________________
વર્ષ-૧૨
અંક ૯૦ તા. ૭-૧૨-૯૯
ગિરનારનો સૂચિત રોપ-વે તીર્થની આધ્યાત્મિક અસ્મિતાને ભડકે જલાવશે
-પૂ. મુનિરાજશ્રી હિતવર્ધન વિજયજી મ.
સંસાર આખાની બૂ-છાંડતા પાપોની ખાઈમાં ખાબકી રહેલા
ભોગવાદની ભડકતી ભૂખોએ આજે પોતાના ઉન્માદી અને અનાચ રી પેટને પોષવા સનાતન ધર્મ સંસ્કૃતિને ય | માટે જે ઝાલવા કાજેનું તરણ-તારણ તરણું બની રહે તે તીર્થ. ! વિકાસ' નામના જલસા તાપણે રાંધી મા૨વા જાણે ભેખ પકડયો છે.
અર્થશૂન્ય વિકાસ અને વિલાસ'ના પ્રોગ્રામોની પાછળ સંતાયેલી ભભૂકતી વાસનાઓ ઝાળે. આજે અધ્યાત્મના લીલુડા પત્રો જેવા' ધર્મસ્થાનો-ધર્મસાધનોને ભસ્મસાત્ કરી દેવા વૈશ્વાનનું સ્વરૂપ ધારણ કર્યું છે.
દિશા ભૂલેલી આજની આમ પ્રજા અને સત્તાનશીન સલ્તનતો, સુવિધા તથા પ્રોગ્રેસ'ના કાંટાળા બિબામાં ધર્મની
ચિરન્તન મૂકીને ઢાળી દઈ. પોતાની જ આધારશિલા ને ભગ્નાવશેષ કરી દેવા માંગે છે.
અરે ! માન ભૂખા વિદ્વવાનો, પ્રજાની આન્તર સલામતી જેવા સ્થાપત્યો તેમજ સદાચારોને એક વસમી પૂરવાર થનારી એક વીસમી સદીના વિનાશક પરિબળોની ‘નાગચૂડ’માં ફસાવી ચૂરી નાંખતાય સંકોચાય તેમ નથી.
ઉમદા આદર્શો અને આધ્યાત્મિક અસ્મિતા જે ભૂમિના
કણ-કણ ૫૨ કલ૨વ કરતી હતી, તે આજ ભારતવર્ષ છે. જેનો આધુનિક ઈતેિહાસ, કુ-આચાર તથા કુત્સ્ય-વિચારની કાળી ડીબાંગ શાહીથી આલેખાય રહ્યો છે.
હા ! ગરનારનો સૂચિત રોપ-વે' પણ ખેર ! વિનાશક પરિવર્તનનું જ એક ઉદાહરણ પુરૂ પાડશે.
‘‘આ નિર્દેશિત રોપ-વે' વિધર્મિઓ અને વાસના ભૂખ્યા માનદ્ વરૂઓને મોકળું ચોગાન બક્ષનારો વન-વે' નહી બની રહે તેની કોઈ ખાત્રી નથી.’’
|
‘‘હા ! ત્યારે પાપોથી પીડાતા વિશ્વવર્તિ પ્રાણિ સમુદાયને પાવનતા-પવિત્રતાનો સંદેશો પહોંચાડનાર તીર્થ શબ્દ જ પોત ની વાસ્તવ ગરિમા ગુમાવી બેઠો હશે.''
|
તીર્થની સ્થાપના તીર્થની કરાતી યાત્રા પાછળનો મૂળભૂત-મૌલિક આશય જ આ રહ્યો છે, કે સંસારમાં બેઠાં બેઠાં અપવિત્રતા, અનાચાર અને અતિચારના ભરખી ગયેલા જખમોની આધ્યાત્મિક રાહે સુશાન્ત ચિકિત્સા થાય.
‘આઘાત અને આક્રની આતશો તો ત્યાં બાળ રહી છે દિલને કે સુવિધા અથવા અત્યાધુનિક સગવડો સાથે જે પતિત પાવન તીર્થના મૂળભૂત સિધ્ધાન્તો કોઈ જ સંગતિ નથી પામતાં; તે તીર્થોને વિકાસનો બુરખો ઓઢાડી દઈ અઘતન સામગ્રીઓનો સંયોગ કરાવી દઈ તા૨ક તીર્થને ‘વશંકર’
|
બનાવી દેવાની કુટિલ ચલગતમાં ગણાતાં શિષ્ટો તેમજ સંતો
પણ ફસાઈ ચૂકયાં છે.
|
તીર્થ શબ્દનો તાત્પર્ય જ એ નીકળી રહ્યો છે, કે પાપોની, દોષોની, દર્દીની, દૂષણોની, દૂરાચારોની ગંધાતી ગર્તામાં ગરક થતાં માનવનું જે રક્ષણ કરે.
‘‘તીર્થો સગવડ માટે છે, તીર્થોના વિકસાર્થે ભૌતિક સુવિધા હોવી જરૂરી છે; એ માન્યતા જ સાચે ‘હેમ જ’ની માનસિક બિમારી છે; કે જેના દર્દીઓની સંખ્યા આજે ફૂલી-ફાલી બની રહી છે.’’
પ્રથમ આ વાતો છૂટી છૂટીને ય ગળે ગળવી આવશ્યક છે. ૧. ‘‘તીર્થો તરવા માટે છે; નહિ કે હ૨વા-ફ૨વા માટે.'' ૨. ‘‘તીર્થો પૂજન અને પાવિત્ર્યના ચુસ્ત પરિપાલન માટે છે. પ્રવાસન ક્ષેત્ર'ના ગોગલ્સ લગાવી તેને હરગીઝ નીહાળી નહિ શકાય.’’
૩. ‘‘આ તારક તીર્થો અહોભાવ થી થતી અર્ચનાના મંદિર સમાં હોય છે. ભૌતિક આનંદ કે ઉન્માદના કાબર ચીતરા રંગોથી તે ‘આદર્શ મંદિરને ન જ ચીતરી શકાય.
૪. ‘‘તીર્થો સાધનાના મૂક પ્રેરક હોય છે તેથી તીર્થભૂમિ, મોક્ષ તરફ જેઓની મીટ મંડાઈ છે; એવા સધકોને સાદર નિમંત્રિત કરે છે. અલબત ! યાદ રહે ! શીખની આન-બાનના પૂરક તો તે નથી જ તેથી તીર્થક્ષેત્રોને સહેલગાહના ઉન્મુક્ત સાગરતટ ન જ બનવા દેવાય.