________________
છ
વર્ષ-૧૧ અંક ૪૫ ૨૬ : તા. ૨૭-૭-૯૯
૧૦૦૭
કાબુલીના આશીર્વાદ :
- હરીશ મણિયાર
----:::
બંગાળનું માલદા શહેર.
એક બાગમાં એક નાનો બાળક રમી રહ્યો હતો. અહિથી તહીં લીલા ઘાસ પર દોડાદોડી કરી રડ્યો હતો એવામાં બશીર મહંમદ નામનો એક કાબુલી પઠાણ ત્યાં આવ્યો ને પોતાની થેલી એક તરફ મુકી એક ઝાડ નીચે સુતો. થાક ખુબ લાગેલો એટલે તે તો બાગની ઠંડી લહેરમાં થોડી વારમાં ઘસઘસાટ ઉંઘવા માંડો.
અડધા કલાકની ઉંઘ ખેંચ્યા પછી એ પઠાણ જાગ્યો, અને એક-બે મિનિટમાં તો ઉઠીને ચાલવા માંડ્યો, પરંતુ, ઉંઘમાંથી ઉઠીને ગયેલો પઠાણ પોતાની થેલી ભુલી ગયો હતો એના ગયા પછી પેલા રમતા બાળક એ પઠાણની થેલી જોઈ. તેણે તરત થેલી ઉઠાવી. અંદર જોયું તો તેમાં ઘણા બધા પૈસા હતા. “અરે, આટલા બધા પૈસા કોના હશે? એના હશે તે બિલ નો કેટલો ચિંતામાં ડુબી ગયો હશે? પણ આટલામાં તો કોઈ દેખાતું નથી ?' બાળક વિચારે છે.
થોડીવાર એમ જ વિચારતો તે ત્યાં જ બેસી રહ્યો. તેને વળી વિચાર આવ્યો કે “જેના પૈસા હશે તે અહિં જ શોધતો જરૂર આવશે” એટલે એણે ત્યાં જ બેસી રહેવાનું નકકી કર્યું. સાંજ પડવાની તૈયારી હતી. બાળકને ઘેર જવાનું પણ મોડું થતું હતું. પણ તે બેસી રહયો. તેનું અનુમાન સાચું પડતું લાગ્યું.
થોડીવાર પછી પેલો કાબુલી પઠાણ ત્યાં હાંફળો ફાંફળો આવતો જણાયો. આસપાસ મેંદીની વાડ પાસે, વૃક્ષો પાસે ને રસ્તા પર ખાંખાખોળા કરવા માંડયો તે બાળક કાબુલી પાસે આવ્યો. બોલ્યો : ચાચા, શું શોધો છો?” “બેટા, મારી એક થેલી ખોવાઈ ગઈ છે હું થોડા સમય પેલાં એક ઝાડ નીચે ઉંધી ગયો હતો. જાગીને એકલો એમને એમ ચાલ્યો ગયો. અચાનક હમણાં આવ્યું કે થેલી કયાંક રહી ગઈ લાગે છે. એમાં ઘણા બધા પૈસા હતા. બીજુ તો કઈ નહિં પણ એ પૈસા મારા નહોતા” પઠાણે કહયું.
“તો એ પૈસા કોના હતા? ' બાળકે પૂછયું, કાબુલીને થયું. બાળક હોશિયાર લાગે છે. કાબુલીએ કહયું. “મારા શેઠના પૈસા હતા. એ પૈસા નહિ મળે તો મારા શેઠનો મારા પરનો વિશ્ર્વાસ હું ગુમાવી બેસીશ' આટલું બોલતા કાબુલી ઢીલો થઈ ગયો. ત્યાં જ પેલા બાળકે પોતાના હાથ પાછળ રાખેલી થેલી બિતાવતા કહ્યું. “આજ તમારી થેલી 'કાબુલીએ થેલી જોઈને હર્ષાવેશમાં આવી ગયો, “હા, બેટા ! આ જ મારી થેલી છે. તેણે કહ્યું. “હાશ, ખુદા તારા પર મહેર કરે.' પછી પોતાના ખીસ્સામાંથી થોડાક
------------
છે
*