SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ 海漫漫漫漫漫漫漫藝濕濕濕濕漫漫漫漫漫漫漫漫漫漫漫漫漫漫漫漫漫暴暴港優優優曌漫漫漫藝深暴隊 【漫漫不悦漫漫婆婆婆爆】 ત્રિવેણી — વાપીથી બગવાડા તીર્થનો છ'રીપાલક યાત્રા સંઘ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ૧૩ અંક૧૮/૧૯ તા.૯-૧-૨૦૦૧ દુષ્કાળ કસબીઓ તો દૂર રહ્યાં, અરે કડીયાઓનો પણ ત્યારે હતો. અપેક્ષાનુસારના મજૂરો પણ ત્યારે મળતા નહિ. સબૂર ! પણ ...... ‘“ સાહિબ તું છે દેવાધિ દેવ ! દાસનો દાસ હું તાહરો...'' જેવી ભાવાત્મક પંકિતઓનો પ્રેમપૂર્વક ઉચ્ચાર કરતાં તે જૈનો ન માત્ર; પંકિતમાં જ પ્રભુના દાસનાય દાસ બનવા તત્પર હતા. તેઓ તો તે પંકિતને અમલમાં મૂકવામાંય પીછેહઠ કરે તેમ ન હતા. અને સાચ્ચે જ સાવરકુંડલા જૈન સંઘના સુવિખ્યાત શ્રેષ્ઠી શ્રી મણિભાઇએ માથે તગારા ચડાવી - ચડાવીને મન્દિર નિર્માણના કાર્યને વેગ બક્ષ્યો. એક દિવસ તે મન્દિર - મહામાળખું પણ બની ગયુ. જે મન્દિરના ગર્ભગૃહમાં પંદરમા તીર્થનાયક પ્રભુ શ્રી ધર્મના સ્વામીજી પ્રતિષ્ઠિત બન્યા. સંઘના એકેકા સભ્યો ત્યારે સુપ્રસન્ન હતા. ભલે સંખ્યાની દૃષ્ટિએ તેઓ સાંકળા હોય. કહેવાય છે કે પ્રભુધર્મનાથ, મૂળનાયક તરીકે જ્યારે સાવરકુંડલામાં ગાદીનશીન બન્યાં, મન્દિરની ભીંતો અને ઘુમ્મટોમાંથી પણ ત્યારે સુગન્ધિત અમી; નાનકડા ઝરણાની જેમ પ્રગટ થયા તા. ‘ભક્તો જ્યાં મન - વચન - કર્મથી પરમાત્માને સમર્પિત બનતાં હોય; સ્વર્ગવાસી સુરો ત્યાં કૃપાવૃષ્ટિ કરવાને ફરજવાન બને છે. ’ ાળના વહેતા વહેણોમાં એક દિ’ તે મન્દિર ધ્વસ્ત પણ થયું. તે જ સ્થળે પુન: ભવ્યતમ પાષાણ મન્દિરનું નવનમ ણ પણ થયું. જેની પ્રતિષ્ઠા વિક્રમ સંવત્ ૨૦૨૧ માં થઇ. જે પ્રતિષ્ઠા પણ વીસમી સદીના મહાન જૈનાચાર્ય શ્રીમદ્ વિજય સમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ જેવા ધુરન્ધર પ્રતિષ્ઠા ચાર્યને પામી પુન્યવતી બની ગઇ. આજે પણ તે નવનિર્મિત શ્રી ધર્મનાથ જિનાલયમાં પર્વોના અવસર પર જ્યારે લાખેણી અંગરચના રચાઇ હોય, ત્યારે પરમાત્માના મસ્તક પર વિરાજતા છત્રો સ્વયંભૂ રીતે નૃત્ય કરતાં જોવા મળે છે. VISIT પદને અધિકારનું સિંહાસન સમજી બેસનારા આજના પદસ્થો પદાધિકારીઓએ આ પરથી એ સમજવું રહ્યું કે પદ એ અધિકારનું સિંહાસન નથી, અલબત્ત ! ઉત્તરદાયિત્વનું માધ્યમ પાગ છે.’’ :: વાપીથી બગવાડા તીર્થનો છ'રી પાલક યાત્રા સંઘ:: પૂ. મુ. શ્રી ભવ્યવર્ધન વિજયજી મહારાજની પાવન નિશ્રામાં ગત મા. સુ. ૭ ૩ જી ડિસેંબરના મંગળદિને વાપીથી બગવાડા તીર્થનો એક દિવસીય છ'રી પાલક યાત્રા સંઘ યોજાયો હતો. મૂળ રાજસ્થાન ગઢ - શિવાણા નિવાસી મોહનલાલ - સોનાજી બાગરેચા પરિવારે ઉક્ત પદયાત્રાનું આયોજન કર્યું હતું. વાપી પથકના ગામડે - ગામડે અને વાપીના ઘરે ઘરે અપાયેલી આમન્ત્રણ પત્રિકાને પ્રતિસાદ આપી ૧૫૦ જૈન બંધુઆએ વાપીથી બગવાડાની પગપાળા યાત્રા કરી. સંઘપતિશ્રીએ સર્વ યાત્રિકો - આમન્વિતોની બેયર ટાઇમની સાધર્મિક ભક્તિનો લાભ લીધો તો. પ્રત્યેક યાત્રિકને રજતમય પૂજાવાટકી અર્પણ કરવામાં આવી. ઉપરાંત ૧૫ રૂા. થી સંઘપૂજન થયુ અને શ્રીફળની પ્રભાવના થઇતી. માલારોપણ સમારોહમાં મુ. હિતવર્ધન વે. એ | ક આલેખેલી ‘સિધ્ધાન્તોના ધનુર્ધારી' પુસ્તિકાનું વિમોન થયુ. ઉક્ત સંઘયાત્રા નિમિત્તે એક નૂતન સ્તવન પ્રસાદી પણ રજૂ થઇ તી. પ્રસ્તુત છે; તે સ્તવના. હું તો પ્રણમું અજિત જિનેશને તન - મન - વચન સમર્પણ કરીએ જગનાયક પરમેશને . (૧) ચોસઠ ઇન્દ્રો સાથે મળીને જન્મ મહોત્સવ તુજ કરતા.. જ્ઞાન મતિ-શ્રુત અવધિ નિર્મળ જન્મથકી જિનજી ધરત..(૨) | રાજ્ય ત્યજી ભજી સંયમ પથને સહે પરીષહ સમતા બળથી.. ક્ષપક શ્રેણિના અનલે બાળ્યાં કર્મ - કાષ્ઠને જડ મૂળથી..(૩) યોગ નિરોધ કરીને પામ્યાં અષ્ટ કર્મ દલથી મુતિ.. દોષ સકલને દૂર કરીને દે જો ! દયાનિધિ પરમગતિ. (૪) વિજયાનંદન ત્રિભુવન વંદન કર્મનિકંદન હિતકારી.. તું રિપુગંજન કર્મ વિભંજન વર્તે જગમાં જયકારી. (૫) સંઘવી મોહનભાઇની સાથે ભેટ્યાં આજે સંઘ લઇ.. બગવાડા મંડન મદ ખંડન ‘હિતકરજો મુજ પક્ષ ગ્રહી .(૬) તે દી ા ત ન ક ર I & II & C 3333333333/૩૫૮ 3 女濕濕濕濕濕濕濕
SR No.537263
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages298
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy