર્વની જેમ ‘શલાકા’ પ્યાલો ભર ય. ત્યારે પૂર્વની જેમ ‘શલાકા' પ્યાલાને ઉપાડીને એની આગળ આગળના દ્વીપ - સમુદ્રોમાં ખાલી કરીને, એા. સાક્ષીરૂપી કણો ત્રીજા ‘પ્રતિશલાકા’ પ્યાલામાં ન ખવા. આ રીતે પ્રતિશલાકા' પ્યાલો પણ ભરાઈ જાય ત્યારે ‘અનવસ્થિત' અને ‘શલાકા' બેઉ પોતાની મેળે જ ભરેલા રાખી મૂકવા. પછી ‘પ્રતિશલાકા’ પ્યાલાને ઉપાડીને પૂર્વ પ્રમાણે એમાંથી સરસવના કણોને આગળ - આગળના દ્વીપ - સમુદ્રોમાં ફેંકવા. એમ કરતાં કરતાં જ્યારે પ્રતિશલાકા પ્યાલો આખો ખાલી થાય ત્યારે એના સાક્ષીભૂત એક કણને ચોથા ‘મહાશલાકા' પ્યાલામાં નાખવો. પછી ‘શલાકા'ને ઉપાડીને એના સરસવોને એની આગળના દ્વીપ સમુદ્રોમાં નાખીને, એના સાક્ષીકણોને ‘પ્રતિશલાકા'માં નાખવા. પછી અનુક્રમે વૃદ્ધિ પામતા વિસ્તારવાળ ‘અનવસ્થિત' પ્યાલાને ઉપાડીને એના કણોને આગળ આગળના દ્વીપ સમુદ્રમાં ફેંકવા પૂર્વની જેમ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૫/૬૭ તા. ૩-૧૦-૨૦૦૦ એના સાક્ષીરૂપ કણોથી ‘શલાકા’ પ્યાલો ભરાઈ જશે. એને પણ અગાઉની જેમ વારંવાર ખાલી કરીને એના સાક્ષીકણો વડે ત્રીજા પ્યાલો ભરવો. એને પણ પૂર્વીકત રીતિએ ખાલી કરતાં એના સાક્ષી કણોથી ‘ગ્રંથો’ ‘મહાશલાકા' પ્યાલો પણ ભરવો. આમ ઉત્તરોત્તર સાક્ષીકણોને નાખવાનું સ્થાન નહિ રહેવાથી ચારે ખાલા ભરેલા રહ્યા. આ વખતે ‘અનવસ્થિત’ પ્યાલાનું મન – માપ, એ છેલ્લી વખતે ખાલી થયો ત્યારે જેટલું હતું નેટલું રહે છે. બીજા ત્રણેના માન પૂર્વવત્ હોય છે. ૫ હવે એ ચારે પ્યાલાને કોઈ અવકાશવાળા સ્થળે ખાલી કરવા. એમાંના સરસવોનો બુદ્ધિથી એક ગલો ક૨વો. ત્યાર પછી જંબૂદ્વીપ આદિ દ્વીપ-સમુદ્રોમાં નાખેલા દાણાઓને એકઠાં કરીને એ પણ એ ઢગલામાં નાખવા. પછી આ સમસ્ત ઢગલામાંથી એક કણ - દાણો છો ક૨વો. એ એક કણ ન્યૂન ઢગલાનું માપ ‘ઉત્કૃષ્ટ સંખ્યાત' કહેવાય- એમ શ્રી જિનેશ્વરદેવોએ કહેલું છે. અસંખ્યાત અંગે ઃ– (૧) જધન્ય પરિત્ત અસંખ્યાત :- ‘ઉત્કૃષ્ટ સંખ્યાત' માં એક ઉમેરવાથી જધન્ય પરિત્ત અસંખ્યાત થાય. (૨) મધ્યમ પરિત્ત અસંખ્યાત ઉત્કૃષ્ટ પરત્ત અસંખ્યાતની પહેલાનું અને જધન્ય પરિત્ત અસંખ્યાતથી આગળનું ‘મધ્યમ પરિત્ત' અસંખ્યાત કહેવાય. : (૩) ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત :- એક રૂપ દીન ‘જધન્ય યુકત’ અસંખ્યાતને ‘ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત' કહેવાય છે. (૪) જધન્ય યુકત અસંખ્યાત :- ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત એક રૂપ ઉમેરવું તે જધન્ય યુકત અસંખ્યાત કહેવાય. અથવા જધન્ય પરિત્ત અસંખ્યાતના જેટલા રૂપો થાય તેને પરસ્પર રાશિ અભ્યાસ કરવાથી જે છેલ્લો રાશિ આવે તેને ‘જધન્ય' યુકત અસંખ્યાત' કહેવાય. અને તે સંખ્યા એક આવલિકાના સમયો જેટલી છે. રાશિ અભ્યાસની રીત. ૫ નો રાશિ અભ્યાસ કરવો તો પ×પ = ૨૫, ૨૫૪૫ = ૧૫, ૧૨૫૪૫=૬૨૫, ૬૨૫૪૫=૩૧૨૫. આ રીતના જૈનો રાશિ અભ્યાસ કાઢવો તેને તેટલી વાર ગુણવી.
SR No.537263
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages298
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy