________________
વર્ષ-૧૨ ૭ : અંક ૧૮ થી ૨૨ ૭ તા. ૧૮-૧-૨૦૦૦
આવ્યા. એક એવો વિચાર મળ્યો કે છઠ્ઠનો ક્ષય કરવો અને બીજો એવો વિચાર (મળ્યો) કે ત્રીજનો ક્ષય કરવો.
તેમાં મારા વિચારથી જજુદા પ્રકારના બે વિચારો વિરોધ ન લાગવાથી અને પંચાંગ બહાર તાકીદ હોવાથી તેમ | જ એ બાબત શ્રી સંઘ મળીને પર્યુષણની અગાઉ આટલી બધી મુદતે એકત્ર વિચાર બહાર પાડે એવો સંભવ ન હોવાથી ‘શુદ ૪-૫ ભેળા છે.’’ અને ‘‘તે દિવસે શુક્રવારે સંવારી છે.’' એવો અમારો વિચાર અમે અમારા પંચાંગમાં પ્રદર્શિત કર્યો છે. તે છતાં પણ હવે પછી શ્રી સંઘ બહાર પાડે એવો સંભવ ન હોવાથી ‘“શુદ ૪-૫ ભેળા છે. અને તે દિવસે શુક્રવારે સંવત્સરી છે.’’ એવો અમારો વિચાર અમે પંચાંગમાં પ્રદર્શિત કર્યો છે. તે છતાં પણ હવે પછી શ્રી સંઘ મળીને પરંપરા તથા શાસ્ત્ર વગેરેના આધારથી જે વિચાર નક્કી કરે તે અમારે કબુલ છે. અમારે કોઈ પ્રકારનો આગ્રહ નથી. અને એવો નિર્ણયકારક વિચા૨ જે કરશે તે અમે ઘણી ખુશીની સાથે અમારા ચોપાનીયામાં જ પ્રગટ કરીશું. કિં બહુના ? ( જૂન ધર્મ પ્રકાશ પુસ્તક ૧૨ અંક ૧ લો, ચૈત્ર શુદિ ૧૫, ૧૯૫૨, પૃષ્ઠ૧૦-૧૧-૧૨ )
સંત
કે
છઠ્ઠનો નય કરવાનો વિચાર એવા કારણસર આવ્યો મુંબઈનાં વર્તારાના ગુજરાતી પંચાંગામાં અને લાહોરના પંચાંગમાં છઠ્ઠનો ક્ષય છે. માટે છઠ્ઠનો ક્ષય કરવો. પરંતુ આ વિચાર અમે માત્ર એટલા જ કારણસર અમલમાં મૂકવાનું દુરસ્ત ધાર્યું નહિ. એટલા જ કારણ કે અદ્યાપિ પર્યંત કાયમ જોધપુરી ચંડુ પંચાંગને પ્રામાણ્યું ગણતાં છતાં અત્યારે તેના વર્ઝાને અમાન્ય ગણવો, તે ન્યાયયુક્ત ગણાય નહિ, તેથી એ વિચાર અઞલમાં મૂકયો નથી. પરંતુ આ વિચારમાં મુખ્ય વાંધો સંવચ્છીનો તો આવતો નથી. કેમકે છઠ્ઠનો ક્ષય કરવાથી પારાના દિવસને સુદ ૫ નો કહેવો કે શુદ ૬ નો કહેવો એ જ વાધામાં રહે છે.
