________________
૩૪
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૨ અંક ૪૩/૪૪ તા. ૪-૯-૨૦૦૦
મહાભારતના પ્રસંગો
-શ્રી રાજુભાઈ પંડિત
પ્રકરણ : ૭૦
**
જરાસંઘ
હે કૃષ્ણ ! દુર્યોધનના વધથી રોષાયમાન થયેલા ત્રિડિશ્વર જરાસંઘ તને કહેવડાવે છે કે- ‘કૌરવકુળના સંહારથી તું સ્હેજ પણ ઘમંડ કરતો નહિ. હજી જરાસંઘ જીવની બેઠો છે. ને તારા પેટને ચીરી નાંખીને તેમાંથી કંસને અને દુર્યોધનને ખેંચી કાઢશે. હમણાં તો આ કુરૂક્ષેત્ર અને અક્ષૌહિણીના કબંધો (ધડ) અને માથાઓથી વિષમ બની ગયું છે માટે કુરૂક્ષેત્રને તજીને સનપલ્લીના મેદાનમાં આપ્ણો સંગ્રામ થશે.’’
અવજ્ઞા પૂર્વક દૂતને શ્રીકૃષ્ણે કહ્યું - અમારા બાહુને હજી તો કંસ અને કૌરવના સંહારથી તૃપ્તિ નથી થઈ તે જરા ઘ ! તારે જ કરવી પડશે અમે સનપલ્લીના સંગ્રામમાં આવ્યા જ સમજ. તું પણ વિલંબ વિના સજ્જ થઈને ચાલ્યો આવ. ‘“ જા દૂત ! તારા રાજાને મારા આ વાકયો સંભળાવજે.'’
કૃષ્ણના વચનથી સંગ્રામ સજ્જ થયેલા જરાસંઘે સોમ દૂતને પૂછયુ- ‘દૂત ! તે ગોવાળીયો હક્કિતમાં છે કેવો ' તે અભય વચન મેળવીને કહ્યું- રાજન્ ! બલદેવ જેનો વડીલબંધુ છે અને અરિષ્ટ નેમિ જેના નાના બંધુ છે તેની સામે સંગ્રામ ખેડવાનું આ દુઃસાહસ તમારા અનાને પેદા કરશે માટે આવા સંગ્રામથી અટકી જાવ.’'
આથી રોષારૂણ થઈને જરાસંઘે કહ્યું- દૂત ! જરા જીભને સંભાળીને બોલ. એ કાચબા જેવડો ગોવાળીયો ભરત ર્ધના ધણી જેવા મારી આગળ કોણ માત્ર છે ? આ ગોવા ળીયાને તો હું રણમાં ઉચ્છેદી નાંખીશ ! આમ કહીને પ્રચંડ - વિરાટ સૈન્ય સાથે જરાસંઘ સનપલ્લીમાં આવી પહોચ્યો.
સંહાર
બન્ને પક્ષના સૈન્યો સામસામે ગોઠવાઈ ગયા, જરાસંઘે ચક્રવ્યૂહ રચ્યો હતો, તો શ્રીકૃષ્ણ વાસુદે ગરૂડવ્યૂહ રચ્યો હતો. શ્રી નેમિકુમારને સંગ્રામમાં આવેલા જાણીને ઈન્દ્રએ માતલિ સારથિ તથા શસ્ત્ર રાજ્જ દિવ્ય ૨થ મોકલ્યા હતા.
|
બીજી બાજુ શ્રીકૃષ્ણ પણ શુભ શુકનો પૂર્વક વડિલો તથા બંધુઓ સહિત શસ્ત્ર સજ્જ થઈને આવી પહોચ્યાં.
|
વૈતાઢયની શ્રેણિના વિદ્યાધરોને પરાસ્ત કરવા માટે શ્રીકૃષ્ણે પોતાના પિતા વસુદેવ તથા પુત્ર શાંબ-પ્રદ્યુમ્નને મોકલ્યા વસુદેવના હાથ ઉપર શ્રી અરિષ્ટ નેમિ કુમારે જાતે જ મેરૂ ઉપરના જન્માભિષેક વખતે દેવોએ બાંધેલ રક્ષા ઔષધિ બાંધી.
શ્રીકૃષ્ણે પાંચજન્ય અને અર્જુને દેવદત્ત શંખ ફૂંકીને સંગ્રામ શરૂ કર્યો.
જરાસંઘના શક્તિશાળી સુભટોએ કૃષ્ણના સુભટોને પરેશાન કરી મૂકતા તેઓ ભાગીને કેશવના શરણે ગયા. કેશવ તેમને આશ્વાસન આપ્યુ.
હવે બલરામે કૃષ્ણને કહ્યું- ‘‘શત્રુનો ચક્ર યુહ લાંબા કાળે પણ દુર્ભેદ છે.'' માટે દક્ષિણ તરફથી નેમિનાથકુમારને, ડાબી તરફથી અર્જુનને અને આગળના ભાગે અનાવૃષ્ટિને મોકલીને ચક્રવ્યૂહને ભેદી નાખ્યો અને તરત જ યાદવ સૈન્યે તેમાં પ્રવેશ કરીને જરાસંઘના સૈન્યને ખળભળાવી મૂકયુ.
હવે શ્રી નેમિકુમાર સામે રૂકિમ રાજા ટકરાયા પ્રચંડ પરાક્રમથી તેણે કુમારને પરેશાન કરવા પ્રયત્ન કર્યો પણ આખરે તે રૂકિમ હાંફી ગયો. ત્યારે એક સાથે લાખો રાજાઓ નેમિકુમાર સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે કરૂણાસાગર પ્રભુએ હણવાની જરાય ઈચ્છા ન હોવાથી માત્ર દૈવી શંખ ફૂંકયો. તે શંખનાદથી ત્રાસી ઉઠેલા લાખ્ખો રાજાઓ શસ્ત્રો ફેંકી – ફેંકીને ભાગવા ગયા પણ યાં ને ત્યાં
જ સ્તંભિત થઈ ગયા.
બીજી તરફ જરાસંઘના સેનાપતિ હિરણ્યનાભને હણી નાંખવા શ્રીકૃષ્ણના સેનાપતિ અનાવૃષ્ટિ તે તરફ ધસી ગયો પણ હિરણ્યનાભ આદિએ ભેગા થઈને અનાવૃષ્ટિને પરાસ્ત કરવા માંડયો. ત્યારે કુરૂક્ષેત્રમાં સામે પક્ષે કૌરવો બંધુ હોવાથી દુશ્મનાવટથી બરાબર યુદ્ધ કરી ન શકાયુ હોવાથી અર્જુને હવે ગાંડીવ ધનુષના પોતાના મૂળભૂત ટંકાર સાથે બાણો ચડાવી – ચડાવીને ચલાવવા માંડતા શત્રુ સૈન્ય ભાગવા માંડયુ. ભીમે ગદાથી શત્રુ સૈન્યને દળવા માંડયું તો યુધિષ્ઠરે કૈંક રાજાઓને હતપ્રભ કરી નાંખ્યા. નકુલે