________________
૧૦૩૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) બપોરે ૧૨-૩૦ કલાકે સ્વ. નેમચંદ વેલજીના શ્રેયાર્થે પૂ.સા.શ્રી અનંતપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી સુવર્ણ પ્રભાશ્રીજી મ., પૂ.સા. શ્રી સ્વયં પ્રભાશ્રીજી મ. ની ૪૦મી દીક્ષા તિથિ પ્રવેશ નિમિત્તે શ્રીમતી કંચનબેન નેમચંદ વેલજી પરિવાર રાસંગપરવાળા હાલ ચેરી (કન્યા) તરફથી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન ઠાઠથી ભણાયું જીવદયાની ટીપ સારી થઈ છે.જેઠ સુદ ૧૨ નવપદજી ઓળીના આરાધકો તરફથી શ્રી નવપદજી પૂજા ભણાવાઈ દ્વિ. જેઠ સુદ ૧૩ શાહ રાયશી દેવશી ગલૈયા પરિવાર તરફથી શ્રી મહાવીર સ્વામી પંચ કલ્યાણક પૂજા ભણાવાઈ દ્વિ. જેઠ સુદ ૧૪ રવિવારે સવારે સ્વ. સુરેશચંદ્ર રાયચંદ વોરાના શ્રેયા તથા સ્વ. રાયચંદ પદમશી વોરા હા. શ્રીમતી મણીબેન રાયચંદ, શ્રીમતી પ્રમીલાબેન સુરેશચંદ્ર વોરા તરફથી કુંભ સ્થાપન આદિ તથા નવગ્રહ પૂજન આદિ સવારે ૧૦ વાગ્યે શરૂ કરી એક વાગ્યે પૂર્ણ થયા હતા બપોરે શાહ રાણીબેન ખીમજી વીરજી ગુઢકા પરિવાર તરફથી ભાવના થઈ કે પૂ. જિનેન્દ્ર સુ.મ.ની તબીયત સારી થઈ તો પૂજા ભણાવવી અને ગુપૂજનનો ચડાવો લેવો ચડાવો તો પહેલાં થઈ ગયો હતો. તેથી આજે અંતરાય કર્મ નિવારણ પૂજા ભણાવો સાધારણ તિથિઓ, કાયમી આંગી તથા ૫ હજાર દીક્ષા તિથિ નિમિત્તે સર્વસાધારણ ફંડમાં લખાવ્યા તેમ
શ્રી વિમલનાથ સ્નાત્ર મહિલામંડળે પણ ૫ હજાર દીક્ષા તિથિ નિમિત્તે લખાવ્યાં. શાહ ખીમજી વિરજી પરિવાર તરફથી દ્વિ. જેઠ સુદ-૧૫ સવારે દીક્ષા તિથિ આ. શ્રીના પ્રવચન વખતે ૫-૫ રૂ.નું સંઘપૂજન કર્યું.
બપોરે ૧૨-૩૦ કલાકે સ્વ. સુરેશચંદ્ર રાયચંદ વોરાના શ્રેયાર્થે સ્વ.શ્રી રાયચંદ પદમશી તરફથી હ. શ્રીમતી મણિબેન રાયચંદ, શ્રીમતી પ્રમીલાબેન સુરેશચંદ્ર વોરા તરફથી ઠાઠથી શાંતિસ્નાત્ર ભણાયું. પ્રમીલાબેનની ટુંકા સમયની તૈયારીમાં તેમના ભાઈ બહેનો પિ. પરિવાર સાથે દ્વિ. જેઠ સુદ ૧૩ના રાયશીભાઈની પૂજા પહેલા સારા પ્રમાણમાં આવી ગયા હતાં. અને જીવદયાની ટીપ સારી થઈ. શ્રીમતી પ્રમીલાબેને સ્વ. સુરેશચંદ્ર રાયચંદ વોરાના શ્રેયાર્થે સ્વ. રાયચંદ પદમશી હ. શ્રીમતી મણિબેન રાયચંદ, શ્રીમતી પ્રમીલાબેન સુરેશચંદ્ર તરફથી ૧૧ હજાર સર્વ સાધારણ ફંડમાં લખાવી લાભ લીધો હતો. વિધિ માટે શ્રી સુરેશચંદ્ર હીરાલાલ શાહ તથા પૂજા ભક્તિ માટે દરરોજ શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળે રંગ જમાવ્યો હતો.