________________
વર્ષ-૧૨ ૭ અંક ૧૪ થી ૧૭૭ તા. ૪-૧-૨૦૦૦
આણાએ ધો
અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ કેવલજ્ઞાનના પ્રકાશમાં જગતના સઘળાય ભાવોને યથાર્થ જાણ્યા. અને આત્માના કલ્યાણને માટે જે પરમતારક શાસનની સ્થાપના કરી, તે શાસન જે જે આત્માઓએ સરળ ભાવે સ્વીકાર્યું તે આત્માઓ આત્મ કલ્યાણને પામ્યા. ધર્મ અહિંસામાં નહિ, તપમાં નહિ, જ્ઞાતમાં નહિ કહેતા ધર્મ આજ્ઞામાં જ ફરમાવ્યો. જ્યાં આજ્ઞા ત્યાં જ ધર્મ ! જ્યાં આજ્ઞા નહિ ત્યાં ધર્મ પણ નહિ પણ અધર્મ જ ! આજ્ઞાના આરાધના મોક્ષને આપનારી છે અને આજ્ઞાની વિરાધનાં સંસારને વધારનારી છે. તેથી જ કલિકાલ સર્વજ્ઞ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી વીતરાગ પરમાત્માની સ્તવના કરતાં ‘વીતરાગ સ્તોત્રમાં' ભારપૂર્વક કહ્યું કે
‘વીતરાગ ! સપર્યાયાસ્તવાજ્ઞાપાલનં પરમ્ । આજ્ઞાડડરાદ્ધા વિરાદ્વા ચ, શિવાય ચ ભવાય ચ ॥' શ્રી વીતરાગ સ્તોત્ર, પ્રકાશ-૧૯, ગાથા-૪)
ભાવાર્થ : હે વીતરાગ ! આપની પૂજા-ભક્તિ કરતાં પણ આપની આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. કેમકે, આરાધેલી આજ્ઞા મોક્ષને માટે થાય છે અને વિરાધેલી આજ્ઞા સંસારને માટે – સંસા૨ની વૃદ્ધિ માટે થાય છે.
પરમતારક આજ્ઞાની આરાધના વિના ક્યારે ય પણ આત્માનો ઉદ્ધાર નથી. દુનિયાની નાશવંતી ચીજ-સામગ્રી મેળવવા - ભોગવવા પણ દુનિયામાં કેટલાં કેટલા જીવોની આજ્ઞા માથે ઉઠાવવી પડે છે. તો સાચું-વાસ્તવિક દુઃખના લેશ વિનાનું, પરિપૂર્ણ, આવ્યા પછી ક્યારેય નાશ ન પામે તેવા આત્મ સુખને માટે અનંતજ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માની
આજ્ઞા સ્વીકારવામાં શું વાંધો આવે છે. તે જ હજી સમજાતું નથી. આવી દીવા જેવી સ્પષ્ટ વાત છતાં પણ આજ્ઞા સામે કેમ ચેડા કરાય છે તે ય સમજાતું નથી.
પરમ તારક શ્રી જિનાજ્ઞાનું ગુણ ગાન ગાતાં ગાતાં પરમોપકારી પરમર્ષિ ભગવંતો ફરમાવે છે કે
૧૧૯
પુ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ
‘‘સમઈ પવિત્તી સવ્વા, આણાબઋત્તિ ભવ ફલા ચેવ. તિસ્થયસ્થેસેણ વિ, ન તત્તઓ સા તદુઘેસા ||૧||
અર્થ :- પોતાની મતિ પ્રમાણે કરેલી સર્વ પ્રવૃત્તિ આશ બાહ્ય હોવાથી સંસાર રૂપ ફળને આપનારી જ થાય છે. શ્રી તીર્થંકરનો ઉદ્દેશ કરીને કરાયેલી પણ તે પ્રવૃત્તિ વાસ્તવિક રીતે શ્રી તીર્થંકરના ઉદ્દેશ પ્રમાણે નથી: ।।૧।।
જહ તુસખંડણ મયમંડણાઈ ફ્લાઈ સુન્નરસંમિ. વિહલાઈ તહા જાણસુ, આણા રહિયં અણુઠ્ઠાણું ॥૨॥
જેમ ફોતરાને ખાંડવા, મૃતકને શણગારવું અને શુન્ય અરણ્યમાં રૂદન કરવું નિષ્કલ છે તેમ આશારહિત અનુષ્ઠાન પણ નિષ્ફળ છે તેમ જાણો. ।।૨।।
જિણ આણાએ ધમ્મો, આણારહિયાણ ફુડ અધમ્મુત્તિ. ઈય મુણિઊણ ય તાં, જિણ આણાએ કુણહ ધર્માં ||૩||
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે જીવવામાં ધર્મ છે અને આજ્ઞારહિત અનુષ્ઠાન કરવામાં સ્પષ્ટ અધર્મ જ છે. અ પ્રમાણે તત્ત્વને જાણીએ, (આત્મકલ્યાણાર્થી જીવોએ) શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ ધર્મ કરવો જોઈએ. ॥૩॥
આણાએ તવો આણાએ સંજમો તહ ય દાણમાણાએ. આણારહિઓ ધમ્મો, પલાલપુલ વ્વ પડિહાઈ. ॥૪॥
શ્રી જિનેશ્વરદેવની પરમતારક આજ્ઞામાં જ તપ છે આજ્ઞામાં જ સંયમ છે, અને આજ્ઞામાંજ દાન છે. જ્યા આશારહિત પ્રમાણે કરાતો સારામાં સારો ધર્મ પણ ઘાસના પુડા જેવો લાગે છે. ।।૪।
આણા ખંડણકારી, જઈ વિ તિકાલં મહાવિભૂઈએ. પૂએઈ વીયરાયું, સર્વાં પિ નરિસ્થયં તસ્ક. ॥૫॥
જે આત્મા શ્રી જિનેશ્વરદેવોની પરમતારક આજ્ઞાનો ભંગ કરીને શ્રી જિનેશ્વરદેવોની પોતાના વૈભવને અનુસારે ત્રિકાલ સ્વદ્રવ્યથી ઉત્તમ પ્રકારે પૂજા-ભક્તિ કરે તો પણ તે બધી ભકિત-નિરર્થક છે. એમ જાણવી. પા