________________
શ્રી જૈન શાસન (અઠવાડિક).
. તા. ૨૨-ફ-................રજી. ન.
.
Ur1
-
પરિમલ
:::::::::* - - -
1. ર.
...
,
મર":
1 જીવને ખરેખર મજા ત્યારે જ આવે કે વારંવાર સતત | મોજ યાદ આવ્યા કરે દુનિયાના પદાર્થો પરનો રાગ પણ ન રહે આ શરીરનો પણ મોહ ઉતરી જાય, દુ:ખ વેઠકમાં આનંદ આવે તો! શરીનો જ પૂજારી ધર્મ માટે અયોગ્ય. કોઈપણ પ્રતિજ્ઞા * ભાંતા ક્ષણ પણ લાગે નહિ. જેને સંસારનું સુખ માત્ર મજેવું લાગે છે, સુખનું સાધન શરીર સારું લાગે છે. તે માટે જે કરવું પડે તે કરવા તૈયાર છે. તે બધા સંસારમાં જ ભટકવાના છે. આશારીર “મિત્ર' જેવું લાગે છે તે “શત્રુ' જેવું ન લાગે અને દુનિયાનું સુખ જ મોટામાં મોટું, દુઃખનું કારણ છે આમ પણ ન લાગે ત્યાં સુધી શાસનનો રસ પેદા થાય
જે જીવ પાપ ન કરે તે તો સારો છે. જે પણ જે જીવ પાપ કરતો પણ હોય છતાં પણ તેનું પાપ જો તેને ખટકયા કરતું હોય તો તેનો ય નંબર રાખવો છે. પછી તો ભગવાન પાસે જઈને તે રોતો કે- “હે પ્રભુ! હું પાપી છું, તારી પાસે આવવા ય લાયક નથી, પણ આપ તો “પતિત પાવન' છો માટે હું આપની પાસે આવ્યો છું. આપના દર્શનથી મારી સુખની લાલચ નાશ પામે. ખોટો લોભ ઘટી જાય. ખોટી લાલસાઓ મરી જાય મારી દુબુદ્ધિ નાશ પામે તે માટે હું આપની પાસે આવ્યો છું ' આવી વૃત્તિવાળા જીવોનો પણ આજે દુષ્કાળ પડયો છે. આજે મોટો ભાગ પરલોકને માનતો. માટે તેને મરવાનો ભય છે. જીવવાનો લોભ છે, સુખનો - પૈસાનો તો અતિલોભ છે. તેને જ કારણે તેને એક પાપ, પાપ નથી લાગતું, પાપના ફળની માન્યતાનો અભાવ છે, મારું પાપ કોઈ ન જાણે તો વાંધો આવવાનો નથી, પણ કદાચ કોઈ મારું પાપ જાણે તો તેનું મોં બંધ કરી દઈ - આવી દુષ્ટ માન્યતાઓને કારણે જ અમારી વાતો. તમારા હૈયામાં પેસતી નથી. અમારું કામ તો તમને બધાને ધર્મમાં જોડવાનું છે, મોક્ષમાં જોડવાનું છે, સંસારમાં જોડવાનું નથી. તમે બધા સંસારના કામ કરો તેમાં અમારી સંમતિ હોય નહિ. તમને બધાને સંસારમાં સુખી જોઈને અમે આનંદ પામીએ તો અમારા હાથમાં ઓઘો શોભે નહિ. જેને ભગવાન મલી જાય, ભગવાનનો માર્ગ ગમી જાય તેણે જ આ કલ્યાણક બરાબર ઉજવ્યા કહેવાય, ભગવાન આપણા હૈયામાં આવવા જોઈએ ભગવાનની એક એક આજ્ઞા આપણા હૈયામાં અંકિત થવી જોઈએ. તેમાં પહેલાં મિથ્યાત્ત્વને કાઢવાનું છે, સમ્યકત્વ મેળવવાનું છે, મિથ્યાત્વ પર ગુસ્સો આવવો જોઈએ અને સમ્યકત્વ પર પ્રેમ થવો જોઈએ.
- -
-
-
-
- સંયોગના સુખ હંમેશા દુઃખ આપનારા છે. એકપણ
સંયોગની ઈચ્છા ન હોય તે બધા સુખી ! સાં મળેલું સમજ્યા વગર ચેન ન પડે અને સમજ્યા પછી તે મૂલાય નહિ તેનું નામ શ્રોતા! દો ઉપર તિરસ્કાર જરૂર કરવાનો પણ દોષિત પર ની દોષિતને તો બચાવવાની કોશિશ કરવાની. દુઃ? તે સુધરવાની ચાવી છે સુખ તે બગડવાનો ધંધો છે. વિ કાગના વૈરીને ધર્મ ન આવે. રાગના વૈરીને ધર્મ અવે. સારના સુખ માટે જ ધર્મ કરનારા કયારે કેવો અધર્મ કરતે કાંઈ કહેવાય નહિ. સંસાર સુખનું જ અર્થીપણું એટલે પાપનું અર્થીપણું તેથી તે જીવ જે કાંઈ ઘર્મ કરે તે બો પાપસ્વરૂપ બને. એ મારે જીવતે છતે શાસનની વિરાધના થતી હોય તો તે અટકાવવા સમજાવવા માટે પુરૂષાર્થ ન કરીએ તો અમે પણ પાપના ભાગી બનીએ.
-
-
-
-
—
——
—
—
-
- -
-
- -
-
-
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
c/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી ત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.