SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦૦મી જ તિથિની ઉજવણીનો વિરોધ શા માટે ? જેને ભગવાનની આજ્ઞા ન પાલવે તે કુગુરૂ ! બધું કરે, પાંચ મહાવ્રત પાળે, ઘોર તપ તપે પણ ભગવ નની એક આજ્ઞા ઉત્થાપે તે કુગુરૂ ! દ્રવ્ય - ક્ષેત્ર - કાળ – ભાવ ભગવાનના કહ્યા મુજબ કરે તો મંજાર છે, ગપ્પા બિલકુલ મંજુર નથી ! શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૧૮/૧૯ ૦ તા. ૯-૧-૨૦૧ પાછો ફર્યો. રાજાને ખૂબ પશ્ચાતાપ થયો. પોતે જેને ગુરૂ માને તેની પાસે પ્રાયશ્ચિત માંગ્યું. તો ગુરૂએ કહ્યું કે- ‘લોઢાની તપાવેલી પૂતળીને ભેટ' આવું કરે તો રાજા મરી જ જાય. શ્રી બપ્પભટ્ટીસૂરિજી પોતે ગયા અને રાજા જેવો ભેદવા જાય તો આચાર્ય મહારાજ કહે થોભી જા. તારું પ્રાયશ્ચિત પુરું થયું. જેને ભેટવા ગયેલો તેને ભેટેલો ? ના. મનથી બાંધેલું પાપ પુરૂં થયું બધા મૂંગા થયા. આવું પ્રાયશ્ચિત વીતરાગના શાસનમાં જ છે બીજે નથી. વીતરાગના શાસનમાં પ્રાયશ્ચિત જીવને મારી નાંખવા નથી પણ બચાવવા છે. માટે શ્રી વીતરાગનું શાસન સાંભળવું હોય, સમજવું દોય તો આજના ગાંડા સાથે બેસવા જેવું નથી. આપણે ચાર ફીરકાને માનતા નથી. તેમને દૂર કર્યા છે. તેમને જે વજન આપે છે તે મિથ્યાત્ત્વને વજન આપે છે. ક્રશ ધર્મ તા જિને કહ્યો તે જ બીજો નહિ. માટે મોક્ષ, સાધુપણું, શ્રાવકપણું, સમ્યક્ત્વ, અહિંસાદિ વ્રતો જૈનશ સનમાં જ છે, જે ઉત્સર્ગ - અપવાદના વર્ણન અહીં છે તે બીજે નથી. આમ રાજાના પ્રતિબોધક શ્રી બપ્પભટ્ટીસૂરીજી મ. છે. • મરાજાને એક ચાંડાલણી સ્ત્રી પર પ્રેમ થયો. તેને માટે બહાર બંગલો બાંધ્યો. આચાર્ય મહારાજે ખડીર્થ તેના દ્વાર પર આવા ભાવનો શ્લોક લખ્યો કે- ‘‘ધાણી નીચે જાય તેમ તારા જેવો આવું કરે તે સારું થી.'' રાજા મહેલે ગયો આ શ્લોક વાંચી મનનો મોતી સંગ્રાહિકા: અ. સૌ. અ િતા આર. પટ્ટણી - માલેગાંવ – આત્મ નિરીક્ષણ વિના સાધક ન બનાય. – સાચો સમપર્ણભાવ સેવ્યા વિના સેવક ન બનાય. – સત્ત્વ ફોરવ્યા વિના સમાધિનું સ્વપ્નું પણ ન આવે. – ટાયરમાં હવા ફૂલ હોય તો ખાડા-ટેકરા મજેથી ઓળંગી જાય, આંચકા ન આવે તેમ જીવનમાં વિવેક પૂર્વકની સાચી સમાધિ હોય તો અસામાધિ અશાંતિના અવરોધો ન નડે, બધાને પાર પામી જાય. # ગુસ્સો આવ્યો એટલે આપણે શાંતિ ગુમાવી, વિચારો! સ્પષ્ટતા ભાગી ગઈ, પરિસ્થિતિ પરની પક્કડ ગુમાવી અને નિકટવર્તીનું માન - સ્થાન ખોટું. બે સેકન્ડનો, પળ બેપળનો ગુસ્સો છ મહિનાની શકિત હ૨ છે- આ જાણવા છતાં પણ આપણે ગુસ્સાને આધીન બનીએ તે આપણી કેવી કારમી કરૂણતા છે. ॥ જેને કોઈને દુઃખ આપવાનું મન નથી, પોતાના જ આત્માન જેમ બધા આત્માને જાએ છે અને કયારે ૩૪૭ એવો પવિત્ર દિવસ આવે કે કોઈને દુઃખ ન આપવું પડે તેમ જીવું’- આવી સુંદર ભાવનામાં ૨મે તેને આ સંસાર શું કરે ? સંસારનો ભય શું હોય ? સંસાર તો દુઃખથી ભરેલો છે. દુઃખથી જે અકળાય નહિ, દુઃખમાં આકુલ-વ્યાકુલ ન થાય પણ દુ:ખને સહન કરતાં શીખે. સંસારના દુઃખથી અકળાય તે સંસારમાં ભટકે, સંસારના દુઃખને વેતા શીખે તે તરે. નફરત અને તિરસ્કાર ભાવ એ ક્રોધનું કારણ છે. ૬. આત્મ રમણતા સ્વરૂપ સ્વાધ્યાય જીવનમાં સમાધિની સુરસરિતાને વહાવે છે. # આ સ્વાર્થી સંસારમાં સ્વાર્થમય ક્ષણિક સુખો માટે નાની મોટી વાતોમાં ગુસ્સો, તિરસ્કાર, અણગમો, દ્વેષ, મોં ચઢાવીને ચણભણ કરીને કયાં જવું છે ? વૈરનો તીવ્ર ભાવ આવી ગયો તો શું થશે ? જરા તો વિચારો ! # શુભધ્યાન એ પાપ મલને ધોવાનો લેટેસ્ટ સાબુ છે, જે મનને નિર્મલ બનાવે છે. # સૂર્યમુખી કે ચન્દ્રમુખી ફૂલ માત્ર દિવસ કે રાત્રિમાં ખીલે પણ અંતર્મુખી આત્મા તો સદા પ્રસન્ન હોય. સદા આત્મામેં મગન બનના નો અનુભવ કરાવે.
SR No.537263
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages298
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy