SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) પૂજ્યશ્રી કહેતા હતા કે તા. ૨૧-૧૨-૧૯૯૯ પરિમલ -પૂ.આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા. રજી. નં. GRJ શ્રી ગુણદો શાતા એટલે દુઃખમાં દુઃખ ન થવું અને સુખમાં આસક્તિ ન થવી. જેને પુણ્યથી મળેલ સંસારની સઘળી ય ચીજો નુકશાન કરનારી લાગે તેને જ પુણ્યાનુબંધી પુણ્યવાળા કહેવાય બીજાને નહિ. દુનિયાના સુખમાં મોજમજાદિમાં મજા કરે તે જ્ઞાનીની દૃષ્ટિએ વિષ્ટાના કીડા જેવા છે. સાધુ-સાધ્વી અર્થ-કામના ત્યાગી. શ્રાવક-શ્રાવિકા અર્થ-કામનાવૈરી ! જ્ઞાન પણ અર્થ-કામના પ્રેમી માટે અજ્ઞાન છે. તેનું જ્ઞાન જ તેની પાસે ખોટાં કામ કરાવે છે. તમને ય અનુભવ હશે કે આજના ભણેલાં-ગણેલાં જ બહુ ખોટાં કામ કરે છે. કાયદાના જાણક ૨ જ વધારે કાયદાનો ભંગ કરે છે . આખું જગત ખરાબ છે તે અર્થ-કામને લઈને. આખો સંસાર ચાલે તે અર્થ-કામને લઈને. • ૨ક-તિર્યંચ ગતિ આ બેના પૂજારી માટે જ છે. જેમ દુઃખમાં દ્વેષ અસમાધિ છે તેમ સુખમાં રાગ પણ અસમાધિ છે. જે કોઈ ભૂલ કરે તે કાં અર્થને લઈને કાં કામને લઈને જ ! ‘મારાપણું’ તે જ સંસાર ! મારાપણાનો અભાવ તેનું નામ ‘મોક્ષ’! રાગાદિ તે જ સંસાર છે. તેના અભાવના સુખનો અનુભવ થાય તો આત્માના સુખનો અર્ ભવ થાય. બધા પાપોમાં મોટામાં મોટું પાપ ભગવાનના વચનથી ઊંધું વિપરીત બોલવું તે. ઉત્સૂત્ર- માણ જો પાપ છે તેમ ઉત્સૂત્ર રસપૂર્વક સાંભળવું તે ય પાપ જ છે. જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવી૨ શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/O. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy