________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
મંગળવાર તા. ૨૯-૮-૨OOO
રજી. નં. GJ૪૧)
પૂજ્યશ્રી કહેતા હતા કે
શ્રી ગ ણદર્શી
છે
- એ -3
=
=
=
=
| - પ.
- ઈ. ૨ ૦
આ. શ્રી વિ : હોમ .રીડી . એક
રામય - કે જેની જ છે.
સ. મ. અહીંથન જ 'જો
સા.
ક '* --
N S
***
જે કોઈને નિર્વાણપદ ન જોઈતું હોય, મુકિત ન જોઈતી હોય તે બધા જે કાંઈ ધર્મ કરે તે વાસ્તવમાં ધર્મ નથી. પઈ સાધુ પણ આ ઈચ્છા વગરના હોય તો આ ધર્મનો આસ્વાદ તે સાધુને પણ ન આવે. ધર્મનો સ્વાદ મોક્ષના અર્થીને જ આવે સંસારના સુખમાં મજા કરનારને અને દુઃ૫થી ગભરાવનારાને ધર્મનો સ્વાદ કદી આવે નહિ. ધન અને ભોગ જેને ભૂંડા લાગ્યા પછી તેને સંસાર અસ્મી કહો સંસાર સાગર કહો કે પછી સંસાર રાક્ષસ કહતે બધું જ મંજુર હોય ને? સમગદર્શન ન હોય તો ગમે તેટલું ભણે પણ આંધળા જ હવાના. ગમે તેટલું ભણેલો સમ્યગદર્શન વગર આળો જ ને ? અર્થ - કામ ભૂંડા છે. પછી મોક્ષને પુરૂષાર્થ કહ્યો છે. ભવાન પણ કહી ગયા છે કે ધર્મ પણ પુરૂષાર્થ છે જો મોનું કારણ હોય તો જ બાકી તે ધર્મ પણ અધર્મ. શાએ કહ્યું છે કે- સાધુ જ જીવજીવન જીવે, કેમકે તેને જડની અપેક્ષા રહી નથી. જે જડની અપેક્ષા પણ છે તે જડનું સંયોગથી છુટવા માટે છે. સાધુને આહાર પાણી વસ્ત્ર પાત્રાદિનો ઉપયોગ કરવો પડે તે પણ આ જડના સંયોગથી છુટવા માટે કરે. જેથી નવાં કર્મ પેસે નહિ. જુનકર્મ નીકળી જાય તે માટે જડનો સંયોગ કરવો પડે અનેકરે માટે સાધુનું જીવન જીવજીવન છે. જગતમાં જગજીવન તરીકે જીવતો હોય તો વીતરાગનો સાધુ જ. આ જગજીવનનો જેને ખપ લાગે તે બધા શ્રાવક-શ્રાવિકા. સુખ મારૂં ભૂંડું કરનાર છે. આજ સુધી તેને મારી ભયાનક પાયમાલી કરી છે. આવું જેને લાગે તેને સુખમાં વિરાગ આવે અને “દુ:ખ મારા ભલા માટે આવું છે' આવું જેને લાગે તેને દુઃખમાં સમાધિ રહે.
ફરજ તો જેના બાપ-ધણી, કાકા-મામા બન્યા તે બધાને સગતિમાં મોકલવાની છે. મારે ઘેર જન્મેલો, મારા પરિચયમાં આવેલો દુર્ગતિમાં ન જાય તેવો વિચાર ન કરે તે ફરજ સમજ્યો છે ? તમે તો છોકરા ને ઝેર પાઈને દુર્ગતિમાં મોકલનારા છો ? “દિકરો ભણશે નહિ ખાશે શું' - આ ઝેર કહેવાય કે અમૃત કહેવાય ? જેને ખરેખર સંસાર જ ગમે છે, સંસારની પ્રવૃતિ ગમે છે, તે જ કરવા યોગ્ય માને તેને ભગવાનને વાત હૈયામાં પેસે જ નહિ. જેને થાય કે આ તો કર્મનો હુકમ. તેથી અનંતા પુગલ પરાવર્ત ભટકયો, હ૮ નથી ભટકવું તો તેને જ ભગવાનની વાત ગમે, હૈયામાં પેસે. જે પોતાની બધી શકિત સંસારમાં ખર્ચે તેવા સારા માણસો અહીં આવી જાય તો પણ તમારે સાધુ જ થવું ન હતું ને ? તમારે ય સાધુ થવું નથી અને તમારા ઘરના . સાધુ થાય તેવી ઈચ્છા પણ નથી અમે પૂજ્ય અને અમે લીધેલ સાધુપણું પૂજ્ય નહિ. અમે સાધુપણાને લઈ પૂજ્ય બન્યા. તમારે સાધુપણાની જરૂર નથી. તો અમને માનો તો શા માટે? તમને બધાને ધનને બદલે દાનનો લોભ થઈ જાય તો સૌનેયા વરસે તેવું છે. સાતે સાત ક્ષેત્રો તરતા થઈ જાય. પછી કોઈની દેન નથી કે જેન સંઘની સામે જોઈ શકે! જૈન સંઘની વિરૂદ્ધ કામ મોટા સત્તાધીશો પણ ન કરી શકે આત્માની દયા આવી એટલે માણસ સુધર્યો આત્માની દયા ગઈ એટલે તે સારી વાત પણ બરાબ વાતની પુષ્ટિ માટે કરે. તેની સારી વાત પણ બોજાને ખરાબ કરવા માટે, જેના પર કરૂણા આવે તેને સુધારવા માટે જે જે કરવું તે બધું કરાય. પડે તે છતાં પણ ન જ સુધરે તો ઉપેક્ષા પણ પોતાની જાત માટે તો ઉપેક્ષા કરે જ નહિ.
- શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.