________________
૨૯૪
.
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૨ અંક ૩૫/૩૬ તા. ૨-૧-૨૦૦૦ આ કુતર્કોની મારકણી શક્તિએ જ શુદ્ધ ગુસ્તવ્યનો વૈયાવચ્ચમાં પ્રક્ષેપ કરાવ્યો છે. અને તે દ્વારા પરમાત્મા શ્રી અરિહંતોના પ્રહરી મા સાધુના પેટે દેવદ્રવ્યના ભક્ષણથી ખરડાયેલું ધાન પહોંચાડયું છે.
અને સાધર્મિકજનોના સત્સંગ દ્વારા અને સાથો સાથ સત્યપરક સન્દર્ભ ગ્રન્થોના અધ્યયન દ્વારા સત્ય તત્ત્વની માહિતી એવી તો જડબેસલાક મળી જશે, કે મનમાં ભરાયેલા કુતર્કોના બુરખા ત્યાં જ શિરચ્છેદ પામી જાય. કુકનો શિરચ્છેદ થયા પછી તેની ભીતરમાં રહેલી નિતાન્ત અસત્યતા પોતાનું વરવું પ્રદર્શન કર્યા વિના નહિ રહે...
આ જ કુતર્કોના સહારે નવાંગ ગુરૂપૂજનની સપ્રમાણ, સાધાર, શાસ્ત્ર સાપેક્ષ માન્યતાને નિષ્કારણ અપ્રમાણિત ઠેરવવાની કોશિષ કરાય છે.
આ કુતર્કોના દળોએ જ શ્રી શત્રુંજય તીર્થાધિરાજની સત્યપરક ચાતુર્માસિક યાત્રાના અત્યંત ઉપયોગી કાર્યને નાહક્ક અવરોધ્યું છે.
આ કુતર્કોના બળોએ જ સ્વપ્નદ્રવ્યના સુવિશુદ્ધ
દેવદ્રવ્યનો ‘જિનભક્તિ સાધારણ' ક્ષેત્રમાં વ્યય કરાવ્યો છે. વ્યય નહિ દુર્વ્યય કરાવ્યો છે. કારણ કે તેના દ્વારા તો દેવદ્રવ્ય જેવા દેવદ્રવ્યના દુરૂપયોગને પ્રોત્સાહન મળ્યું છે.
આ કુતર્કોની તાકાતે જ શ્રદ્ધાથી ભીના ભીના શ્રાવકોને દેવાના પૈસે દેવની પૂજા કરવાના પાપી પાઠ શીખવ્યા છે.
આ કુતર્કોની ક્રૂરતાએ જ બહુમત શ્રી સંઘને અસત્યનો ઉન્માદ ચઢાવ્યો છે. મહામૃષાવાદનો અંધકાર આ આ જ કુશક્તિએ પ્રસાર્યો છે.
આ કુતર્કોની શક્તિએ જ ભગવાનના પૈસે ભગવાનની પૂજા-અર્ચનાના ભ્રામક પ્રચારો કરીને કેઈ લોકોને અસત્યની વાટ ચીંધી છે.
હા ! હા ! હા ! કુતર્કોની તાકાતે જાણે સર્વત્ર હાહાકાર મચાવી દીધો.. સત્યના સનાતન રત્ ને પણ હતપ્રભ બનાવી દીધું. આવા કુતર્કોના દળ અને બળનો તો પડછાયો પણ પાપી ગણાય. ચાલો ! તેની દિશા પણ
પરિહરવાનો સંકલ્પ કરીએ...
જે સંકલ્પ પછીની જ પળ હશે- સિંહનાદી !
જે સિંહનાદ શિથિલતાના પાપને દેહાંત દેવા ધસમસતો હશે.
જે સિંહનાદ સંઘ એકતાની ભ્રામક ભ્રમણાઓને ઉઘાડી કરી દેશે.
જે સિંહનાદ બહુમતવાદની શ્રધ્યેયતાને નામશેષ કરી સ્વદ્રવ્યથી જ જિનપૂજાના કર્તવ્યને મંદ પાડી દેવાનું દેશે.. અને જે સિંહનાદ ત્યારબાદ પુકારી ઉઠશે કે સત્યને તો કલંક પણ આ કુતર્કોના જ કપાળે ચોટે છે. વધાવીશું જ સત્યને કદાપિ ન જ વધેરી શકાય. જીવનને વધેરીને પણ સત્યને તો વધાવીશું જ વધાવીશું..
(પૂર્ણ)
પ્રેરક પ્રસંગ
૫૦, ૦૦૦ લોકો માટે એક જ લાડુ
ચેનનઇની એક કંપનીના ચેરમેને સન ૧૯૯૨માં દીવાળી પર એક મહાકાય લાડુ બનાવડાવ્યો લાડુનું વજન ૩.૫ ટન તથા વ્યાસ ૬ ફૂટ (૧.૮૯ મીટર) હતું. આ લાડુ ૩૫ રસોઇયાઓ ભેગા મળીને તૈયાર કર્યો હતો. લાડુ બનાવવામાં ૩૦,000 કિલોગ્રામ ખાંડ, ૮૦૦ કિલો લોટ તથા ૩૦ કિલો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ લાડુ ૫૦,૦૦૦ લોકોએ ૫૦ ગ્રામ (સૌજન્ય - જયહિન્દ)
પ્રતિ વ્યક્તિના હિસાબથી આરોગ્યો હતો.