ત્રીજનો ક્ષય કરવાનો વિચાર એવા કારણસર આવ્યો
·
કે ક્ષયે પૂર્વા એ વાક્ય પ્રથમ પંચમીને લાગુ કરતા ચતુર્થીનો ક્ષય કરવો પડે તે પણ સંવચ્છરી પર્વનો દિવસ હોવાથી ફરીને ક્ષયે પૂર્વા એ વાકય તેને (સુદ ૪ને) પણ લાગુ કરીને સુદ ૩નો ક્ષય કરવો. આ કારણ પણ અમને વાસ્તવિક લાગતું નથી. કારણકે ફરીને એ વાક્યનો ઉપયોગ કરવો એ મનકલ્પના વર્ડ છે. શસ્ત્રોક્ત પ્રમાણ એમ કરવા માટે નથી. વળી ત્રીજને રોથ બંને ઉદયતિથિ બધા પંચાંગો પ્રમાણે હોવા છતાં ભાદ્રપદ માસને ત્રીજે દિવસે સંવચ્છી લઈ જવી. એમ કરવાને યુગપ્રધાન સિવાય આપણને સત્તા નથી. આ વિચારને અનારા વિચાર સાથે મુખ્ય બાબતમાં પણ નોખાપણું છે. કારણકે છે. કરણ કે આમ કરવાથી શુદ ૩-૪ | ગુસ્વારે સંવoરી થાય અને અઠ્ઠાઈધર પણ વદ ૧૧ ગુરુવારે કરવું પડે. આ વિચાર અમારા વિચારમાં ઠીક ન લાગવાથી અમે અમલમ મુક્યો નથી.
અમારું વિચાર બધી બાબતો લક્ષમાં લેતાં એવો થયો કે શુદી પને બદલે શુદ ૪ ને ક્ષય કરવો એ પરંપરાગત પ્રવર્તન છે. ફક્ત ૪થે સંવચ્છરીનો દિવસ હોવાથી તેનો ક્ષય કરવો કે કહેવા અયોગ્ય છે. માટે શુદ ૫ ની ક્રિયા શુદ ૪થે કરવી અને ૨,દી ૪ તથા શુદી ૫ ભેળા ગણવા. સંવચ્છરી ઉદયતિથિ ચતુર્થીએ શુક્રવારે જ કરવી. અરે બારે તિથિમાં હાનિ ન થવા માટે શુદ પની ક્રિયા તે જ દિવસે કરીને શુદ પ નો સમાવેશ માં કરવો. આ પ્રમાણે કરવામાં કોઈ પ્રકારનો
પર્વતિથિની ક્ષય - વૃદ્ધિના પ્રાચીન ઉલ્લેખો સં. ૧૮૯૬ નો પૂ. પં. શ્રી રૂપ વિ. મ. નો પત્ર છે જેમાં કાર્તિક વદિ બે અમાસનો ઉલ્લેખ છે.
૧૫
અમદાવાદ
પગથીયાની પોળના સંવૈંગી ઉપાશ્રયમાં રાખેલા તીર્થપટમાં પો. સુ. બીજી પૂર્ણિમા (સં. ૧૬૯૮) તથા આ પટમાં પૂ. આ. શ્રી હીર સૂ.મ. નો પણ ઉલ્લેખ છે.
-
સ્યાદ્વાદ મંજરી પ્રતમાં સં. ૧૭૯૩ કાર્તિક પ્રથમ પાંચમનો ઉલ્લેખ છે.
પ્રશસ્તિ સંગ્રહમાં
(૧) સં. ૧૬૪૪ જેઠ સુદ દ્વિતીય પાંચમ (૨) સં. ૧૬૯૯ પોષ સુદ પ્રથમ બીજ
(૩) સં. ૧૭૫૨ મહાસુદિ દ્વિતીય-૧૫ (પૂનમ) આવા ઉલ્લેખો છે.
જૈન ગુર્જર કવિઓ ભાગ ત્રીજો
(૧) સં. ૧૬૯૩ ભા. સુ. ૪+૫ રવિવાર (૨) સં. ૧૬૯૯ પો. સુ. પ્રથમ બીજ (૩) સં. ૧૮૯૨ માગસર સુદ દ્વિતીય ૧૪ ગુસ્વાર (૪) સં. ૧૯૫૭ જેઠ સુદ પ્રથમ ૧૧ શુક્રવાર આવી ઉલ્લેખો મળે છે.