________________
શ્રી આરાના (અઠવાડિક) તેને પૂજ્ય કહેતા હતા કે–
મલિ
પ્ર.આ. શ્રીવિ. સમયન
શ્રી નવકાર મહામંત્રને સંસારના સુખ માટે ગણે તે બધા શ્રી નવકાર મહામંત્રની ફજેતી કરનારા છે. દુનિયાના સુખને કમને, દુઃખથી ભોગવે તેનું નામ જૈન ! આ જન્મ તે પાપનું પરિણામ છે' આ વાત બુદ્ધિમાં બેલ નહિ ત્યાં સુધી આત્મામાંથી પાપ જાય નહિ. પં ડતનેય મૂંઝવે, ભણેલાંને ય ભૂલાવે, સમજી પાસે પણ ગાંડપણ કરાવે તેનું નામ મોહ !
'આ શરીર તે જ આત્માનું મોટામાં મોટું બંધન છે. આ શીરના સુખમાં સાધનભૂત ધન તેમજ શરીરનાં સુખમાં સહાયરૂપ કુટુંબ અનર્થકારી છે, આત્માને સંસારમાં ભટકાવનાર છે તેમ લાગે ત્યારે આત્મામાં સમ્યગ્દર્શન ગા પેદા થાય.
– દુનિયાની સુખ – સાહ્યબી જ ગમે છે તે ન ગમતી થાય અને પોતાના જ પાપથી આવતું દુ:ખ નથી ગમતું તે ગમતું થાય તો આ જન્મ સફળ થાય.
આપણે આ નાશવંતા સુખની પાછળ પડી આપણું વન બરબાદ કરી રહ્યા છીએ કે શાશ્વત સુખને માટે મહનત કરી જીવન આબાદ કરી રહ્યા છીએ ?
॥ સ્વવિરતિ એ મુનિને દેશનાંમાં રૂઢ હોય અને શ્રાવકને ભાવનામાં રૂઢ હોય.
અત્માનું સાચુ સુખ મુકિતની રાહમાં છે એ રાહે ચાલે તાં જૈનત્વ, જૈનની કોઈ ક્રિયા એવી ન હોય જે મકેિતમાં બાધક બને.
દુનિયાની રાહ છોડીને મુક્તિના રાહે જવું એ જ જૈનપણું !
ઢારે પાપસ્થાનકને તજવાની ક્રિયા એ જ મુકિતમાર્ગ ! શુદ્ધ ધર્મની આરાધના કરીને સંસારને કાપવાનું મન થાય છે કે સુખ આપનારો ધર્મ આરાધીને સંસારને ઘણગારવાનું મન થાય છે ? .
જૈન શાસન અઠવાડિક
000
રજી. નં. GRO
શ્રી ગુણદર્શી
#
પાપને પાપ માનવું, હેયને હેય માનવું અને ઉપાદેયને ઉપાદેય માનવું એ જ સમ્યગ્દર્શન. પાપના વિશિષ્ટ પ્રકારો અને ઉપાદેયના કારણો જાણવા એ જ સમ્યજ્ઞાન અને હેયનો ત્યાગ કરી ઉપાદેયન. સ્વીકાર કરવો તે સમ્યક્ચારિત્ર !
જેનામાં મોક્ષ માર્ગની રૂચિ તે જૈન !
1
ચિંતા તે દુઃખ, ઈચ્છા તે દુઃખ, ઈચ્છા પર કાપ તે ધર્મ ! – વિનય, વૈયાવચ્ચ, તપ, સંયમ અને સ્વાધ્યાય એ સંયમના પાલન માટે અતિ જરૂરી ગુણો છે.
મારા યોગે સામો આત્મા સન્માર્ગે કેમ ચાલે આ ભાવના તે પણ ભાવ દયા છે.
પાપને પાપ માનવું, ખોટી વસ્તુને ખોટી માનવી તે પણ બચવાનો ધંધો છે.
મારા નિમિત્તે કોઈને પણ દુઃખ ન થાઓ, મારી સહાયથી સૌ સાચા સુખી થાઓ આનું નામ સ્વકલ્યાણની ભાવના !
જેને ખોટો સ્વાર્થ હોય, જે અર્થ - કામનો ગુલામ હોય તે ખુશામત કરે અને જેનામાં ગુણ ન હોય તે ખુશામત ઈચ્છે. જેનાથી દુર્ગતિમાં જવાય તેવી ક્રિયા એ કહેવાતો ધર્મ હોય તો ય અધર્મ છે.
# ધર્મનો સેવક કયારે પણ કોઈનો દ્રોહ કરે નહિ.
જે પર્વતિથિએ પણ ધર્મ ન કરે તે કંગાળ અને દરિદ્રી છે. અને શ્રીમંત તથા ધર્મી માનવો તે બેવકૂફી છે. #સુખની લાલસા હ્દયમાંથી જશે નહિ ત્યાં સુધી દુ:ખ
આવતું જ રહેવાનું છે.
પાપ કરવાની વૃત્તિ સુખની લાલસામાંથી ઉભી થાય છે માટે સુખ મેળવવાની ધૂન મૂકી દો. પછી કયારેય દુઃખી થવાનો વખત નહિ આવે.
માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/O. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી
તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.