SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ પ્રબોધક પ્રસંગો : * આરાધના ફળે કયારે ! જ – પૂ. સા શ્રી અનંતગુણાશ્રીજી મ. ૨ જ ૦ ૪ : ૩છે - પરમ કલ્યાણકારક શ્રી નવપઠને આરાધક કેવો હોય તેના ગુણેનું વર્ણન કરતાં છે છે પૂ. આ. શ્રી મુનિચન્દ્ર સૂ. મ. કહ્યું કે – “જે ક્ષમારશીલ હોય, જિતેન્દ્રિય હોય અને તે છે ઉપશાની હોય તે જ આત્મા નવપત્રને સાચે આરાધક છે” સાચી આરાધના કરવા હિ ઈચછનાર આરાધકે આ ત્રણે ગુણ મેળવવા જરૂરી છે. જે ક્ષમાશીલ નથી, જિતેન્દ્રિય છે જ નથી અને કષાયથી ધમધમતા છે તે આરાધક નહિ બનતા વિરાધક બને છે. તેમણે તે જ ત્યાં સુધી કહ્યું કે – સાચા આરાધકનું અપ્રિય બુરું કે ખરાબ ઇચ્છનારનું બુરું થાય છે. આ વાત ધવલ શેઠના દષ્ટાન્તથી ખૂબ જ સ્પષ્ટ સમજાય છે. શ્રીપાલ મહારાજાએ ધવલ કઠ ઉપર અવસરે અવસરે ઉપકાર કરવામાં કમીના રાખી નથી. જ્યારે અર્થ-કામને આ આધીન બનેલા ધવલ શેઠે શ્રી શ્રી પાલ મહારાજાનું બુરું કરવામાં બાકી ને રાખ્યું. છે ૬ દરેક પ્રાણત આપત્તિમાંથી શ્રી શ્રીપાલ મહારાજા બચી ગયા અને અંતે ધવલ શેઠ છે મરીને સામી નરકે ગયા. વર્ષોથી આરાધના કરનારા આપણી આરાધના કેમ ફળતી નથી તે આ પ્રસંગ છે છે પરથી સારી રીતના સમજાય છે. જ્યાં સુધી આરાધના ગુણે પેઢા ન થાય, તે ગુણાને છે પેદા કરવા પ્રયત્ન ન થાય, બીજાનું ખરાબ કરવાની ભાવના જીવંત હોય તે જ આરાધના . ફળે તે દેષ આરાધનાનો નથી પણ આપણી જાતને છે. જો આપણી જ જ ભૂલ-ખામીને વિચાર કરીએ તે આ વાતમાં શંકા રહેશે જ નહિ કે, આરાધના સારી છે છે પણ આપણે જ ખરાબ. આપણી ખરાબીને ખીલવનાર–વધારનાર હોય તે અર્થ-કામની ? છે આસકિત. માન-પાનાદિની તીવ્ર લાલસા !! દરેકે દરેક આરાધક વિચારે કે, ધર્મારાધના કરવા-કરાવવા છતાં ય મારી આસ- 2 આ કિત વધે છે કે ઘટે છે ? વધતી લાગે તે સમજી લેવું કે મારી જ અયોગ્યતા ઘણી છે છે છે. તે અયોગ્યતાને જાણી તેને દૂર કરવા પ્રયત્ન કરાય તે ય સમજવું કે હવે બીજ એ પડયું છે. આરાધકના ગુણે આવશે, સાચી આરાધના પેદા થશે, આરાધના સંપૂર્ણ છે છે ખીલી આત્માની મુક્તિ નિકટ બનાવશે. આપણે સૌ આવી દશાને પામીએ તે જ ભાવના. 2.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy