________________
સમાચાર સાર
જામનગર ઓસવાળ કોલોનીમાં શ્રી છગનલાલ ખીમજી ગુઢકા, શ્રીમતી કાંતાબેન છગનલાલ, શ્રીમતી દેવકુંવરબેન મોતીચંદના સુક્ત અનુમોદના રૂપ
ભવ્ય જીવીત મહોત્સવ
શાહ છગનલાલ ખીમજી ગુઢકા પરિવારના શ્રી છગનલાલભાઇશ્રીમતી કાંતાબેન શ્રીમતી દેવકુંવરબેનના જીવીત મહોત્સવ માટે તેઓ પોષ માસમાં આવેલા ત્યારે પૂ. આ. શ્રી વિ ય જિનેન્દ્ર સૂરીશ્વરની મ. આદિને અનુકુળતા હોય તે મુજ મહોત્સવ કરવા ભાવના કરી. પૂ.શ્રીના દીક્ષાદિન કે આચાર્યપદ દિન સાથે લેવાનો તેમનો ભાવ હતો અને તે મુજબ અખ ત્રીજના પૂ. શ્રી આચાર્યપદ દિન તથા પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્રવિજયજી મ. નો દીક્ષા દિન હોવાથી તે દિવસ નક્કી કર્યો.
શ્રી યંતિલાલ ખીમજી ગુઢકા શ્રી પ્રભુલાલ ખીમજી ગુઢકા એ ભ ય તૈયારી કરી અને શ્રી છગનભાઇ પણ સમયસર આફ્રીકાથી દે શમાં આવી ગયા. ખૂબ ઉત્સાહ વર્તાતો હતો.
ચૈત્ર પદ ૧૧ તા. ૩૦ રવિવારે પૂ. શ્રી આદિનો ભવ્ય પ્રવેશ થયો. તે દિવસે શ્રીમતી કાંતાબેનને શ્રી ચંદનબાળાના અક્રમનું પાર શું હતું. વિશાળ સામૈયું રણજીતનગર તેમને ઘેર ગયું ત્યાં પાર ગાનો વિધિ ગુરુપૂજન આદી કરવા પૂર્વક અડદના બાકુળા વહોાવ્યા. માંગલિક તથા સંઘપૂજન થયું. દર્શન કરી ઉપાશ્રયે એ વતાં પ્રવચન થયું. અને સંઘોની ચાતુર્માસ વિનંતિઓ થઇ. પૂ. શ્રીએ જામનગર ચાતુર્માસની હા પાડતાં સૌ ઉત્સાહમાં આવી ગયા અને જય બોલાવી જયજયકાર કર્યો. ગુરુપૂ ન કરી શ્રીફળની પ્રભાવના થઇ.
ઐ. ૧૬ ૧૩ કુંભર પાવન આદી તથા બપોરે પંચકલ્યાણક પૂજા ભણાવાઇ પૂજા ભાવની માટે શંખેશ્વરથી દિલીપભાઇ ઠાકુરની મંડળી આવી હતી. ભાવનામાં પણ રસ જમાવ્યો
ચૈત્ર વદ ૧૪ ના સવારે પ્રવચન,બપોરે નવગ્રહાદિ પૂજન થયું. વદ ૦)) ગુરુવાર સવારે પ્રવચન, બપોરે ભવ્ય મંડપમાં ઠાઠવી શ્રી સિધ્ધચક્ર પૂજન ભણાવાયું. જીવદયાની ટીપ મોટી થઇ એક લાખ એક હજાર ખીમજી પરિવાર તથા
૩૬૭
વાલીબેન જેઠાભાઇ નાગડા તરફથી ૩૫ હજાર જેટલા ધ્યા અનેક ભાવિકો ૧૧ હજાર વિ. લખાવીને લગભગ ૨ લખ સુધી ટીપ પહોંચી ગઇ ટ્રસ્ટી શ્રી રામજીભાઇએ આ દુકાળમાં તરત વાપરી નાખવાની જાહેરાત કરી.
સુદ ૧+ ૨ શુક્રવાર તા. ૫ ના ભવ્ય રથયાત્રાનો વરઘોડો ચડયો બગીઓ મોટરો રથ વિ. ની શુભ અને સાજન મહાજન પણ સારૂં હતું. ખંભાળીયા ગેટ પ્લોટ દેરાસર પોલ સ ચોકી થઇ ઓસવાળ કોલોની ઉતર્યો.
ઓસવાળ સેન્ટરમાં જામનગર તથા બાવન ગામ હા.વી.ઓ. સમાજનું સંઘજમણ થયું. છગનભાઇ આદિનું બહુમાન થયું.તેમણે પણ ઉદારતાથી ખુશી ભેટ આપી. મીઠ ઇ ખુબ વધી તે અનેક સંસ્થાઓમાં કાર્યકરોએ પહોંચાડી.
સુદ-૩ સવારે ૯-૦૦ વાગ્યે ઠાઠથી અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવાયું. શ્રીફળની પ્રભાવના થઇ. શ્રીફળ, લીલાશ્રીફળ, સાકર વિ. ની પ્રભાવનાઓ રોજ થતી. વિધિ માટે શ્રાધ્ધવર્ય-શ્રેષ્ઠિીવર્ય શ્રી નવિનચંદુ બાબુલાલ શાહ તથા સુરેશભાઇ પધાર્યા હતા. ત્યાં પ્રવચનમાં તથા પૂજન આદિમાં રંગ જામતો અને ખુશી ભેટની છોળો ઉછળતી.
સુદ-૪ રવિવાર પૂ. તપસ્વી રત્ના સા.શ્રી. મહેન્દ્રપ્રભાશ્રીજી મ. ની પુણ્ય તિથિ નિમિત્તે સત્તર ભેદી પૂર્ણ ઠાઠથી ભણાવાઇ, વિમલ જિનેન્દ્ર સંગીત મંડળે ભક્તિ રસમાં મગ્ન કરી દીધા. ખીમજી વિરજી ગુઢકા તથા સાધ્વીજી મ. ના સંસારી પુત્ર વેલજી હીરજી ગુઢકા તરફથી એક- બે શ્રીફળની પ્રભાવના થઇ.
રચનાઓ ૧૦ નું આકર્ષણ હતું. તથા જીવંત મહોત્સ્વ નિમિત્તે પાંચ છોડનું મોટા ઉપકરણ આદિ સાથે સારી ઉદારતાથી કર્યું હતું.
જીવદયાની ટીપમાંથી હાલારના બાવન નામમાં ૧ ગુણી ચણ ૨-૨ હજાર રૂા. નિરણ માટે અને બીજે દ્વારા આદિ ખાતે મોકલાયા હતા. શ્રીમતી વાલીબેન જેઠાભાઈ ધરમશી તરફથી ૧-૧ ગુણી ચણ બાવન ગુણી અપાયું હતું. તથા ખીમજી વીરજી ગુઢકા તરફથી બારાડીમાં ૬૧ ગુણી ચાળ અપાયું હતું.