________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ અંક ૨૨/૨૩ ૭ તા. ૬-૨-૧૦૦૧ મોક્ષે ગયા વિના આત્માને જે સુખ જોઈએ છે તે મળ્યું નથી અને મળવાનું પણ નથી. જ્યારે આ સંસારનું જ સુખ છે તે આત્માને ખરાબ કર્યા વિના રહેશે નહિ અને પરિણામે આત્માને સંસારમાં રખડવું પડશે.
પ્ર. - જૈનો વિના કોઈ મોક્ષે ન જ જાય ?
પ્રવચન – છેતાલીશમ
છે ? નર્થ જવું તો આ બધી પુણ્યથી મળેલી સુખસામગ્રી, સાહ્યબી-સંપત્તિ છોડતા કેમ નથી ? ભગવાને કહેલ સાધુધર્મ કરતા કેમ નથી ? તે કરવાનું મન પણ કેમ થતું નથી ? સાધુને હાથ જોડો છો, ઘરે લઈ જાવ છો, સુપાત્રમાં દાન કરો છો તે શા માટે ? તમને સાધુ થવાનું મન થતું નથી તો સાધુને સારા માનો છો કે ખરાબ માનો છો ? જો સાધુને સારા માનો તો તેવા થવાનું મન ન થાય ? સંસારમાં તમને લહેર શું છે ? મઝા શું છે ? જેમાં મઝા માનો છો અને જે મઝા કરો છો તે મઝાથી પાપ બંધાય કે પુણ્ય બંધાય ? પાપ બંધાય તો દુર્ગતિમાં જવું પડે કે સદ્ગતિમાં જવાય ? જે વાત ખુદ ભગવાન કહી ગયા છે અને આ ગ્રન્થકાર પરમર્ષિ સમજાવી રહ્યા છે કે – અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ કહી ગયા છે કે આ સંસારમાં પુણ્યથી મળતી જે મઝા છે તેમાં જ જે મઝા માને છે, લહેર કરે છે ... બધા મરી મરીને દુર્ગતિમાં જવાના છે. આ વાતની મૃદ્ધા છે ?
આજના માબાપો પોતાનાં સંતાનોને સંસારમાં સુખી બનાવવા માગે છે, ઘરબારી બનાવી લહેર કરાવવા માગે છે પણ રાધુ બનાવવા માગે છે ? મારું સંતાન દુર્ગતિમાં ન જાય તેની ચિંતા કરનાર કોઈ છે ? તમારા મા-બાપે પણ તમને કાંઈ કહ્યું છે ? છોકરાને ઘર મંડાવી આપવું, કમાતા કરવા એટલે કામ પૂરું થયું ને ? તે તમારું ભલુ કર્યું કે ભૂંડું કર્યું ?
-. - સંસ્કાર આપ્યા છે.
ઉ – સંસાર છોડતા નહિ, સાધુની વાતમાં આવતા નહિ. સભા - સારા સંસ્કાર આપ્યા છે. આવા નહિ. ઉ. - તમે તમારા સંતાનોને આપ્યા છે ? આજના ધર્મ માબાપ છોકરાઓને સંસાર બધો શીખવે , પણ ધર્મ કરવાનું કશું શીખવતા નથી. ભૂલેચૂકે કે સાધુ । થાય તેની ચિંતા રાખે છે. તમારો દીકરો સાધુ થાય તે સંદ છે ખરું ? બજારમાં અનીતિ-અન્યાયાદિ કરી કમાઈ લાવે તેય પસંદ છે ખરું ? તમે ય અનીતિ કરો છો, લહેર કરી છો તે ગમે છે ?
જ્ઞાની હવે સમજાવે છે કે - આ સંસારમાં બધું ભયરૂપ છે. મા-બાપ, ભાઈ-ભાંડું, ભાર્યા, દુનિયાના દેવ-ગુરુ ધર્મ બધા જ ભયરૂપ છે. જ્યારે શ્રી વીતરાગદેવ, શ્રી વીતરાગદેવનો સાધુ અને શ્રી વીતરાગદેવનો ધર્મજ આત્માને સંસા૨થી છોડાવના૨ છે, મોક્ષે મોકલનાર છે.
ઉ. - જૈનપણું પામ્યા વિના કોઈ જ મોક્ષે ન જઈ શકે. જૈનપણું શું છે ? શ્રી વીતરાગદેવ વિના બીજા કોઈને દેવ ન માને, નિગ્રંથ સાધુ વિના બીજા કોઈને ગુરુ ન માને અને સંયમધર્મ વિના બીજો ધર્મ ન માને. આ ન સમજે તે મોક્ષે ન જાય.
ભગવાનના મંદિરમાં રોજ જનારા, દુનિયાના સુખના ભુખ્યા જીવો કદી મોક્ષે ગયા નથી, જતા નથી અને જવાના પણ નથી. પણ નકાદિ દુર્ગતિમાં જ જવાના છે, ભગવાનની ભકિત કરે, સાધુની સેવા કરે અને ધર્મનું આરાધન કરે તો પણ. મંદિરમાં જાય તે બધા જા મોક્ષે જાય તેવું નથી. મંદિરમાં જનારને સંસાર ગમે ? અહીં આવનારને સંસારમાં લહેર આવે ? આપણા બધા જ ભગવાન કયાં ગયા છે ? તે બધા દુ:ખી હતા માટે મોક્ષમાં ગયા ? સંસાર છોડીને મોક્ષમાં ગયા તે ભૂલ કરી ? આપણા બધા જ શ્રી અરિહંત ભગવાન મોક્ષમાં ગયા છે તેમ માનો છો ? શ્રી સિધ્ધભગવંતો પણ મોક્ષમાં છે તેમ માનો છો ? રોજ ‘નમો અરિહંતાણં’ ‘નમો સિધ્ધામ’ એ બે પદ કેમ બોલો છો ? મોક્ષમાં જવું છે માટે બોલો છો કે સંસારમાં મઝેથી રહેવું છે માટે બોલો છો ?
સંસાર અભવ્ય, દુર્ભવ્ય જીવોથી ચાલે છે તે કદી મોક્ષે જવાના નથી. અભવ્ય અને દુર્વ્યવ્ય જીવો અને નીવાર સાધુપણું લે, સારામાં સારું પાળે પણ તે કદી ધર્મ પામવાના નથી અને પામ્યા પણ નથી પરન્તુ સંસારમાં જે ભટકવાના છે. તે જીવોના હાથમાં વાસ્તવિક ધર્મ કયારે ય આવશે નહિ તે બધા તો સંસારમાં ભટકવા માટે જ રાર્જાયા છે. અભવ્ય જીવો તો સદાકાળ માટે સંસારમાં ભટકવાના છે. દુર્વ્યવ્ય જીવોનું દુર્ભાવ્યપણું ન ટળે ત્યાં સુધી ભટવાના છે. ભવી જીવો પણ લઘુકર્મી ન થાય ત્યાં સુધી સંચારમાં ભટકવાના છે અને લઘુકર્મી જીવો પણ ભાવથી સાધુપણુ ન પામે ત્યાં સુધી સંસારમાં ભટકવાના છે. ભવી જીવ પણ ભારે કર્મી હોય ત્યાં સુધી તેનેય મોક્ષે જવાની વાત બેસે નહિ.
ક્રમશઃ
૩૯૧
******