________________
(લઘુ એધકથા)
જમાનાવાદની હવાથી બચેા ! F
– પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
ooooooooo000000000000
વર્તમાનની જમાનાવાની ઝેરી હવાના ભરડા ધર્મસ્થાનાને પણ ભરખી રહ્યો છે. દરેકે દરેક ધર્મપ્રેમી શાસનરાગી આત્માએ હજી પણ જો નહિં ચેતે તે કેવા અનથા સાશે તેની કલ્પના કરતાં પણ કંપારી આવે તેમ છે.
-
શ્રી જૈન શાસનના મુખ્ય સ્તંભ પૂ. સાધુ સાધ્વીજી ભગવંતા છે. તેઓ પણ જો સાચુ માઇન આપવાને બદલે જમાનાની હવાને અનુકૂળ બનશે તેા શુ થશે તે કહી શકાય તેમ નથી. આજે ધમ ભાવનાના નામે ધર્મસ્થાનામાં એવાં એવાં અનિષ્ટો ઘુસી ગયા છે. હરીફાઇઓના નામે શુ શુ ચાલે છે તે વર્ણવી શકાય તેમ નથી. વેષભૂષામાં પણ હવે સાધુ-સાધ્વીના વેષને ધારણ કરનારા આવી ગયા છે. તેમાં માતાપિતા પણ ગૌરવ માને છે. વરઘેાડામાં પણ આ મેલે। ગણાય છે. ખરેખ સાધુસાધ્વી એ વેષભૂષા ભજવવા માટે નથી કે નાટકીયાપણુ· નથી કે નટની જેમ ઘડીકમાં રાજા કે રનુ પાત્ર ભજવે અને પછી મૂળ વેષને ધારણ કરે. સાધુ સાધ્વીને વેષ પણ અનેક જીવાને સમાની પ્રેરણા કરાવનાર છે જે પ્રતિજ્ઞા ગ્રહણ કરી ને પ્રાણના સાટે પાળવાની છે. મન થાય તેમ સાધુ-સાધ્વીના વેષ નાના નાના બાલક-માલિકા ધારણ કરે અને પછી પાછા મૂળ વેષે આવે તે ભક્તિ નથી પણ આશાતના છે.
-
–
-
પૂ. શ્રી માપજી મ. ના જીવનના ખૂબ જ મનનીય પ્રસ`ગ છે કે, તેઓશ્રી વૈરાગ્યવાસિત અંત:કરણવાળા હતા. દીક્ષા લેવાની આઠ ઇચ્છાવાળા હતા. માતા-પિતાએ લગ્ન કરાવ્યા છતાંય ભાવનામાં એટ આવી નથી. આ જન્મમાં સાધુ થયા વિના તે રહેવુ' જ નથી. આવી મક્કમતાથી એકવાર અઠ્ઠમનું પચ્ચક્ખાણ કરી સાધુ વ્ઝ પહેરી ઘરમાં બેસી ગયા. કુટુબીજનાએ વેષ ઉતારવા ઘણા જુલમ કર્યા. મોટાભાઇ છાતી પર ચઢી ગયા તા તેઓશ્રી કહે કે “આ સાધુવેષ સમજીને લીધેા છે. હવે તે ઉતારે તે ખીજા !” અને અંતે અનિચ્છાએ કુટુબીએએ દીક્ષાની રજા આપી.
આપણે તેા તે જ વિચારવું છે કે વર્તમાનમાં જે આવા વેષભૂષા આદિ દૂષણા શ્રી સંઘમાં ઘુસી ગયા છે તે અનિષ્ટોને જો સમયસર ઢાળવામાં નહિ આવે તે ભવષ્યમાં જે જે અન પેદા થશે તેનાથી ખચાશે નહિ. જે પૂજનીવ વસ્તુ છે તે પૂજનીય જ રહેવી જોઈએ. સૌ સમજુ બની આવા દૂષણાથી દૂર રહે તે જ ભાવના છે.