SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ of 1 t. vtka, a રાાdleણ orગા ? - પ્રશાંગ મર્મ ધ્યાનનું સ્વરૂપ (કાલ લોક પ્રકાશ સર્ગ-૩૦, ગ્લો. ૪૫૮ થી ૪૭૮ આધારે) જે બાન શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મથી યુક્ત હોય તે ધર્મ ધ્યાન શ્રી જિનેશ્વરદેવોએ ચાર પ્રકારનું કર્યું છે. પ્રથમ શ્રુતાર્થના ચિંતવનરૂપ આજ્ઞાવિચય નામનું છે, બીજાં આશ્રવાદિથી પ્રાપ્ત થતા અપ ય-કષ્ટોનું ચિંતવન કરવું તે અપાયરિચય નામનું છે. ત્રીજ પુણ્ય-પાપના ફળની ચિંતારૂપ વિપાક-વિચય નામનું છે અને ચો લોકાકૃતિ વિગેરેનું ચિંતવન કરવું તે સંસ્થાન વિચય નામનું છે. કહ્યું પણ છે કે “आप्तवचनं हि प्रवचन-माज्ञाविचयस्तदर्थनिर्णयनं । आश्रवविकथागौरव-परीषहा धैरपायस्तु अशुभकर्मविपाका-नु चिंतनार्थो विपाकविचयः स्यात् । द्रव्यक्षेत्राकृत्यनु-गमनं संस्थान विचयस्तु ॥२॥" “આપ્ત વચન તે જ પ્રવચન, તેના અર્થનો નિર્ણય તે આજ્ઞાવિચય. ' આશ્રવ, વિકથા, ગૌરવ અને પરિષહાદિનું ચિતવન તે અપાયરિચય. ૨ અશુભ અને શુભકર્મના વિપાકનું અનુચિંતન તે વિપાકવિચય : અને પદ્રવ્ય યુક્ત ક્ષેત્રની આકૃતિનું લોકનાલિકાનું ચિતવન તે સંસ્થાનવિચય. ૪ આજ્ઞારૂચિ, નિસર્ગરૂચિ, સૂત્રરૂચિ અને વિસ્તારરૂચિ-આ ચાર પ્રકારની રૂચિ ધર્મધ્યાનના ચાર ચિહનરૂપ છે. સૂત્રનું વ્યાખ્યાન તે આજ્ઞા. તે વ્યાખ્યાન, નિયુક્તિ આદિને ભેળવીને કરવાની જે રૂચિ- દ્વાન તેને IT મહર્ષિઓએ આજ્ઞારૂચિ કહી છે. ગુરૂ ઉપદેશ વિના જે શ્રદ્ધા તે નિસર્ગરૂચિ, સૂત્રમાં જે શ્રદ્ધાન તે સૂત્રરૂચિ અને તેના વિસ્તારથ જે શ્રદ્ધાન || તે વિસ્તારરૂચિ જાણવી. T કહ્યું છે કે- “જિનપ્રણીત આગમના ઉપદેશનું, તેમાં કહેલા ભાવપદાર્થોનું જે સ્વભાવથી જ શ્રદ્ધા કરવી તે ઘર ધ્યાનનું ચિહ્ન છે.” | મહેલ આદિમાં ચઢવા માટે દોરડાદિનું જેમ આલંબન હોય છે, તેમ ઘર્મધ્યાનના ચાર આલંબન | જિનેશ્વરોએ કહ્યાં છે. અનુસંધાન ટાઈટલ -૩
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy