________________
પૂ. મુનિનર શ્રી જયધ્વજ વિ.મ.સા. કાળ ધર્મ પામ્યા.
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૨૨/૨૩ ૦ તા. ૬-.-૨૦૦૧
પૂ. મુનિપ્રવર શ્રી જયધ્વજ વિ.મ.સા. કાળ ધર્મ પામ્યા.
પાટણ : સહ વિદિત કરવાનું કે પ. પૂ. સુવિશ્વલ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન તથા પરમ ઉપકારી પ્રશાંતમૂર્તિ પર્યાયસ્થવિર પૂ. મુનિવરશ્રી જયધ્વજ વિ. મ. સા. કા. વ. ૧૦ ના રાત્રે ૧૧-૫૫ કલાકે પરમ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.
તકલીફ થઈ. પૂનમના તેનાથી વધારે થઈ. કા. વ. ૮ થી તકલીફે માઝા મૂકી તેના સામે સમાધિની જ્યોત વધુ પ્રજ્વલિત બની. સ્વયં ‘નમોજિણાણું જિઅભયાર્ણ'ના જાપમાં રાતદિવસ દત્તચિત્ત હતા. ભયંકર પીડા હોવા છતાં જાતે મોટે મોટેથી જાપ કરે. કા. વ. ૧૦ ના સાંજે ૫-૩૦ કલાકે પાણી ચૂકવ્યા બાદ મોઢાની રેખાઓ ફરવા લાગી, બધા મહાત્માઓ સાવધ થઈ ગયા. પચ્ચક્ાણ / વિ. ક્ષમાપના / પ્રતિક્રમણ / સંથારાપોરસ શુદ્ધિપૂર્વક કર્યુ. છેક સુધી બધી સંજ્ઞાઓ દ્વારા શુદ્ધિ બરાબર છે એમ સિદ્ધ થતું હતું. ‘નમો જિણાણું-જિઅભયાણં'નું સતત શ્રવણ કરતાં કરતાં બરાબર ૧૧-૫૫ કલાકે જુનું વસ્ત્ર છોડીને નવું ધારણ કરીએ તેટલી સહજતાથી વિકાર વગર કાળધર્મ પામ્યા. જાણે તેઓને અવસ૨નો અણસાર આવી ન ગયો હોય તેમ અઠવાડિયા પહેલાં અનશનની ભાવના પણ વ્યકત કરેલી.
અત્યંત શોખીન જીવન તથા ઘરનાં ધર્મના બિલકુલ સંસ્કાર ન હોવા છતાં પરમ પુણ્યોદયે પૂ. ગરૂદેવશ્રીનો ભેટો થયો અને તેમના પાવન પરિચયે સં. ૨૦૦૧ના મહા સુદ ૧૪ના શુભદિને સંયમનો સ્વીકાર કર્યો. સંયમપ્રાપ્તિની સાથે જ જીવનને વિનય, વૈયાવચ્ચ, તપ વગેરે ગુણોથી સુવાસિત કર્યુ. વડીદીક્ષા પરમ તપોમૂર્તિ પૂ. સિધ્ધિસૂ. મ.સા. (બાપજી મ.સા.) ની પાવન નિશ્રામાં થઈ ત્યારે આઠમ ઉપવાસ હતો. ૧૬ અઠ્ઠાઈ/ ૨૬ વર્ધમાન તપની ઓળી / વિડલોની અદ્ભુત સેવા કરતાં કરતાં શારીરિક અસ્વસ્થતાના કારણે ડોળીમાં વિહાર ન કરવો પડે તે ભાવનાથી પાટણ (નગીનદાસ પૌષધશાળા) ખાતે સં. ૨૦૪૬ની સાલથી સ્થિરવાસ રહ્યા. લોકોના હૈયામાં અદ્ભુત સ્થાન પ્રાપ્ત કર્યુ. અવસ્થાના કારણે અશકિત / કફ વિ. ની તકલીફો રહ્યા કરતી હતી તેમાં પો. વ. ૬ (સં. ૨૦૫૬) ના કફના ઉપદ્રવના કારણે સ્થિતિ ગંભીર બની છતાં સમતા / સમાધિ ખૂબ સારી હતી. એકજ દિવસની ગંભીર માંદગીના કારણે શરીર ખૂબ નરમ પડયું અને આત્મા વધુ જાગૃત થયો ત્યારબાદ ચારથી પાંચવાર સ્થિતિ ગંભીર થવા છતાં સુંદર સમાધિભાવ ટકાવી રાખ્યો. તેમાં દૂર રહ્યા છતાં સતત ચિંતા કરતા પ.પૂ. ગચ્છા ધપતિશ્રીજીના સુંદર સમાધિપ્રેરક પત્રોએ સારો ભાગ ભજવ્યો. કા. સુ. ૧૩ના પુનઃ કફની
|
અત્રેની સ્થિરતા દરમ્યાન પૂજ્ય ગચ્છાધિપતિશ્રી મહોદય સૂ. મહારાજાની અસીમ કૃપાથી અનેકાનેક મહાત્માઓ સમાધિમાં સહાયક બન્યા. પૂ. ખ્યાતદર્શન વિ.મ. સા. તથા પૂ. બોધિરત્ન વિ.મ. સા. ના મહાત્મા., મુ. તત્વરત્ન વિ. આદિની વિશિષ્ટ પ્રકારે ભકિત કયારેય ભૂલાય તેમ નથી. સા. ત્રિલોચનાર્થ જી મ. ના પરિવારે પણ સમાધિમાં સહાયક થવા માટે ખૂબ ભોગ આપ્યો. નગીનદાસ પૌષધશાળાના પ્રમુખ, ટ સ્ટીઓ, સુ. હરેશભાઇ, ડૉ. જીવણભાઈ, ૉ. જે. કે. શાહ આદિ સેવામાં ખડેપગે હાજર હતા.
તેઓશ્રીજીની અનુપમ સમાધિની અનુમોદના કરીને આપણે સૌ પણ તેવી સમાધિને પામીએ તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
૩૯૮