________________
શ્રી જૈન શાન (અઠવાડિક) પૂજ્યશ્રી કહેતા હતા કે–
તા. ૪-૭-૨૦૦O
પલ
પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ. મ. સા.
દોષ રહીત જીવવું અધર્મ રહિત જીવવું, ધર્મ સહિત જીવવું, મઝેથી મરવું તે આપણા હાથની વાત છે આ રતે જીવે તેની સદ્ગતિ નિયમા થાય અને તે પણ ધર્મવાળી હોય.
સારની સાધના કરવી પડે તો ન છૂટકે કરે પણ તે કરવાનું જેનું હૈયું નહિ તેનું નામ ધર્મી !
॥ સયમનો અર્થી અને સંસારમાં ન છૂટકે રહેનાર જીવ માટે દુર્ગતિ છે જ નહિ.
ચાજે જે જીવો દુ:ખી દેખાય છે તે અસલમાં દુઃખી નથી પણ તેમના મન ખરાબ છે માટે દુઃખી છે. જો તેમની મનોવૃત્તિ સુધરે તો કાલથી સુખી થઈ જાય. – ઘણા નિર્ભાગી જીવોને ધર્મની સામગ્રી વધુ પાપ કરાવવા જ મળે છે.
જે જીવોને સંસારમાં જ મઝા આવે છે, ધર્મ કરવાનું મન જ થતુ નથી, કદાચ ન છૂટકે દેખાવ માટે થોડો ઘણો ધર્મ કરે છે તે બધાનું પુણ્ય પાપનુબંધી છે ! પૈસા કમાવવા એટલે નવાં દુઃખ ઉભા કરવા. #સારમાં અક્કલનો ઉપયોગ કરવો એટલે અનેકને ઉન્માર્ગે દોરી સત્યનાશ કાઢવું.
=
પુણ્યથી મળતી અનુકુળતા ભોગવવાથી આપણું પુણ્ય ખવાય છે અને એવા પાપ બંધાય છે કે ભવાંતરમાં ભીખ માગતા ય ખાવા - પીવા, પહેરવા - ઓઢવા
મળે.
યમનું સારી રીતે પાલન કરવા માટે વિહાર છે. કર્મસત્તા તો છુપી પોલીસ કરતા ય છુપી પોલીસ છે તે સવી રીતે જીવને પકડી લે છે કે જીવ ગમે તેટલી માયા નેપ્રપંચાદિ કરે તો ય તેને તરત ચોંટી જાય છે. સાધુપણાનો સ્વાદ પરિષહ વેઠવામાં છે.
રજી. નં. GRJ ૪૧૫.
શ્રી ગુણદર્શી
– મિથ્યાત્ત્વ મોહની સત્તા ઉઠે તો જ અધ્યાત્મ ભાવ
આવે. તો જ આત્મા માટે ધર્મ કરવાની વા ગમે, નહિ તો પૈસા - ટકા, દુનિયાની મોજ મજાદિ માટે જ ધર્મ થાય.
#
॥
જેને અધર્મનો ડર ન લાગે, ધર્મનો પૂરેપૂરો પ્રેમ ન જાગે તે જીવ સાચો ધર્મ કરી શકે નહિ. તે સ ધુ થાય તો ય સત્યનાશ કાઢે.
દુનિયાના પૈસાદિ માટે મંદિરમાં જવું તે ય પાપ !
શાસનના સિદ્ધાંત પ્રેમી જીવો કદી કજીયો કરત. નથી, આવે તો વેઠી લે છે, નવું પણ કશું કરત નથી. આપણે કશું નવું પ્રતિપાદન કર્યું નથી. જે કર્યું છે તે નાનો ઉદ્ધાર કર્યો છે.
॥ સમ્યદ્રષ્ટિ તેને જ કહેવાય જે જેની દ્રષ્ટિ આત્મ સ્વરૂપ તરફ હોય. એને સંસાર અસાર જ લાગે મોક્ષ તરફ એની દ્રષ્ટિ અવિચલ હોય, ભોગની સધનામાં એ લેપાય નહિ.
જે ભવને ભયંકર ન માને અને ભદ્રંકર માને . ધર્મને લાયક નથી, ધર્મ માટે તે અનધિકારી છે, · ર્મીપણું એનાથી વેગળું છે. માણસાઈ વિનાના માણસ જેમ નકામા છે તેમ ધર્મ વગરના કહેવાતા ધર્મી પણ નકામા છે.
॥ સ્યાદ્વાદના નામે અસત્ય સ્વીકારાય નહિ અને સત્ય છોડાય નહિ – છોડાવાય નહિ. બીજાને સમજવવાની કોશિશ કરાય, ન સમજે તો ત્યાગ પણ કરય પણ સિદ્ધાન્તની વાતમાં ઘાલમેલ તો કરાય જ નહિ
જ્યારે જ્યારે નવી વાત આવે ચાલે ત્યારે સત્ય શું છે, અસત્ય શું છે તે જાણવાનું મન ન થાય, સજવાનું મન ન થાય, સમજ્યા પછી સાચું કરવાનું અને ખોટું છોડવાનું મન ન થાય તે બધા મિથ્યાત્ત્વના પ્રેમ છે !
જૈન શાસન અઠવાડિક
માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.