________________
૧૦૪૦
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પોપટ અને શિકારી
– શૈલેષ રાયચુરા
એક સુંદર મઝાનું વન હતું. તે વનમાં આવેલ એક વિશાળ આંબાનાં વૃક્ષ ઉપર અસંખ્ય પ્રમાણમાં રંગ-બેરંગી પોપટ રહેતાં હતાં. ઉપરાંત તે આંબાનાં વૃક્ષ ઉપર મબ.ખ પ્રમાણમાં કેરીઓનાં ઝૂમખે ઝૂમખાં લટકી રહ્યા હતાં.
સાંજ પડતાં જ તે આંબાનાં વૃક્ષ ઉપરનાં બધા રંગ-બેરંગી પોપટ કેરીઓનાં ઝુમખાં ઉપરની મધુર-મીઠી કેરીઓ ખાતાં ખાતાં હિંચકા ખાવાનો આનંદ ઉઠાવતાં હતાં. અને સાથોસાથ મધુર ગીતો પણ ગાતાં ત્યારે ત્યાં આગળનું પ્રાકૃતિક વાતાવરણ અત્યંત ખીલી ઉઠ્યું હવા વૃક્ષો પણ ડોલવાં લાગી જતાં.
એક દિવસની વાત છે. સંધ્યાનો સોનેરી અને આહ્લાદક સમય હતો. મધુ૨-મીઠી હવા લહેરાઈ રહી હતી. આંબાનાં વૃક્ષ ઉપરનાં બધાં રંગ-બેરંગી પોપટ કેરીઓનાં ઝૂમ માં ઉપર બેસી હિંચકા ખાઈ રહ્યાં હતાં. સાથે સોનેરી સુંદર મઝાના ગીતો પણ ગાઈ રહ્યાં હતાં. રોબર આવા સમયે એક લુચ્ચો અને સ્વાર્થી શિકારી એક હાથમાં જાળ અને બીજા હાથમાં એક મોટું પીંજરૂ લઈને શિકાર કરવાના હેતુસર આ આંબાનાં વૃક્ષ તરફ આવી ચડ્યો. અને સહસા તેણે આંબાનાં વૃક્ષ ઉપર નજર કરી તો આટલાં બધાં મનમોહક સુંદર મઝાનાં અને રુષ્ટપુષ્ટ એવા રંગ-બેરંગી ચોપટને જોઈ તે ફાટી આંખે તેમને તાકી જ રહ્યો. બાદમાં તે અનેરા આનંદ સાથે અને સ્વાર્થી વેચાર કરતો જાળને ખોલી આંબાનાં વૃક્ષ ઉપર ચડવાં લાગ્યો.
આ તરફ નિર્દોષ, ભલાભોળાં તેમજ પ્રકૃતિ પ્રેમી એવાં રંગ-બેરંગી પોપટ હેિંચકા ખાતાં ખાતાં આનંદનો આલાપ છોડી રહ્યાં હતાં.
3
રંગ-બેરંગી પોપટોએ કશી કલ્પનાઓ પણ કરેલ નહીં કે કોઈ એક સ્વાર્થી અને લુચ્ચો શિકારી તેમની સુખદ આઝાદીનો કરૂણ અંત આણશે ? અચાનક શિકારીની જાળ તેમનાં ઉપર આવી પડતાં તે બધાં ગભરાઈ ઉઠ્યા. લુચ્ચો શિકારી અટ્ટહાસ્ય કરતો જાળને લઈ વૃક્ષ ઉપરથી નીચે ઉતરી આવ્યો. બધાં રંગ-બેરંગી પોપટ ફફડાટ અનુભવી રહ્યાં હતાં. અને ડરનાં માર્યા ગભરાઈ ઉઠ્યાં. ત્યારબાદ બધાં રંગ-બેરંગી પોપટઓએ તે શિકારીને વિનંતી કરી કે અે તેમને છોડી દે, મુક્ત કરી દે, કે જતો કરે તેવો તે શિકારી નહોતો ! તે શિકારી તો સ્વાર્થી, લુચ્ચો અને લોભિયો હતો ! ત્યારબાદ તે શિકારીએ જાળમાંથી એકએક પોપટને કાઢી પોતાની પાસે રહેલ પાંજરામાં તેમને પુરવા લાગ્યો. આમ બધાં પોપટ પાંજરામાં પુરાઈ ગયાં બાદ તેણે પાંજરાનો દરવાજો બંધ કરી દીધો અને પછી પાંજરાને બંધ કરી દીધો અને પછી પાંજરાને ઉપાડીને તે લઈ ચાલ્યો અને મનોમન તે અનેક રંગીન કલ્પનાઓ કરવાં લાગ્યો કે વાહ...? આજે તો આટલાં બધ રંગ-બેરંગી પોપટને શહેર જઈ વેંચી નાંખીશ અને બદલામાં મને મબલખ નાણાં મળશે ? આ, તે સ્વાર્થી શિકારી કલ્પનાઓ કરતો જઈ રહ્યો હતો.