SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ * શાન ગણ ગાઇ - stasia/KBHASHA's & સમય, પ્રદેશ અને પરમાણુ આ ત્રણ વસ્તુઓ ૧. અચ્છેદ્ય - ન છેદી શકાય એવા, ૨. અભેદ્ય - ન ભેદી શકાય એવા, ૩. અદાહ્ય - ન બા ની શકાય, ૪. અગ્રાહ્ય - ગ્રહણ ન કરી શકાય, ૫. અનÁ - જેના બે વિભાગ ન પાડી શકાય, દ. અમધ્ય - જે નો મધ્યભાગ ન કરી શકાય, ૭. પ્રદેશ રહિત, ૮. ત્રણ વિભાગ રહિત - કહેલા છે. (શ્રી સ્થાનાંગ સૂત્ર, અ ૧ - ૩, ઉ. ૨, સૂ. - ૧૬૫) પ્રાણીઓ કોનાથી ભયવાળા છે? પ્રાણીઓ દુ:ખથી ભય પામે છે. હે ભગવન્! તે દુઃખ કોણે કર્યું? ઉ. - જીવે પ્રમાદ વડે કર્યું. હે ભગવન્! તે દુઃખ કેમ વેદાય - છૂટે? ઉ. - અપ્રમાદથી. (શ્રી સ્થાનાંગ, અધ્ય. - ૩, ઉ.-૨, સૂ. ૧૬૬) અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્મમાં અનાદર, અને મન- વચન - ક પાના યોગોનું દુપ્રણિધાન - માઠું પ્રવમનિ - એ આઠ પ્રકારનો પ્રસાદ મુનીન્દ્રોએ કહ્યો છે. તેના ત્યાગથી અને અપ્રમાદ કેળવવાથી જીવ દુઃખ-કર્મથી મુકત પામે છે. સાધુ સેવાનું ફળ શું? (શ્રી સ્થાનાંગ સૂત્ર. અધ્ય.-૩, ઉ. ૩, સૂ. ૧૯૦) “હે ભગવન્! તથારૂપ શ્રમણ માહન પ્રત્યે સેવા કરનારને તે પર્યાપાસના - સેવાનું ફળ શું છે? શ્રવણ - સિદ્ધાંત સાંભળવા રૂપ ફળ છે. હે ભગવન્! તે શ્રવણનું ફળ શું છે ? શ્રુતજ્ઞાન રૂપ ફળ છે. કે ભગવનું તે જ્ઞાનનું શું ફળ છે ? હેય અને ઉપાદેયપણાના નિશ્ચયરૂપ વિજ્ઞાન ફળ છે. એમ આ અતિ લાપવડે આ જણાવાત ગાથા અનુસરવા યોગ્ય છે. શ્રવણનું ફળ જ્ઞાન છે. જ્ઞાનનું ફળ વિજ્ઞાન છે, વિજ્ઞાનનું ફળ પચ્ચખાણ છે, પચ્ચકખાણનું ફળ સંયમ છે, સંયમનું ફળ અનાશ્રવ - સંવર છે. અનાશ્રવનું ફળ તપ છે, તપનું ફળ વ્યવદાન - કર્મનું શોધન છે, વ્યવદાનનું ફળ અક્રિયા છે, અક્રિયાનું ફળ નિર્વાણ છે રાને નિવાર્ણનું ફળ સિદ્ધિગતિગમન પર્યત ફળ છે.” શ્રી સ્થાનાંગ સૂત્રના અધ્ય. - ૩, ઉ. -૪, સૂ.-૨૦૩ માં કહ્યું છે કે - ત્રણ જણા સૂત્ર ભણાવવાને અયોગ્ય કહ્યા છે. તે આ પ્રમાણે. ૧. અવિનીત, ૨. વિગપ્રતિબદ્ધ - વિગઈઓમાં લુબ્ધ. ૩. અવ્યવસિત પ્રાભૃત - ઉત્કૃષ્ટ ક્રોધવાળો. ત્રણ વાચનાને માટે યોગ્ય કહ્યા છે. ૧. વિનીત, ૨. વિગય - રસમાં લુબ્ધ નહિ, ૩. વ્યવસિત પ્રાભૃત - ઉપશાંત ક્રોધવાળો. ત્રણ જણા દુઃખપૂર્વક સમજાવી શકાય તેવા છે. ૧. દુષ્ટ - તત્ત્વનો અને ગુરૂનો દ્વેષી, ૨. મૂઢ - ગુણ - દોષનો અજાણ, ૩. બુદુગ્રાહિત - ગુર્નાદિ વડે મિથ્યા મનમાં દ્રઢ કરાયેલો. ત્રણ જણા સુસંજ્ઞાપ્યા - સુખે સમજાવી શકાય તેવા છે. ૧. અદુષ્ટ - દ્વેષ રહિત, ૨. અમૂઢ - ગુણ - દોષનો જાણ, ૩. અબુદુગ્રાહિત - ગુરૂથી નહિ ભરમાવાયેલો. RAPHWattscWI/st)
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy