________________
ܠ ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠ
જ (ટાઈટલ-૨ થી ચાલુ)
દાનત ઉઠી જસ અણુ અણુએ કુમત-વિકૃત ભક્ષવા, શેલત ઘડી શાસ્ત્રાર્થની શાસન પ્રભુનું રક્ષવા; પ્રજ્ઞા વર્યા સુર ગુરુ તણી આગમ રહસ્ય વિવક્ષવા, પળ પળ તલપ મુઝ મન વધી સૂરિરામ ! તવ પથ રક્ષવા...૬
જસ કીર્તિને નિષ્ઠા-પ્રતિષ્ઠા > જી ત્રિાજગ ગુંબજે, સમુદાય બહુ જનગણતણાં ઝુક્યા પુનિત ચરણાબુજે; જસ હામથી શાસનતણા સંકટ અને શક સૂલઝ સૂરિરામ ! હા ! તવ વિરહથી છૂટકાર ના કયાં યે સુઝે...૭
28/2/
“ખળ ખળ વહે તવને કીના કલ્લોલ પ્રભુ ! મમ હૃદયમાં, ભડ ભડ કહે મહાનલ અને વિપ્લવ વિષોના ઉદયમાં; અડીખમ રહે અંતર સદા નિનન પૂરોના પ્રલયમાં પૂરજો મદીય ભિક્ષાર્થને સૂરિરામ ! એહિ જ કામના...૮
સરવાણી તુમ શબ્દો તણી સ્મારક બની રહેશે સદા, તુજ વચનની સરગમ તણી સિતાર પડઘાશે સદા; આયુષ્ય અજરામર દીસે તવ નામનું જિન શાસને, આધાર કયાં ઢંઢવો હવે હિત કાજ તુમ વિણ ભવ વને...૯
સંવત ૨૦૫૫ અષાઢ વદ ૧૪ - સાવરકુંડલા
રચયિતાઃ મુનિરાજ શ્રી હિતવર્ધન વિજયજી મહારાજ..
સંપર્કઃ શેઠ શ્રી ધર્મદાસ શાંતિદાસની પેઢી-સાવરકુંડલા