________________
ને શાન ગણ ગંગા જ
ત્રણ મતિ મહાલયો -મોટા આશ્રયો કહેલા છે. (સ્થાનાંગ, સૂ. ૨૦૫) ૧. જે દ્વીપનો મેરૂ સર્વ મેરૂપર્વતને વિષે મોટો છે. ૨. સ્વયંભૂરમણ સમુદ્ર સર્વ સમુદ્રોને વિષે મહાન છે. ૩. બ્ર લોક નામનો દેવલોક સર્વ દેવલોકને વિષે મોટો છે. ત્રણ પ્રમાણે ચક્ષુ કહેલા છે. (શ્રી સ્થાનાંગ, સૂ. ૨૧૩) તે આ માણે - અહીં ચક્ષુ દ્રવ્યથી નેત્ર અને ભાવથી જ્ઞાન રૂપ સમજવા. ૧. એક ચક્ષુવાળા - છાસ્થ મનુષ્ય. વિશિષ્ટ જ્ઞાનચક્ષુથી રહિત હોવાથી. ૨. બે પક્ષવાળા - દેવો ચક્ષુરિંદિય અને અવધિજ્ઞાન સહિત હોવાથી. ૩. ત્રા ચક્ષુવાળા - ઉત્પન્ન થયેલ જ્ઞાનદર્શનને ધરનાર એવો તથારૂપ શ્રમણ - દ્રવ્યનેત્ર, પરમકૃત અને અવધિ માનરૂપ નેત્ર હોવાથી. ચાર પ્રકારનાં ફળ અને ચાર પ્રકારનાં પુરૂષ (શ્રી સ્થાનાંગ સૂ. ૨૫૩) ૧. કોઈક ફલ કાચું છે અને રસથી કાંઇક મધુર છે. ૨. કોઈક ફલ કાચું છે અને રસથી અત્યંત મધુર છે. ૩. કોઈક ફલ પાકું છે પણ રસથી કંઇક મધુર છે. ૪. કોઇક ફલ પાર્ક છે અને રસથી અત્યંત મધુર છે. તે જ રીતના ચાર પુરૂષો કહ્યા છે. તે આ પ્રમાણે. ૧. કોઈક પુરૂષ વય અને શ્રુત-જ્ઞાનથી અવ્યકત - કાચો છે પણ ઉપશમાદિગુણથી અલ્પ મધુરતાવાળો છે. ૨. કોઈક પુરૂષ વય અને શ્રુતથી કાચો છે. પણ ઉપશમાદિ ગુણથી અત્યંત મધુરતાવાળો છે. ૩. કો ઇક પુરૂષ વય અને શ્રુતથી પરિણત - પાકો છે પણ ઉપશમાદિગુણથી અલ્પ મધુરતાવાળો છે. ૪. કોઈ પુરૂષ વય અને શ્રુતથી પરિણત છે તેમજ ઉપશમાદિ ગુણથી અત્યંત મધુરતાવાળો પણ છે. ચાર પ્રકારના કરંડિયા અને ચાર પ્રકારના આચાર્ય (શ્રી સ્થાનાંગ - સૂ. ૩૪૮) ૧. ચ ડાલનો કડક - પ્રાય: ચામડાથી ભરેલો હોય. ૨. વેશવાનો કરંડક - તે લાખ સહિત સોનાના ઘરેણાદિથી ભરેલો હોય. ૩. ગૃપતિ એટલે શ્રીમંત કૌટુંબિકનો કરંડક - ઉત્તમ સુવર્ણ મણિના આભૂષણથી ભરેલો હોય. ૪. રા કાનો કડક - અમૂલ્ય રત્નોથી ભરેલો હોય. આ દ્રષ્ટાંતે ચાર પ્રકારના આચાર્ય કહેલા છે. તે આ પ્રમાણે :૧. રાંડલના કરંડક સમાન આચાર્ય -લોકરંજન કરનાર, શાસ્ત્રને ધારણ કરનાર તેમજ વિશિષ્ટ ક્રિયા વિકલ હોય, આ અત્યંત અસાર છે. ૨. વેશ્યાના કરંડક સમાન આચાર્ય - કિંચિત શાસ્ત્રને દુઃખ વડે ભણેલ પણ વચનના આડંબર વડે ભોળા લોકને ખેંચનાર હોય. ૩. ગૃહપતિના કરંડક સમાન આચાર્ય - સ્વ સમય અને પર સમયના જાણકાર અને ક્રિયાયુકત હોવાથી સારભૂત છે. ૪. રાજાના કડક સમાન આચાર્ય - સમસ્ત આચાર્યના ગુણયુકત શ્રી સુધર્માસ્વામી ભગવાનની જેમ અત્યંત સારભૂત છે.