________________
N
પૂજ્યપાદ પરમ શાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ સિધ્ધાંતનિષs, = સ્વ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની આઠમી વાર્ષિક સ્વર્ગારોહણતિથિની
સમાધિસ્થળે થતી ઉજવણી પૂજ્યપાદશ્રીજીને સકલસંઘની ભાવભરી
SF મરણાંજલિ 5
(રાગઃ એય, મેરે વતન કે લોગો.....)
ઓ....
..... .... ઓ જૈન શાસનના પ્રેમી, ને જિનઆજ્ઞા અનુરાગી,
શાસનમાં આજે દિસે, જિનઆજ્ઞાની થતી હાનિ,
આજ્ઞા પાલન શિવ આપે, વિરાધના ભવ રખડાવે,'' એ વીતરાગ સ્તોત્રની વાણી(૨) હૈયે ધરજો ભવિ પ્રાણી (૨)
હે સિધ્ધાંતનિષ્ઠ સૂરીશ્વર, અજોડ ગીતાર્થ, સુકાની, આજ યાદ આવો છો પલ પલ, દિસતાં સિધ્ધાંતની હાનિ ........એ ટેક......
વીર પ્રભુએ શાસન સ્થાપ્યું, સોંપાયું ગણધરરાયા, અબાધિત પાટ ચલાવે, (૨) શાસનને વફા સૂરિરાયા, જે શુધ્ધ પ્રરૂપક સોહે, જેની જિન સમ થાય ગણનાની .... આજ ....(૧)
ગુરુ “પ્રેમ”ના પાટવી પ્યારા, રામચન્દ્રસૂરિ ગુરુરાયા, શાસ્ત્ર-સિધ્ધાંત રક્ષક ન્યારા, (૨) વાચસ્પતિએ પંકાયા, શાસન રખેવાળી કરતાં, કુરબાન કરી જિંદગાની .... આજ .... (૨)
શાસન રક્ષા-પ્રભાવક કાર્યો, યાદ કરતાં મસ્તક ઝૂકે, ના કરી કદી પ્રાણની પરવા, (૨) ખુમારી, ખમીર, આણા ઝળકે, અભંગ રાખ્યો પ્રભુ મારગ, સદા લેતાં આગેવાની .... આજ ..... (3) કેઈ લોકહેરીમાં તણાયા, કેઈ એકતામાં પલટાયા, પણ આપ શાસનને સમર્પિત, (૨) જે જિન આજ્ઞાએ બંધાયા, કલ્યાણકારી મલી ગુસ્માતા, અમ પ્રબલ પુણ્યની નિશાની .... આજ .... (૪)
(અનુસંધાન ટાઈટલ - .)