________________
1 ગુરુ ગુણ ગીતે
1 સાખી , કલિયુગ ની અંધારી નિશીયે, સંયમની દીપીકા પ્રગટી... દર્શનથી જ સ ભવ્ય હૃદયમાં, આનન્દની છોળો ઉમટી... નામ - કામ અભિરામ “રામ” જસ, શકિત - ભકિત અવિરામ મહાન... (૨) સંયમની ભિક્ષા હું ચાચું, દે જોને હે ગુરૂ ભગવાન..
(૨)
ગીત |
તર્જ (અય મેરે વતન કે લોગો) દીક્ષાના હે દાનેશ્વર... શ્રી રામચન્દ્ર સૂરીશ્વર ! પ્રેમે તમે પુનઃ પધારો... ભારતની આ અવનિપર...
દીક્ષાના... .... વિપ્નોના પવને ઘૂઘવતા ગન્ધારી સાગર તટ પર, પગરણ તેં પાડ્યા ગુરૂવર ! સંકટમાં સંયમ પથ પર; આપદના ઘેરા ઓળા, ઉતર્યા તુજ શિર જીવનભર...
દીક્ષાના... ... દીક્ષા વિરોધે જ્યારે,
આંધીનું સ્વરૂપ લીધું તું, શાસનની સીમ પર જ્યારે, કોઈ જવાર', ગગને ચઢયુ તું, વિરતિનો વિજયધ્વજ ઝાલી, ત્યારે તે જગ મૂકવ્યુ તુ...
દીક્ષાના •••••• ફૂંકાયા દશે દિશાએ, છો વિરોધના વંટોળા... ભકતોના કે દુશ્મનના, ઉભર્યા છે ‘ટોળેટોળા'... તુજ મનના મેરૂ પહાડે, પણ કમ્પ નહિ રે લગારે...
દીક્ષાના.... સાગરના તળ શરમાવે, મનનાં ભરી એવી શાંતિ... સિંહણના સાદ સુણાવે, વાણીમાં એવી ક્રાન્તિ... ‘વિપપા ન’ કરી જીવનભર, દીધી જગને વિશ્રાન્તિ...
દીક્ષાના .••••• ‘પડકારોના પવનોથી, હાંફે નહી એવી હસ્તી’ ‘દુઃખોનો ડુંગર નીચે, પણ મુખ પર મોંઘી મસ્તી... શાસનનો તું અધિનેતા, દીક્ષા નવયુગનો પ્રણેતા..
દીક્ષાના .. લાખોના હદય શિખર પર, જન મનનાં સિંહાસન પર... યુગોથી તુંતો પ્રતિશ્યો, ભારતની આ અવનની પર... દુઝતી દળદળતી આંખો, મંડાણી તુજ મંઝિલ પર...
દીક્ષાના...... અહિતોને ઉસૂત્રોના આફત, ને ઉન્માર્ગોના... કટકોને ઝીંયા સમરમાં, હાર્યો ના જીવનભરમાં... ભકતોની હે જગમાતા ! હરજે અમનની અશાતા...
દીક્ષાના ........... આસુંન કળશે પખાળુ ગુરૂ ! આવો મન મન્દિરીયે...! પાંપણના પુષ્પ વધાવું ગુરૂ ! આવો, અમ અન્તરિયે ! દીક્ષાની ભિક્ષા દેવા, અવતરજો અહિ તત ખેવા...
દીક્ષાના...... દીક્ષાન હે દાનેશ્વર ! શ્રીરામચન્દ્ર સૂરીશ્વર પ્રેમે તમે પુનઃ પધારો ભારતની આ અવની પર...
દીક્ષાના ...
- મુ. હિતવર્ધન વિજય