________________
પ્રવચન - છેતાલીશમું
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૨૨/૨૩૭ તા. ૬-૨-૨૦૦૧
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા સં. ૨૦૪૩, ભાદરવા સુદિ- ૧૪, રવિવાર તા. ૬-૯-,૯૮૭ ચંદનબાળા જૈન ઉપાશ્રય, મુંબઈ-૪૦૦ ૦૬.
પ્રવચન - છેતાલીશાં
પ્રકીર્ણક ધર્મોપદેશ
(શ્રી જિનાજ્ઞાવિસ્ત કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષમાપના. અવ.)
माया य पिया य लुप्य, नो सुलहा सुगई वि पिच्चओ । एयाइं भयाई पेहिया, आरंभा विरमिज्ज सुव्वए ॥
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે કે શ્રી અરિહંત પરમાત્માઓએ આ શાસનની જે સ્થાપના કરી છે તે જીવોને આ સંસારથી છોડાવી મોક્ષે મોકલવા માટે કરી છે. જગતના જીવોને જે સુખ જોઈએ છે તે મોક્ષ વિના બીજે કશે નથી. આપણને કેવું સુખ જોઈએ? તેમાં દુઃખ હોય તો ચાલે ? બીજા "કરતાં ઓછું હોય તો ગમે ? તે આવેલું સુખ થોડાકાળ પછી ચાલ્યું જાય તેમ હોય તો ય પસંદ પડે ? જેમાં દુઃખનો લેશ માત્ર ન હોય, જે પરિપૂર્ણ હોય અને જે આવ્યા પછી કદી નાશ ન પામે તેવું હોય સુખ બધાને જોઈએ છે. પણ તે સુખ આ સંસારમાં નથી પણ મોક્ષમાં જ છે
જ્યારે આ સંસારનું સુખ છે તે પાપ કરાવનારું છે અને પરિણામે દુઃખ આપનારું છે' આ વાતની જેને શ્રદ્ધા થાય તેને અનંતજ્ઞાનિની વાત ગમે. જ્યારે બીજા તો સાંભળ્યું ન સાંભળ્યું કરે અને માથાફોડમાં પડવું નહિ તેમ કહે. આવી માન્યતાવાળા જીવો ધર્મ સાંભળે ખરા પણ ધર્મ સાચી રીતે સમજે નહિ. સાચી રીતે ધર્મ સમજવા માટે અને કરવા માટે શ્રદ્ધા પેદા થવી જોઈએ કે- ‘આ સંસારનું સુખ ગમે તેટલું સારું હોય તો પણ ઈચ્છવા જેવું નથી. મળે તો ય લેવા જેવું નથી. તાકાત હોય તો છોડી દેવા જેવું જ છે. તેવી તાકાત ન હોય તો કે મને ભોગવવા જેવું છે.' દુનિયાના સુખ માટે સારામાં સારો ધર્મ કરે અને ઈચ્છિત ફળ પણ મેળવે. પણ પછી મરીને તે જીવ જાય કયાં ?
તમારા કરતાં પણ વધુ હોંશિયાર ભૂખે મરે છે. તેમને કામ પણ મલતું નથી. જ્યારે તમે ખાઈ-પી શકો છો, મોજ-મઝાદિ કરો છો તેનું કારણ શું છે ? તમને આ દુનિયાનું જે સુખ મળ્યું છે તે કેવું લાગે છે ?
આપણે બધાને અહીંથી જવાનું છે કે અહિં રહેવાનું છે ? જશો ત્યારે તમારા બંગલામાં પણ નહિ રહી શકો. બાંધીને બહાર લઈ જશે. આ દુનિયાના સુખમાં મઝા આવી અને તે ફાવી ગયું અને અહીં રહેવાની મરજી હશે તો ય રહી શકશો ખરા ? અહીંથી આ કુટુંબ - વિાર, પૈસા - ટકા, બંગલા બગીચા મૂકીને જવું પડશે, રાતીપાઈ પણ સાથે લઈ જઈ નહિ શકો, કોઈ સહી - સંબંધી પણ સાથે નહિ આવે તો કયાં જવું છે ? મરત સુધી આ દુનિયાનું સુખ મઝેથી ભોગવતાં ભોગવતાં જ મવું છે ? તમારા સ્નેહી - સંબંધી તમને આ સુખ છોડવાનો ના પાડે, તે મઝેથી ભોગવો, તેમાં આનંદ કરો, સાધુની વાતમાં આવી જતા નહિ આમ કોઈ કહે તે ગમે ને ?
=
તમને દુનિયાનું આ જે સુખ મળ્યું છે તે સારું નથી તેમ નહિ સમજાય, તેની મઝા મારી નાખનારી તેમ પણ નહિ સમજાય ત્યાં સુધી સાચા ભાવે ધર્મ કરવાનુ, મન થશે નહિ. આજ સુધીમાં અહીં કેટલા સાધુ મ. રાવ્યા અને ગયા ! પણ તમને સાધુ થવાનું મન થયું ? મોટા બંગલાવાળાને જોઈને તેના જેવા થવાનું મન થાય છે ને ?
તમે બધા ભૂતકાળમાં ધર્મ કરીને અને પુણ્ય બાંધીને આવ્યા છો તેમાં શંકા નથી. કેમ કે, જે કાળમાં ઝારો અને લાખો માણસો ભુખ્યા મરે છે તે કાળમાં તમે બધા મઝેથી ખાઈ - પી શકો છો, જે જોઈએ તે બધું મળે છે માટે કહેવું પડે છે કે - તમે પુણ્ય બાંધીને આવ્યા છે. પણ તે પુણ્યથી મળેલ ચીજોનો મઝેથી ભોગવટો કરો છો તો અહીંથી મરીને કયાં જશો ? અહીં રહેવાની ઈચ્છા હશે તો ય રહેવાય તેમ નથી તો પછી કયાં જવું છે તેનો નિર્ણય કર્યો છે ?
તમને આજે દુનિયાનું જે સુખ મળ્યું છે તે ભૂતકાળમાં ધર્મ કરેલો તેની ના નથી. પણ તે સુખ તમને લાગે છે કેવું ? મઝેથી ભોગવવાં જેવું લાગે છે કે છોડી દેવાં જેવું લાગે છે ? ઘણા આજે માને છે કે અમે અમારી હોંશિયારીથી સુખી છીએ. તો મારે તમને પૂછવું છે કે
૩૯૦
સભા : - સદ્ગતિમાં,
સદ્ગતિ માનો છો ખરા ? શા માટે સદ્ગતિમ . જવું છે ? આ દુનિયાના સુખમાં મઝા કરતાં કરતાં મરડો તો સદ્ગતિ મળશે ખરી ? દુર્ગતિમાં જવું પડશે તો ત્ય . જવું
************