________________
શ્રી. જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ એ ૨૨૨૩૭ તા.૬-૨-૨૦૧ અધિકાર નથી. જ્યારે તમારે ભગવાનની દ્રવ્યભકિત પર બારાદિ છોડવા કરવાની છે. આજે તો ધર્મની પ્રભાવના કરતાં ય ભગવાનના શાસનની, ધર્મની, ભગવાનના સ્વરૂપની જે અવહેલના જાહેર થઈ રહી છે. તેને અટકાવવાની ફરજ આવી છે. તે ફરજ માટે વિરોધ ચાલુ છે. અમને વિરોધ કરવાની ચળ છે માટે વિરોધ જ કરીએ છીએ એવું તમે સમજતા નહિ. જેના હૈયામાં શ્રી જિન હોય, શ્રી જિનભકિત હોય તેને તે પ્રેરણા કરે છે કે આવું તોફાન હોય તો બેસી રહેવાય નહિ, સૌએ સુપ્રત્નો કરવા જ જોઈએ..
જાતિ- કુળ તો અનાદિના છે. અનાદિથી ભટકતા આત્મ ઓ, પુણ્ય યોગે આર્યદેશાદિ સામગ્રી પામેલા જીવો ધર્મહીન બને, જાતિ-કુલની આશાતના કરે તો પાછા અનંતકાળ ભટકે. જ્યારથી બધાની એકતાની વાત શરૂ કરી ત્યારથી હોળી સળગી છે. ધર્મઝનુની તો ધર્મ સમા નથી પણ ધર્મના નામે બેફામ બોલે, ગમે તેમ લખે તે તો ઝનુની જ કહેવાય ને ? અજ્ઞાન લોકોની વાત દરેક કાળમાં ભૂંડી હોવાની. સારા લોકોનો વ્યવહાર કેવો હતો હું જાણતા નથી. જાતિ-કુળમાં ગુષ્ઠ છે. તે સામગ્રી પામેલ. જીવ સારા હોય તો સારા જ નીકળે આનું ભાન નથી વાના હાથમાં સત્તા છે.
જૈન સંઘમાં હજી પણ શક્તિશાલી છે, જૈન સંઘ ભિખાી નથી. જૈન સંધ ધારે તો ભગવાનને જગતવ્યાપી કરી શકે તેમ છે. મહાવીર, મહાવીર કરે પણ મહાવીર એટલે શું ? મહાવીર તો ઘણાના નામ પણ હોય તેને યાદ કરીએ તો આપણું કલ્યાણ થાય ? કે મહાઈ રનું નામ યાદ આવતા થાય કે, 'આજસુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ થયા તેમ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા આ અવસર્પિણીના અંતીમ તીર્થંકર થયા, જેમણે જગતમાં મોક્ષ માર્ગ સ્થાપ્યો’ એમ યાદ આવે તો કલ્યાણ થાય ? જેને મોક્ષની - પરલોકની 3 આલોકની પડી નથી તેવા લોકો મહાવીરનું નામ દે તો કો અર્થ છે ?
તમારા ટેબલ પર, પેપર વેઈટ પર, પેન પર મહાવીર હોય તેવી યોજનાઓ ઘડાવા લાગી છે. તમને સાચું રમજાય અને આ બધું ખોટું થઈ રહ્યું છે તેમ લાગે તો જ કામ થાય. જેટલા જૈનો કહેવાય છે તેને પણ ખરેખ જૈન બનવાની ઈચ્છા છે ? ભગવાન શ્રી મહાવીર પરમાત્મા અનંતા શ્રી તીર્થપતિઓની જેમ એક છે, અનંતા શ્રી તીર્થંકર પરમાત્માઓએ જગતમાં મોક્ષમાર્ગની જ્યોત ઝળહળતી રાખી તેવી તેમને પણ રાખી; આનો જેને આનંદ હોય તેને સમજાવવું છે કે તમે માત્ર દ્રવ્યભકિતમાં જ સંતોષ ન માનો પણ ભાવભકૃિત પણ કરો. ભગવાનની આજ્ઞાનું પાલન તે ભાવભકિત છે.
સાધુ મોટા ભગત છે. તેને ભગવાનની આજ્ઞા મુજબ ર - બાર, રિદ્ધિ - સિદ્ધિ, મોહ-મમતા, શરીરની પણ મતા છોડી દીધી છે. તેમને તો દ્રવ્યપૂજાનો
૩૯૫
ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું નિર્વાન્ન ક્યાણક દિવાળીના દિવસે આવે છે. હાલ તે તપ-જપાદિ કરી ઉજવીએ છીએ. આપણા માટે ઉજવણી નવી નથી. હમણાં જે લોકોને ભગવાન શ્રી મહાવીર પરમાત્મા સાથે કાંઈ લાગતું વળગતું નથી અને ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નામે નવુ કરવા માંગે છે તેમને અટકાવવા તે પણ ભકિતનો પ્રકાર છે. તે પછી આ શ્લોકની વાત સાચી બને કે - કોઈ દિવસ એવો ન જવો જોઈએ કે શ્રી જિનેશ્વરદેવની ભક્તિ ન થાય ! તે પન્ન કર્યાં સુધી કે જ્યાં સુધી સંસારમાં રહીએ ત્યાં સુધી.
આપણા હૈયામાં જગતના જ્યોના તૈયામાં શ્રી જિન પેસે તે જ ઈચ્છા છે. બધાને શ્રી જિનન, શ્રી જિનમાર્ગને ઓળખવાનું મન થાય તો શશિક મુજબ પ્રયત્ન ચાલુ જ છે. પણ જે બની રહ્યું છે તે ઘણું ખરાબ બની રહ્યું છે.
શ્રી જૈન સંઘમાં ચાર સંપ્રદાયો થઈ ગયા તે બધા ભેદ શાથી પડયા તે પણ ખબર છે ? આજે બધાને થયું છે. કે બધાની સાથે એકતા સાધવી જોઈએ. તો માટે પૂછવું છે કે એકલા જૈન સંપ્રદાય સાથે જ એકતા સાધવી છે ? જગત સાથે નહિ ? આપણાને કહેવાતા જૈન સાથે પ્રેમ થયો છે અને માણસ સાથે નહિ ને ? એકતાના નામે કેટલું નુકશાન થયું છે તેની તમને ખબર નથી આજે કેટલા ખરાબ કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ આજે ભગવાન શ્રી મહાવીરદેવને તીર્થંકર પરમાત્મા તરીકે માનનાર કેટલા ? આજે તો શ્રી તીર્થંકરનું એવી રીતે વર્ણન કરે છે કે તેને શ્રી તીર્થંકર પરમાત્માની કોઈ મહત્તા જ સમજાતી નથી. ચાર સંપ્રદાય ભિન્ન થયા તે એકતાની ભાવના ન હતી માટે ?