________________
9 બ ધદાયક ર્દષ્ટાંત હવે પનીઓને વહાલ કોણ કરશે..?
- મધુસૂદન પારેખ ૨ ક નદીને કિનારે મોટું ઝાડ હતું. ઝાડનું મુખ્ય કામ જ સહુને વિસામો આપવાનું. ઉનાળાના બપોરે ત પમાં કોઈ બળ્યો ઝળ્યો માણસ ત્યાં થઈને નીકળે તો ઝાડ કશું બોલ્યા વિના મૂંગો આવકાર આપવા યાર જ હોય. એ બોલી શકતું હોત તો જરૂર કહેત કે ભાઈ, આવો ને મારા છાંયડામાં. બેસો નિરાંતે. પાક ખાઈને, આરામ કરીને પછી નિરાંતે આગળ જજો.
- દી કિનારે ઊભેલું ઝાડ પણ કુટુંબમાં વહાલસોયા, સહુને લાડ કરનારા દાદા જેવું હતું. દાદાને છોકરાં છે રાન કરે, એમના ખોળામાં ચડી જાય, એમની મૂછો ખેંચે તો ય દાદા એમને વહાલ કરે. એવું જ નદીને ઊભેલું ઝાડ હતું. છોકરા ત્યાં રમવા આવે, એની ડાળીઓ પર લટકે, ઝૂલા ખાય. વાંદરા અટકચા કરીને ઝાડને પજવે, એની ડાળ પરથી પાંદડાં ખેંચીને તોડી નાખે તો ય ઝાડને વાંદરા વહાલા લાગે.
: ણ્યા ગણાય નહિ એટલાં પંખીને માળા બાંધીને રહેવાની જગ્યા પણ એ ઝાડ પર જ મળે. ઝાડ એવું ઉદ ૨, પરોપકારી કે પંખીઓ એની ડાળે માળા બાંધે તો ખુશ થઈ જાય. એને મનમાં થાય કે આવો ને વહાલું ખીડાં. નિરાંતે તમારાં ઘર મારી ડાળોમાં બાંધીને રહો. તમારા બચ્ચાંને માળામાં ઉછેરીને મોટાં કરો. સરે ચણ ચણવા જાવ ત્યારે હું તમારાં બચ્ચાં સાચવીશ. તમે વહાલાં ! બેફિકર રહેજો.
' ખીઓને ય વૃક્ષદાદાનો પૂરો વિશ્વાસ. સવાર થયું ના થયું ને પંખીડાં જુદી જુદી ડાળો પરથી મીઠું કુંજન કરતાં ઉત્સાહથી પાંખો ફેલાવીને ચણ ચણવા ઊડી જાય. બચ્ચાં દાદાને ભરોસે માળામાં આરામ કરે.
: પાંજ પડે એટલે પંખીની હારની હાર પાછી દાદાને ઘેર. મીઠો કલશોર કરતાં પંખી પોતપોતાના માળામાં પેસી જાય. પછી શાંતિ જ શાંતિ. પણ એક દિવસ સુરજ એવો ઊગ્યો કે એ દિવસે મોટી હોનારત થઈ. કે લાક માણસો હાથમાં જાડાં દોરડાં, કુહાડા સાથે ત્યાં આવ્યાં. ઝાડ જાણે ચોર હોય તેમ તેની આસપા દોરડું બાંધ્યું. ઝાડ મૂંઝાઈ ગયું. એણે કોઈ ચોરી કરી નહોતી, કોઈની હત્યા કરી નહોતી. એનો વાંક ગુજ નહોતો. ત્યારે એને દોરડું શા માટે બાંધવું પડે?
પણ એ દિવસ ગોઝારો હતો. પંખીઓ તો દાણા ચણવા ઊડી ગયાં હતાં.
પત્ર એમનાં બચ્ચાં માળામાં નિરાંતે રડ્યાં હતાં. ત્યાં તો ખચાખચ, ખચાખચ, ખચાખચ કુહાડાન ઘા પડવા માંડ્યા. ઝાડ હચમચી ગયું. ઝાડના શરીર પર ઘા ઝીંકાતા જ ગયા. એને બોલવાની શક્તિ મળી હોત તો એ કરગરી પડ્યું હોત કે ભાઈઓ, મને નિર્દોષને શા માટે કુહાડાના ઘા કરો છો ? મારો નાશ થશે તો બિચારાં પંખીડાં રઝળી પડશે. નાનકડાં બચ્ચાં માળામાંથી નીચે પડીને મરી જશે પણ ઝાડને જીભ નહોતી. એ મૂંગુ રુદન કરી રહ્યું. માણસો આટલા બધા ઘાતકી હશે!
સાંજ સુધીમાં તો ઝાડ ખતમ થઈ ગયું. સાંજે પંખીઓ દાણા ચણીને પાછાં ફર્યા ને ઝાડને જોયું નહિ એટલે ચીસાચીસ કરવા લાગ્યાં. એમના બચ્ચાંનું શું થયું હશે ? કેટલાંક તો નીચે પટકાઈને મરી ગયાં હતાં ! નિસાસા નાખી નાખીને ઉડાઉડ કરતાં રહડ્યાં. થોડા દિવસો પછી ત્યાં મજૂર આવ્યા, કડિયા, સુથાર બનાવ્યા. ને મકાન તૈયાર થવા માંડ્યું.
ઉનાળામાં ભૂલો ભટકયો થાક્યો પાક્યો મુસાફર આવ્યો : “અરે, અહીંથી ઝાડ કયાં ગયું?' નિસાસા નાખીને એ આગળ ચાલ્યો. પથ્થરનાં મકાનો કંઈ એને થોડો વિસામો આપવાનાં હતાં? “આવ, ભાઈ ૮ સ ? કહેનાર ઝાડ હવે કક્યાં હતું?'.
(ગુ.સ.)