________________
અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૧૬/૧૭ ૭ તા. ૧૯-૧૨-૨૦૦૦
દિવસ સાતમો વિ. સં. ૨૦૫૭ મહા સુદ ૩ શનિવાર તા. ૨૭-૧-૨૦૦૧
સવારે ૭-૦૦ વાગ્યે કુમારી ભારતીબેન દેવચંદભાઈની દીક્ષાવિધિ, સવારે ૯-૦૦ વાગ્યે દીક્ષા કલ્યાણકનો ભવ્યતિભવ્ય વરસીદાનનો વરઘોડો, બાદ દીક્ષા કલ્યાણક ઉજવણી, રાત્રે શુભ મુહૂર્તે અધિવાસના તથા અંજન વિધિ. દિવસ આઠમો વિ. સં. ૨૦૫૭ મહા સુદ ૪ રવિવાર તા. ૨૮-૧-૨૦૦૧ સવારે શુભ મુહૂર્તો : અંજન થયેલ પ્રભુજીના પ્રથમ દર્શન (બોલી), સવારે ૭૦૦ વાગ્યેઃ કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી, સમવસરણની દેશના. સવારે ૯-૦૦ વાગ્યે : નિવાર્ણ કલ્યાણકની ઉજવણી, ૧૦૮ અભિષેક. સવારે ૧૧-૦૦ વાગ્યે : ભોજનશાળા, જલધારા, ધર્મશાળા ઉત્તર વિભાગનું ઉદ્ઘાટન. બપોરે ૩-૦૦ વાગ્યેઃ કેવલજ્ઞાન તથા નિર્વાણ કલ્યાણકનો સંયુકત વરઘોડો.
દિવસ નવમો વિ. સં. ૨૦૫૭ મહા સુદ ૫ સોમવાર તા. ૨૯-૧-૨૦૦૧ સવારે શુભ મુહૂર્તે : જિનબિંબ ધ્વજ દંડ કલશ તથા ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા.
બપોરે વિજય મુહૂર્તે : શ્રી બૃહદ અષ્ટોત્તરી સ્નાત્ર, રાત્રે ભાવના તથા ત્યાર બાદ શાંતિ જળની ધારાવાળી.
દિવસ દસમો વિ. સં. ૨૦૫૭ મહા સુદ ૬ મંગળવાર તા. ૩૦-૧-૨૦૦૧ સવારે શુભ મુહૂર્તે : જિન મંદિર દ્વાર૨ોદ્ઘાટન (બોલી), સવારે ૯-૦૦ વાગ્યે સત્તરભેદી પૂજા.
વિધિ વિધાન માટે જામનગરથી શ્રેષ્ઠિવર્ય શ્રાદ્ધવર્ય શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહનું મંડળ પધારશે તથા પૂજા ભાવના પૂજન તથા કલ્યાણકોની ઉજવણી માટે સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી બલવંતભાઈ ઠાકુરની મંડળી રંગ જમા શે.
આપને આ ભવ્ય મહોત્સવમાં સપરિવાર પ્રથમથી જ પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આ ભવ્યાતિભવ્ય અંજનશલાકા મહોત્સવમાં પ્રથમથી સમાપ્તિ સુધીની તમારી હાજરી શ્રી શાસન શોભામાં અભિવૃદ્ધિ ક૨શે.
લિ.
શ્રી હર્ષપુષ્પામૃત જૈન જ્ઞાન ભંડાર ટ્રસ્ટ
શ્રી હા. વી. ઓ. શ્વે. મૂ. તપા. જૈન ધર્મશાળા કમિટિ તથા અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ
હાલારી ધર્મશાળા – શંખેશ્વર ફોન : ૦૨૭૩૩ - ૭૭૩૧૦
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર. (સૌરાષ્ટ્ર) ફોન : ૭૭૦૯૬૩
જળમાં અગ્નિ નાખનાર મુર્ખ મંદબુદ્ધિવાળો એક મનુષ્ય હતો, એક વાર રાત્રે તેણે વિચાર્યુ કે ‘‘પ્રભાતે દેવતાની પૂજા કરવી છે. સ્નાન ધૂપાદિ માટે મને જળ અને અગ્નિ ઉપયોગી છે. માટે તે બન્ને એકઠાં રાખું; જેથી મને જલદી મળી શકે,'' એમ વિચાર કરીને પાણીનાં કુંભમાં અગ્નિ નાખીને તે સૂઈ ગયો સવારે જુએ છે તો અગ્નિ નાશ પામ્યો હતો, અને પાણી બગડયું હતું. કોલસાથી મિનન થયેલા પાણીમાં જોયું, એટલે તેનું મુખ પણ તેવુંજ મલિન દેખાયું. (કથાસરિત્સાગર – ૮૭)
૩૨૮
ગધેડાને દોહનાર મૂર્ખ છોકરાઓ
કેટલાક મૂર્ખ છોકરાઓ ગાય આદિને દોહવાતાં જોઈને એક ગધેડો શોધી કાઢીને તથા તેને રોકીને આનંદ પૂર્વક દોહવા લાગ્યા. કોઈ દોહવા લાગ્યો અને કોઈ દૂધનું વાસણ ધ૨વા લાગ્યો, બીજાઓ કરતાં પહેલું દૂધ કોણ પીએ એ માટે પણ તેમનામાં અહંપ્રથમિકા - ચડસા ચડસી થવા લાગી. પરંતુ પરિશ્રમ કરવા છતાં તેઓ દૂધ મેળવી શકયા નહિ. અ વસ્તુ પાછળ શ્રમ કરનાર મનુષ્ય ઉપહાર પાત્ર થાય છે.
(કથાસરિત્સાગર - ૫૩૮)