________________
૧૨
મંદિરમાં પૈસા ઘણા છે આપી દો.’ તે વખતે ત્યાંનો આગેવાન ઊભો થયો અને કહે કે – “સાંભળી લો. આપણે બધા બેઠા છીએ મંદિરમાંથી પૈસા નહિ અપાય. મંદિરમાંથી પૈસા આપીએ તો તે આપણી પોતાની મિલ્કત છે ? હવે કાળ બગડતો આવ્યો છે. આપણા બધાની ભાવના પણ બગડવા લાગી છે. તેથી નકકી કરીએ છીએ કે - મંદિરમાંથી જેટલા પૈસા આપીએ તેટલા જ આપણા સંઘે આપવાના. અને આપણો સંઘ જેટલા આપે તેમાં અર્ધા અમે બે આગેવાનો આપીશું અને અર્ધા તમારે બધાએ આપવાના.’’ આજે આવો આગેવાન કોઈ નીકળે?
પ્ર. – દેવદ્રવ્યની માલિકી કોની કહેવાય ?
ઉ. - ભગવાનની. ભગવાનની આજ્ઞા મુજબ તેનો તમારે વ્યય કરવાનો છે. પણ તેથી તમે તેના માલિક નથી થઈ જતા. તમારે તો કહેવું જોઈએ કે આ પૈસા અમારા નથી પણ મંદિરના છે.
જૈન શાસન (અઠવાડિક)
પ્ર. – દુષ્કાળમાં દેવદ્રવ્યના પૈસાની લોન અપાય ? ઉ. - આજે આ હવા શરૂ થઈ છે પણ તમે લોકો આવા વિચાર સ્વીકારતા નહિ, નહિ તો કાલે કરીને દેવદ્રવ્યના ભક્ષક થઈ જશો.
પ્ર. - ટેક્ષ લાગે માટે જીર્ણોધ્ધા૨માં ન આપે
|
|
ઉ. - મંદિરની આવકનો પણ ટેક્ષ ભરવો પડે છે ? આટલી હદ સુધી મામલો આવી ગયો. ગજબ થયો છે. શ્રીમંતોએ ધર્મની ચિંતા કરી જ નથી. નહિ તેં, સરકારના ટેક્ષની રાતી પાઈ આપવી ન પડે. હું વર્ષોથી કહી રહ્યો છું કે દેવદ્રવ્યના પૈસા તરત જ ખર્ચી નાખવા જેવા છે. જો શ્રી સંઘ સંઘ હોત તો આવી પરિસ્થિતિ આવત નહિ. તમે બધા સમ બની જાવ. પાપ વધી રહ્યાં છે તે ઘટાડો. સાચા શ્રાવક બની જાય. ધર્મ કરવા છતાં ય અધર્મ જ માથે પડે છે તેવી જે તમારી હાલત છે તેને ટાળો. આ સંસાર, સંસારનું સુ, સંસારની સંપત્તિ ખોટી લાગશે તો પાપથી બચી શકાશે. સારનું સુખ અને તે સુખનું સાધન સંપત્તિ વહાલી લાગે છે માટે પાપ વધી ગયાં છે. આવી દશાને ટાળો. તે માટે શું કરવું તે હવે પછી.
|
એકવાર મંદિરના ૫૦,૦૦૦ રૂા. પાંજરાપોળમાં આપી દીધા ત્યારે મેં તે સંઘના લોકોને કહેલું કે - તમે બધા મરી ગયેલ, તમારા પૈસા ખૂટી ગયેલા કે તમે મંદિરમાંથી પૈસા આપી
દીધા તે પૈસા ભેગા કરાવતા કરાવતા તો દમ નીકળી ગયેલો.
જ્ઞાન ગુણ ગંગા
જે શ્રાવક કે શ્રાવિકા જિનાગમના શ્રવણથી પરિણત મતિવાળા, આરંભ અને પરિગ્રહ એ બંન્ને દુ:ખની પરંપરાને કરનાર અને સંસારરૂપી વૃક્ષના બીજ સમાન હોવાથી છોડવા લાયક છે એમ જાણતા હોવા છતાં ઈન્દ્રિયરૂપ સુભટના વશથી આરંભ અને પરિગ્રહને વિષે થતો મહાન ખેદ, સંતાપ અને ભયને વહન કરે છે અને નીરે પ્રમાણે ભાવના લાવે છે કે
BRARIOR
‘હિયએ જિણાણ આણા, ચરિયું મહ એરિસં અઉન્નસ । એયં આલપ્પાલ, અવ્યો દૂર વિસંવ થઈ હયમમ્હાણું નાણું, હયમમ્હાણું મણુસ્સમાહપૂં જે કિલ લદ્વવિવેયા, વિચેક્રિમો બાલવાલવ (સ્થાનાંગ અથ્ય. ૪ ઉ. ૩)
I
॥૧૬॥
||૧૬૩।''
મારા હૃદયમાં તારક એવી શ્રી જિનાજ્ઞા વસવા છતાં પણ પુણ્યરહિત મારું ચરિત્ર-વર્તન તો આવું છે અર્થાત્ સંસાર સંબંધી વસ્તુ મને પ્રિય લાગે છે – ગમે છે તો હવે હું વિશેષ શું કહુ ? કેવી આશ્ચર્યકારી આ વાત છે. અમારું સદ્ અસા વિવેકરૂપ જ્ઞાન હણાયું ! અમારું મનુષ્ય સંબંધી માહાત્મ્ય હણાયું ! નિશ્ચય વિવેકને પ્રાપ્ત કઃ વા છતાં પણ નાના બાળકની જેમ હજી બાલચેષ્ટા જેવી જ પ્રવૃત્તિ કરીએ છીએ. ખરેખર અમારું થશે શું ?