________________
રજી. નં. GRJ૪૧૫
શ્રી જૈન શા (અઠવાડિક)
" "" "" "" "" પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૪-૪-૨૦૦૦ * * * * * * * * * * * * * * * *
રક
*
*
*
*
શ્રી ગુણદર્શી );
मा. श्रीकैला मसागरसूरि ज्ञानदर श्रीमहावीर जैन ओराधना के ના ધીર) શિ, ૦૧
Imજ એક વાર પામી
બ - પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા. આજે આપણને જે સામગ્રી મળી તે પુણ્યથી મળી તેમાં ના નથી પણ પુણ્ય મેલું હોય તેમ લાગે છે.
કારણ કે ધર-પેઢી મારા લાગે છે, મંદિર-ઉપાશ્રય સૌના લાગે છે - આવી મોટાભાગની મનોવૃતિ છે. . આત્માની અશુદ્ધિ તે સંસાર, આત્માની શુદ્ધિ તે મોક્ષ ! : શરીરની સેવા કરવી એટલે માર ખાવાનો ધંધો ! - રાગ કે દ્વેષના પ્રસંગો મન ઉપર અસર ન કરે તેનું નામ સમાધિ ! 1 લાખો – ક્રોડોનો જરા ય આનંદ ન હોય અને દરિદ્રતામાં દુઃખી ન હોય તેનું નામ સમાધિ!
આજે લક્ષ્મીના માલિક કેટલા હશે અને લક્ષ્મીના દાસ-પૂજારી કેટલા હશે? લક્ષ્મીને જ્ઞાનિની આજ્ઞા મુજબ ખર્ચે તે બધા લક્ષ્મીના માલિક કહેવાય અને ભગવાનની આજ્ઞા મુજબ લક્ષ્મી ખરચવા તું જેને મન ન થાય તે બધા લક્ષ્મીના ગુલામ કહેવાય ધર્મમાં ખરચવાથી લાભ જ થાય તેમ જાણવા છતાંય ધર્મમાં પૈસા ખરચે નહિ તે કોના ભગત કહેવાય? ભગવાનના ભગત કહેવાય કે પૈસાના ભગત કહેવાય ? જ જીવ ભગવાનને માને તેને પૈસાની કિંમત જ ન હોય. તેને તો પૈસો ઈચ્છવા જેવો ન લાગે તેવા જેવો ન લાગે, મેળવવા જેવો ન લાગે, ભોગવવા જેવો ન લાગે પણ છોડી દેવા જેવો જ લાગે. તેને
સિો રાખવો પડે તો ન છૂટકે રાખે અને ન છૂટકે ભોગવે. • 1 શ્રી જૈન શાસનમાં પૈસાની કિંમત નથી પણ ભગવાનની પરમતારક આજ્ઞાની કિંમત છે. ધર્મ
કરનારાઓ ભગવાનની આજ્ઞા મુજબ બરાબર ધર્મ કરે તો આ કાળમાં ય શાસન દીપી ઉઠે. રાધુએ Hણ ગુરૂની આજ્ઞા મુજબ જીવવાનું છે, ગુરૂએ માર્ગસ્થ આચાર્યોની આજ્ઞા મુજબ જીવવાનું છે અને શ્રી આચાર્યોએ પણ ભગવાનની આજ્ઞા જેમાં છે તે શાસ્ત્રોને નજર સમક્ષ રાખીને જીવવાનું છે. ગમે Rટલું ભણેલો-ગણેલો વિદ્વાન ગણાતો પણ જો ભગવાનની આજ્ઞા મુજબ ન જીવે, આજ્ઞા મુજબ ન જીવાય તેનું દુઃખ પણ ન હોય તો તેની આ શાસનમાં ફુટી કોડિની કિંમત નથી. અભ, પણ hોનિની નિશ્રા સ્વીકારી, જ્ઞાનિની આજ્ઞા મુજબ ચાલે તો તે તરી જવાનો છે અને ભણેલો, આજ્ઞાને +હિ માનનારો, મરજી મુજબ જીવનારો ડૂબી જવાનો છે.
", "...
"
ન શાસન અઠવાડિક , માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
c/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.